The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
36
38.8k
102.7k
નમસ્કાર. હું, રવિકુમાર સીતાપરા, વ્યવસાયે પ્રાથમિક શિક્ષક છુ. લેખન મારો શોખ છે. સાહસકથા, સનાતન સંસ્કૃતિની ગૌરવગાથાઓ, સેનાનાં શૌર્યનાં દર્શન કરાવતી ગાથાઓ કે ઈતિહાસમાં બનેલી ઘટનાઓ પરથી લેખન કાર્ય કરવાની મારી ઈચ્છા છે. લેખન કાર્યમાં લેવાતી અયોગ્ય છૂટછાટો કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને નામે પોતાનાં એજન્ડા પાર પાડનારા તત્ત્વોને મારું સમર્થન નથી. રાષ્ટ્રવાદી લખાણોને મારું સમર્થન રહે છે. ભારત રાષ્ટ્ર અને તેની સંસ્કૃતિને ઉજાગર કરવા મથતા સર્વ સનાતની લેખક કે કવિ બંધુઓ તથા ભગિનીઓને મારા જય શ્રી રામ.
દીવાળી પર્વ હિંદુ ધર્મમાં ખૂબ મહત્ત્વપૂર્ણ તહેવાર છે. રાવણ વધ પછી શ્રી રામ પોતાની અર્ધાંગિની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનાં વનવાસ પછી અયોધ્યા પરત ફરે છે ત્યારે રાજ્યની પ્રજા ઉત્સાહમાં ઘરે ઘરે ઘી નાં દીવાઓ કરે છે, રંગોળી કરે છે. અમાસનાં અંધકારમાં શ્રી રામનાં આગમનથી અયોધ્યા ઝળહળી ઊઠે છે. એ સાથે પધારે છે સ્વયં લક્ષ્મી અર્થાત્ સીતાજી. લક્ષ્મીજીને ઘરે બોલાવવા સહેલા છે પરંતુ તેને સ્થાયી કરવા અઘરા છે. લક્ષ્મીને સ્થાયી કરવા જે પરિબળો મહત્ત્વનાં છે તેને સમજાવવા દીવાળી પહેલાનાં ત્રણ દિવસો રખાયા છે. એ ત્રણ દિવસો આ મુજબ છે. ( 1 ) વાક્ બારસ સામાન્ય રીતે આપણે વાઘ બારસ કહીને શુભેચ્છાઓ પાઠવી દેતા હોઈએ છીએ એ દિવસ ખરેખર વાક્ બારસ ગણાય છે. વાક્ એટલે વિદ્યા. એ દિવસે વિદ્યાની પૂજા કરવાનો દિવસ છે. જ્ઞાનનું મહત્ત્વ આપણી સંસ્કૃતિમાં ઘણું છે. માત્ર મા સરસ્વતીની પૂજા કરવાથી નહિ પણ જ્ઞાન મેળવવાથી તેની આરાધના થશે. એ જ્ઞાન કોઈ પુસ્તક કે કૉલેજ માં ડિગ્રી પર આધારિત નથી. એ જ્ઞાન વ્યવહારિક કૌશલ્ય હોય છે જે જ્ઞાન થકી તમે સભ્ય અને સુસંસ્કૃત રાષ્ટ્ર અને સમાજનું નિર્માણ કરી શકો છો. ( 2 ) ધનતેરસ. જ્ઞાન પછી બીજું કોઈ મહત્ત્વનું પાસું હોય તો તે સ્વયં તમારું આરોગ્ય છે. ભગવાન ધનવંતરીનાં નામ પર આ દિવસ ઉજવાય છે. તેઓ આરોગ્યનાં દેવતા ગણાય છે. સમુદ્રમંથન વખતે ધનવંતરી અમૃત કળશ સાથે નીકળેલ તેને દેવતાઓઅે પોતાની પાસે રાખેલ. તેમણે સંસારને આયુર્વેદની જાણકારી આપી. આયુર્વેદ મતલબ જીવન વિશેનું જ્ઞાન. તમારું સ્વાસ્થ્ય સારુ હશે તો લક્ષ્મીનો તમે વ્યવસ્થિત ઉપયોગ કરી શકશો. એ.