×

હું કોઈ અનુભવી લેખક નથી પરંતુ ૧૫ વર્ષ ની ઉમર થી લખું છું. ભણવા માં અત્યંત રુચિ પેલે થી જ રહી છે. આજે એક સોફ્ટવેરે ડેવલપર છું. પણ લખવાનો શોખ એવો જ છે જેવો પેલા હતો કદાચ વધ્યો હોય એવું લાગે છે. મોટીવેટે કરતું લખાણ લખવું ગમે છે. ગાંધી ના વિચારો ને માન આપું છું.

લખેલા લેખ પર પુરુષાર્થનો એકડો ઘુંટતી હું,
દરેક પાત્રે કિરદાર જોડે વફા નિભાવતી હું!
ક્યારેક થાકીને પડતીને ફરી ઉભી થતી હું,
પ્રભુએ આપેલ જીવનનો ક્ષણેક્ષણ માણતી હું.

Read More

બધાથી અલગ તરી આવું, માણસ હું ગુજરાતી.
ગરબે ઘુમુને તાલ ભુલાવું, શોખીન હું ગુજરાતી.
પાણી માંગોને થાળ જમાડું, માયાળુ હું ગુજરાતી.
અરે! દિલ માંગોને દરિયો ખડકું, દિલદાર હું ગુજરાતી.

Read More

બસ પ્રેમ કરો.. ઘણો કરો.. બધી હદો વટાવીને કરો..! વસંતનું આગમન એટલી પ્રેમી હૈયાઓનો તો જાણે તહેવાર આવ્યો. ફેબ્રુઆરી મહિનો શરૂ થાય એટલે જાતજાતના ખિસ્સા ખાલી થાય એવા દિવસો આવે. આ દિવસો અઠવાડિયા માં જતા રહેશે. પણ પ્રેમના કોઈ દિવસો ના હોય. પ્રેમ તો જવાબદારી હોય. અત્યારે ફૂલો ને ચોકલેટ ઢગલોઓ તો કરી દેશો. પણ ઢળતી ઉંમરે, એનો કરચલી વાળો હાથ પકડી ને ચાલી શકશો? કોઈ જ ખોટા વિચાર વગર સ્ત્રીની ગરિમા જળવાય એવો પ્રેમ આજીવન આપી શકશો! ફેબ્રુઆરી આવે ને gf bf ગોતવા જવાનો તહેવાર નથી આ.. પ્રેમનો તહેવાર છે. પ્રેમ વાર, તહેવાર કે મુહૂર્ત જોઈ ને ના થાય! લગ્ન મુહૂર્ત જોઈને થાય.. પ્રેમ નહિ..! પ્રેમ બતાવવાનો વિષય જ નથી. પ્રેમ તો અનુભુવવાનો વિષય છે. પ્રેમમાં જબરદસ્તી ના હોય.. પ્રેમમાં તો ત્યાગ હોય. પ્રેમમાં મરી જવાની વાતો ના હોય. પ્રેમમાં તરી જવાની વાતો હોય. અને હા, આ વેલેન્ટાઈન એ વેલેન્ટાઈન ના મળે તો કઇ નહિ.. જે દિવસે દિલની સત્તા કોક ને સોંપવાનું મન થાય એજ દિવસ તમારો વેલેન્ટાઈન ડે... ❤️

Read More

પ્રોમિસ ડે ના દિવસે ચલો સ્વયંને એક પ્રોમિસ કરીએ...
હું હંમેશા તારા માટે લડીશ.. હું એવો સદાય પ્રયત્ન કરીશ કે તું મારા થી દુઃખી ના થાય.. હું તને સદાય પ્રેમ આપીશ.. હું એવું જીવન જીવીશ કે તને મારા પર ગર્વ થાય..

Read More

વાંચવાનું ચૂકશો નહિ.. અમારા ત્રણ સખીઓનો શબ્દોનો સમન્વય... પ્રતિભાવ આપી અમને પ્રોત્સાહિત કરશો...🙏

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... - ભાગ - ૪' વાંચો
https://www.matrubharti.com/book/19864189/premni-pele-paar-4

Read More

સરખામણી.. સૌથી ખતરનાક બીમારી ને આપણે બધા જ એનો શિકાર છીએ. મેં આ સરખામણી ને બે ભાગ માં વેચી છે.
૧) બીજા જોડે
૨) પોતાના જોડે

બીજા જોડે તો તમે બધા સમજી જ ગયા હશો કે એતો બહુ ખતરનાક. માછલી ચકલી જોડે સરખામણી કરે કે તું તો કેવી ઉડી શકે હું તો કદી ઉડી જ ન શકું. બદલામાં ચક્લી કે હા, સાચી વાત તું પણ કેવી તરી શકે હું તો કોઈ દિવસ તરી જ ના શકું. બન્ને ચિંતામાં ગરકાવ થઈ જાય.

પોતાની જોડે. એતો એથીય વિશેષ ખતરનાક. જેમાં ચકલી વિચારે પેલા તો મારે કેવું સારું હતું નહીં! માળાની બહાર ગયા વગર જ મને ચણ મળી જતું. હવે તો મારે જ ઉડવું પડે છે ને જાતે જ લાવું પડે છે.

ચકલીનું ઉદાહરણ એટલે જ આપ્યું કે ચકલી ની વાતો અજીબ લાગે તો આનાથી ક્યાંય અજીબ વાતો તમે કરો છો. પોતાની જોડે સરખાવું એટલે જીવનના દરેક તબક્કા માં તમે પણ એક જેવા નથી જ હોતા. આજે 50 દાદરા ચડી શકો છો અમુક ઉંમરે નહિ ચડી શકો અથવા ચડી જશો તો હાંફી જશો. તો એવું થાય.. એ નોર્મલ છે. એ સમયે જુના તમને યાદ કરી દુઃખી થવું એ એક પ્રકારની સરખામણી જ થઈ.

પોતાની જાતને આ ફરિયાદ કરતી ચકલીના બનાવો. પાંખો આપી છે ભગવાને, મુક્ત આકાશ આપ્યું છે.. બસ ઉડો ને મોજ કરો...

#ચાલ જીવી લઈએ

Read More