સી. ધરાવતા બેડરૂમમાં, મખમલી ચાદર ઓઢીને સૂતેલા લોકો કેટલીય ચિંતામાં બરાબર સૂઈ પણ શકતા નથી. અઢળક લક્ષ્મી છે છતાં કથળતું શરીર તેને એ ઐશ્વર્ય કે સમૃદ્ધિ ભોગવવા દેતું નથી. ધનતેરસનાં માધ્યમથી એ સમજવાનું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. ( 3 ) કાળી ચૌદશ આ કોઈ અશુભ તહેવાર નથી. કાળી ચૌદશને અપશુકનિયાળ દિવસ ગણવામાં આવતો હોય છે પણ વાસ્તવિકતા અલગ છે. આ દિવસ મા કાળીની પૂજા કરવાનો દિવસ છે. મા કાળી સ્વયં શક્તિનું પ્રતીક છે. શક્તિની ભક્તિ કરવાનું અને શક્તિ, અંતરમાં સાચા કામ કરવાની હિંમત માંગવાનો આ દિવસ છે. શ્રી કૃષ્ણે નરકાસુર નામનાં રાક્ષસનો વધ કરીને સંસારને તેનાં આતંકમાંથી મુક્ત કરાવ્યો હતો. ઘરમાં કજિયા, કંકાસ કે કકળાટ દૂર થાય તો ઘરમાં રહેલી સમૃદ્ધિનો સાચો આનંદ લઈ શકાય. લોકોએ ઝઘડવાની, ઈર્ષાની, વેર લેવાની વૃત્તિ છોડવાની જરૂર છે. એ માટે જોઈએ હિંમત. અંદરની શક્તિ અને હિંમતની યાચના માટેનો આ દિવસ છે. ( 4 ) દીવાળી સ્વયં લક્ષ્મીનાં અવતાર સીતાનાં અયોધ્યાગમનનો દિવસ છે. આ લક્ષ્મીપૂજનનો દિવસ છે. દીવા અને રંગોળી દ્વારા તેનું સ્વાગત કરાય છે. ઘર તરફ જતાં લક્ષ્મીજીનાં પગલા કંકુથી બનાવાય છે. બહેતર એ છે કે તમે તમારા ઘરની જ લક્ષ્મીનું આ રીતે સન્માન કરો. ( 5 ) બેસતું વર્ષ અંગ્રેજી વર્ષની જેમ આપણું બેસતું વર્ષ રાત્રિનાં અંધકારમાં નહિં પણ ઉગતા સૂર્યની સાક્ષીમાં શરૂ થાય છે. વડીલો પોતાનાં નાના સ્વજનોને જ્ઞાન, આરોગ્ય, શક્તિ, લક્ષ્મીનાં આશિષ આપે છે. ( 6 ) ભાઈ બીજ કારતક સુદ બીજ મતલબ ભાઈ બીજ. યમરાજા તેની બહેન યમુનાને ત્યાં પધારેલ તેવી માન્યતા છે. રક્ષાબંધનની જેમ ભાઈ બહેનનો આ તહેવાર છે. ભાઈ બહેનનાં ઘરે જમવા જાય અને બહેન તેનાં દીર્ઘાયુષ્યની કામના કરે. દીવાળી મતલબ જ્ઞાન, આરોગ્ય, શક્તિ અને લક્ષ્મીનાં મહિમાનો ઉત્સવ.
रावण नही मरता सिर्फ पूतले जलाने से... रावण तो निकलता है हर नुक्कड़, हर गली से , रावण रहता है हर इंसान के अंदर, अगर जलाना ही है रावण को तो, खुद के अंदर जगाओ राम को । अधर्म पर धर्म की विजय के पर्व दशहरा की आप सब को शुभकामनाएँ ।
"My dear American brothers and sisters... અને તાળીઓનાં સતત ગડગડાટથી આખો સભાખંડ ગૂંજી ઉઠ્યો. 'Ladies and gentlemen' જેવા ઔપચારિક સંબોધનથી ટેવાયેલી અને ઔપચારિક ભાષણો સાંભળી રહેલી અમેરિકન પ્રજાને પ્રથમ વાર સંબોધનમાં આત્મીયતા દેખાઈ. હજારોની મેદની વચ્ચે સામે સ્ટેજ પર એક ભગવાધારી યુવાન વયનાં સાધુ સંબોધન કરી રહ્યા છે. જેને પશ્ચિમની પ્રજા ગુલામ દેશની પ્રજા સમજતી, જે ગુલામ દેશની કોઈ સંસ્કૃતિ નથી તેવું માનતી, એ દેશનાં એક સાધુ પોતાની સામે પોતાનાં દેશની મૂળ આધ્યાત્મિક ઓળખનાં દર્શન કરાવી રહ્યા હતા. ધર્મનાં નામે જ્યાં નર્યા પાખંડો થકી ધર્મને ચોક્કસ દાયરામાં કેદ કરેલ તે હિંદુ ધર્મનું વાસ્તવિક દર્શન કરાવી સનાતન જીવન વ્યવસ્થાનું મહત્ત્વ પશ્ચિમ જગત સામે રાખી દીધુ. 19 મી સદીનાં અંત ભાગમાં હિંદુ ધર્મને વૈશ્વિક કક્ષાએ પહોંચાડવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ હતા સ્વામી વિવેકાનંદ. સ્વામી સચ્ચિદાનંદનાં પુસ્તકોમાં વાંચેલ એ મુજબ આપણે હંમેશા એક કૂવાનાં દેડકાની જેમ રહ્યા. આપણા ચોક્કસ વર્તુળમાં રહી ગયા. સમુદ્રગમન અને વિદેશગમનને પાપ માનવામાં આવ્યું. આવા કારણોસર હિન્દની મહાન સંસ્કૃતિનો પ્રસાર ના થઈ શક્યો. જો તમારી પાસે કોઈ સારી બાબત છે તો તેનો ભરપૂર પ્રચાર પ્રસાર કરો. દુનિયાનાં બીજા લોકો સૂધી ઉમદા વિચારોનો ફેલાવો કરો. વિવાદિત પોસ્ટ જેટલી ઝડપથી વાઈરલ થાય તે રીતે સારા અને ઉમદા વિચારો કોઈ પ્રસારિત કરતા નથી. ભારતવર્ષની ભવ્ય સંસ્કૃતિનાં દર્શન અમેરિકાને કરાવ્યા. હા, સ્વામીજી દ્રઢપણે માનતા કે ભારત દેશની ગરીબ પ્રજાને આધ્યાત્મિક સમૃદ્ધિ કરતા પ્રથમ ભૌતિક અને આર્થિક રીતે સમૃદ્ધ થવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિમાં રિદ્ધિ સિદ્ધિના મહિમા ગવાયાં જરૂર છે પણ અર્થોપાર્જનની આવશ્યક પ્રવૃત્તિને ઘણા બાબા, સ્વામીઓએ અવગણી દીધી છે. પ્રજા બધુ ત્યાગ ત્યાગ કરીને બાબાઓનાં ચરણે આળોટવા લાગે એ જરૂરી નથી. અમેરિકન પ્રજા ભૌતિક સમૃદ્ધિમાં આળોટતી હતી પણ એ સમૃદ્ધિને હેન્ડલ કરવા યોગ્ય દિશા દર્શન ન હતું. શરાબ, માંસમાં લથપથ પ્રજાની વચ્ચે જઈ સ્વામીજીએ ભૌતિક સમૃદ્ધિ સાથે આધ્યાત્મિક ચેતનાની જરૂરિયાત સમજાવી. તત્કાલીન સમયમાં પ્રવર્તતી કુરૂઢિઓ અને જડતા સામે સ્વામીજી સામાન્ય પ્રજા માટે ઉપયોગી એવા ધર્મનાં સિદ્ધાંતો પર ભાર મૂક્યો. રાષ્ટ્રની આધારશિલામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. અમેરિકામાં આજે પણ એ જગ્યાએ Swami Vivekananda way અને તેની પૂર્ણ કદની પ્રતિમા આવેલી છે. ભારત દેશને એવા બાવાઓની જરૂર નથી જે પ્રજાને ત્યાગ, મોહ, મોક્ષનાં ચક્કરમાં જ ફેરવ્યા કરે. ભારત દેશને એવા બાવાઓની જરૂર નથી જે આશ્રમો બાંધી ભક્તો અને ચેલા ચેલકીઓ ભેગા કરી ધર્મને જ ધંધો બનાવી નાખે. ભારત દેશને એવા બાવાઓની જરૂર નથી જે પ્રજાને ચમત્કાર બતાવી, ફોસલાવી, ધૂણવાનાં નાટક કરી કે સભા ભરી લાલ લીલી ચટણી ખાવાનાં લાભ ગેરલાભ બતાવ્યા કરે. ** ભારત દેશને જરૂર છે સમર્થ રામદાસની જે પોતાને ત્યાં સંન્યાસ લેવા આવેલા શિવાજીને સંન્યાસ આપવાની જગ્યાએ ધર્મ અને રાષ્ટ્રનું રક્ષણ કરવાનો બોધ આપે. ** ભારત દેશને જરૂર છે શ્રી કૃષ્ણની જે અર્જુનને રણભૂમિ છોડી મોક્ષ આપવાની સલાહ નથી આપતા પણ શસ્ત્ર ઉઠાવવાની સલાહ આપે છે. ** ભારત દેશને જરૂર છે સ્વામી વિવેકાનંદની જે ત્યાગ, મોહમાયા છોડવાની કે પલાયનવાદી વિચાર નથી અપાવતા પણ બેધડક કહે છે, "ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ માટે મંડ્યા રહો." ** 11, સપ્ટેમ્બર, 1893 ધર્મપરિષદ, શિકાગો, યુ.એસ. આ સ્થળ અને તારીખ છે જ્યાં ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિનાં પશ્ચિમી જગતે સ્વામી વિવેકાનંદનાં માધ્યમથી દર્શન કર્યા. 126 વર્ષ પૂરાં થયા એ વિરલ ક્ષણને....
#મંગલ_12 #માતૃભારતી સમુદ્રનાં પેટાળમાંથી ઉઠેલા ભયંકર તોફાને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ. આ તોફાનમાંથી શું વહાણ સહીસલામત ઉગરી શકશે ? વહાણમાં ઉપસ્થિત સૌ કોઈએ કેવી આફતોનો સામનો કરવો પડશે ? કેવી રહેશે આગળની સફર ? વાંચતા રહો, દરિયાઈ સાહસિક નવલકથા #મંગલ નું પ્રકરણ 12 ~ તોફાનની ઝપટે... લિંક નીચે આપેલી છે. https://www.matrubharti.com/book/19863323/mangal-12
#મંગલ_11 સમુદ્રમધ્યે સમરાંગણ છેલ્લા ત્રણ દાયકાથી આતંકનાં પર્યાય જેવા સોમાલિયાનાં ચાંચિયાઓ હિન્દ મહાસાગરને ધમરોળી રહ્યા છે. ચાંચિયાગીરી નવી વસ્તુ નથી. સદીઓથી વિશ્વનાં ઘણા ખરા મહાસાગરો પર અલગ અલગ સમયે અલગ અલગ પ્રદેશનાં ચાંચિયાઓ બેફામ લૂંટફાટ કરતા આવ્યા છે. ચાંચિયાગીરી પર Pirates of the Caribbean ની હીટ ફિલ્મ પણ બની છે. વીસમી સદીનાં અંતિમ દાયકાઓમાં રાજકીય અસ્થિરતાનો ભોગ બનેલ સોમાલિયાનાં માછીમારોએ નિર્વાહ માટે નવો માર્ગ અખત્યાર કરેલો - ચાંચિયાગીરી. આ 'ધંધા'એ આંતરરાષ્ટ્રીય સ્તરે ભૂકંપ મચાવી દીધો હતો. આ ચાંચિયાગીરી પર આધારિત છે મારી દરિયાઈ સાહસિક નવલકથા #મંગલ નું અગિયારમું પ્રકરણ 'સમુદ્રમધ્યે સમરાંગણ' વાંચો #માતૃભારતી પર. https://www.matrubharti.com/book/19863099/mangal-11
મધદરિયે ખૂંખાર ચાંચિયાઓની સાથે અથડામણ અને તેમાંથી સાથીઓનો દિલધડક બચાવ કરનારા સાહસિક ખારવા ખલાસીની દરિયાઈ સાહસિક નવલકથા 'મંગલ' નો અગિયારમો ભાગ અચૂક વાંચો. #મંગલ_11https ://www.matrubharti.com/book/19863099/mangal-11
https://www.matrubharti.com/book/19862441/mangal-9 સાહસકથા મંગલનું નવમું પ્રકરણ
ઘટાદાર વનરાજીથી ગીચ એવા આફ્રિકાનાં રેઈનફોરેસ્ટ ગણી શકાય એવા જંગલમાં જો દિવસો કાઢવાનાં આવે તો ? આદિવાસીઓનાં સકંછામાંથી છૂટેલા મંગલ અને તેનાં સાથીદારો સામે બીજી કઈ આફતો આવશે ? સાહસપ્રેમી દોસ્તો, વાંચો સાહસકથા 'મંગલ' નું આઠમું પ્રકરણ https://www.matrubharti.com/book/19862233/mangal-8
https://www.matrubharti.com/book/19861832/mangal-6 સરદાર હવે બધું સમજી રહ્યો હતો. તેમણે બધાને કેદ કરી લેવાનો આદેશ આપ્યો. મંગલ પણ આ કારનામાંમાં બરાબરનો ભાગીદાર હતો આથી તેને પણ કેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો. જો કે સરદારે તેને બેડીઓમાં બાંધ્યો ના હતો. તેનાં હાથ સામાન્ય દોરડાથી બાંધેલ હતા. કારણ કે તે તેના માટે ‘ દેવારિકા ’ હતો. મંગલ માટે પણ હવે થોડી ગુંચવણભરી પરિસ્થિતિ પેદા થઈ કારણ કે મંગલ સિવાય બધાને આદિવાસીઓએ મજબૂત રીતે બેડીઓમાં કેદ કરેલ હતા. શું કરવું એ હવે સમજાતું ના હતું. મંગલની આજુ બાજુમાં બે સિપાહીઓ અને સરદાર ચાલ્યા જતા હતા. મંગલ પ્રત્યે સરદાર જરા વધુ કૂણું વલણ દાખવતો હતો. મંગલ પણ હવે અકળાવા લાગ્યો..... To read more, read my story on Matrubharti app ~ મંગલ -6 એક ખલાસીની સાહસકથા By - રવિકુમાર સીતાપરા
https://www.matrubharti.com/book/19861650/mangal-5 મંગલ અને તેનાં સાથીદારોની આદિવાસીઓનાં સકંજામાંથી છૂટ્યા પછીની જંગલમાં વિતાવેલ એક રાત. શું ફરીથી કોઈ સંકટ આવશે ? વાંચો સાહસકથા 'મંગલ' નો પાંચમો ભાગ.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser