ક્યારેક કવિતાઓ ગુનગુનાવાની મજા તો ક્યારેક લેખમાં સમાજમાં બનતી ઘટનાઓ વિશે પોતાનો વિચાર રજૂ કરવાની મજા, ક્યારેક નવલકથામાં એક નવું જ જીવન જીવવાની મજા તો ક્યારેક ઓછા શબ્દોની બાઇટ્સ લેવામાં મજા. આ બધું જ શક્ય બન્યું માતૃભારતી જેવા સુંદર માધ્યમથી. વધુમાં વધુ લોકો સુધી પહોંચવા અને મારી રચનાઓ પહોંચાડવા માતૃભારતીનો હું હંમેશા આભારી રહીશ. મારી રચનાઓ વાંચતા રહો ને તમારો પ્રેમ આપતા રહો એવી જ આશા.

❤️ યાદોનું વંટોળ ❤️
**********************

પ્રયત્નો કર્યાં પામવાના તને, પણ સફળ ન થયો હું,
અધૂરી તારી ચાહત સાથે, રોજ ઉદાસીમાં જીવ્યો હું,

વિચારોમાં તારા ભૂલી ભાન, ભટક્યો સાચા પંથેથી હું,
લાગણીઓને ઠાલવતા ઠાલવતા, અશ્રુઓથી ભીંજાયો હું,

ખુશીઓના માહોલથી રહી દૂર, પોતાને પંપાળતો રહ્યો હું,
એકલતાના વાદળોની વચ્ચે, પ્રેમની વાછટ શોધતો રહ્યો હું,

અડીખમ ઉભેલા મનને મારા, રોજ મનાવતો રહ્યો હું,
વાતો વાતોમાં યાદ કરી તને, લાચાર બની જીવતો રહ્યો હું,

કાગળ પર કલમને ટેકવી, શબ્દોને જોડતો રહ્યો હું,
પંક્તિએ પંક્તિએ બસ તારો જ, ઉલ્લેખ કરતો રહ્યો હું,

દોસ્તીના બંધનથી બંધાયો, તારા કહેવા પર જ હું,
તોડી બંધને જયારે ગયા તમે, તાંતણાઓ ભેગા કરતો રહ્યો હું,

છબી પર તારી હાથ ફેરવી, વ્હાલ કરતો રહ્યો હું,
ઉઘાડી આંખે રોજ તારા, સપનાઓ જોતો રહ્યો હું,

કવિતા લખી આજ મનને, હળવું કરતો રહ્યો હું,
શબ્દે શબ્દે ફક્ત તને જ, યાદ કરતો રહ્યો હું

**********
❣️ઈરફાન જુણેજા "ઇલ્હામ"❣️
(અમદાવાદ)

Read More

❣️સુખ❣️
************
તારા એ હસમુખા ચહેરાને હસતો રાખીશ,
તારા હોઠો પર સદાય નામ મારું રાખીશ..

આંખો રહેશે ચમકતી મને રોજ જોઈને,
મારા ઘરનું સરનામું એટલું તારી નજીક રાખીશ..

એકલતાને તારી પાંજરામાં પૂરીને રાખીશ,
ચા સાથે વાતોમાં મીઠાશ ભરપૂર આપીશ..

જીવન નહીં લાગે બોજ હવે જરાય તને,
બસ લાગણીઓ એટલી ભરપૂર આપીશ..

સપનાનોમાં તારા તને હેત ભરપૂર આપીશ,
નીંદર ઉડાવી તારી તને યાદો મારી જ આપીશ..

મલકાશે ચહેરા સાથે હૈયું રોજ તારું,
જયારે શરીરની સાથે આત્માને સુખ આપીશ..

મારી કવિતાઓમાં તને પ્રેમની વાછટ આપીશ,
સુખ મળશે તનેય જયારે તું દિલથી મને અપનાવીશ..

ખૂટી પડશે શબ્દો પણ જતાવવા લાગણીઓ,
અનહદ હેતથી તને જીવનમાં એ સુખ આપીશ..

***
❣️ ઈરફાન જુણેજા "ઇલ્હામ" ❣️
(અમદાવાદ)

Read More

શું કહું?

***

મળીને ન મળવાની તારી આ કોશિશને શું કહું?
પ્રીતની આ અધુરાશને શું કહું?

જીવનમાં સાથે રહી તડપને દિલમાં વસાવી,
તને રોજ જોઈ ન પામવાની આશને શું કહું?

શબ્દો વિચારીને લખાતી પંક્તિઓમાં,
વર્ણવાયેલી મારી લાગણીઓને શું કહું?

તારા નયનોથી મળેલા ઝખ્મોને જતાવી,
મલમની આશ રાખતા આ હૈયાને શું કહું?

વિચારોમાં કૈદ રહેલી યાદોને તારી,
આઝાદ કરવા મથતા આ દિલને શું કહું?

હાથ ઉઠાવે કલમ લાગણીઓને ઠાલવવા,
મન અને હાથના એ સંવાદને શું કહું?

મોડી રાત્રે ઉડી જતી નીંદરમાં આવેલા,
તારા એ હસીન સપનાઓને શું કહું?

તારા પાછા ન ફરવાના મળેલા સંદેશાને,
રોજ જોઈ છલકાતી આ આંખોને શું કહું?

***
ઈરફાન જુણેજા "ઇલ્હામ" ❣️
અમદાવાદ

Read More

બંધનો બધા તોડીને આવ,
પ્રેમને તારા તું નિભાવવા આવ..
છોડી મોહમાયા તું સામે આવ,
દિલ ને મારા મનાવવા આવ

યાદો તારી સતાવતી રહેશે,
નારાજગી તારી જાણે જીવ લેશે..
શું કામ ને સતાવે છે ઘડી ઘડી,
જિંદગી એક'દી જતી રહેશે..

સંબંધ સાચવવા પાછું ફરીને જો,
એકવાર તું ફરી બાથ ભરીને જો,
વ્હાલ નથી થયો જરાય ઓછો,
તું તારા દિલને એકવાર મનાવી તો જો...

Read More

આપણી રચનાઓ વિનામૂલ્યે પ્રકાશિત કરી જાહેરાતનો સારો એવો ધંધો કરાવતા હોઈએ. આપણા જેવા જ અનેક લેખકો દ્વારા લખાયેલી અદભુત રચનાઓથી સફળતાની સીડી ચડેલ પ્લેટફોર્મ કે એપ જો તમારી પાસે જ subscription ના પૈસા માંગે તો શું તમને દુઃખ ન લાગે?

250 થી વધારે બાઇટ્સ, 110 થી વધારે વાર્તાઓનું કલેક્શન વિનામુલ્યે તમે અર્પણ કર્યું હોય ફક્ત રાઇટ્સ તમારા રહે અને એને ડીલીટ કરવાના પણ એક્સેસ ન મળે તો શું તમને દુઃખ ન લાગે?

જો તમને પણ મારી જેમ આવા જ સવાલો હોય તો સમય છે Matrubharti ને લેખકો અને રચિયતાઓના મનની વાત કહેવાનો. આમાંથી ઘણાય મારી જેમ ત્રણ-ત્રણ વર્ષથી માતૃભારતી સાથે જોડાયેલા હશે અને આવેલા આ સબસક્રીપ્શનના મુદ્દાથી દુઃખી થયા હશે. એક સો ઉપર વાર્તાઓ લખ્યા પછી પણ આજે લખવા માટે પૈસા ભરવા પડે એવી પરિસ્થિતિમાં ઘણાં ઉભા હશે. તો શું આપણે અહીં લખીએ અને સબસક્રીપ્શન ન ભરીએ તો આપણે લખવાના હકને પાત્ર હોવા જોઈએ કે નહીં?

તમારા જવાબો મને કૉમેન્ટમાં લખીને મોકલો અને આજીજી કરું છું માતૃભારતીને કે જે લોકોની ઓલરેડી 50 થી વધારે વાર્તાઓ છે એમને ફ્રી સબસક્રીપ્શન આપો અને જો કોન્ટેન્ટ કોલીટી વાળો ન મળતો હોય તો સુધારા માટે રિજેક્ટના ઓપ્શન રાખો. 🙏🙏🙏

--
એક લેખકના મનની વાત

Read More

મજબુર છું જવાબદરીઓમાં,
પણ આઝાદ છું મારા વિચારોથી..

-Irfan Juneja

अल्फ़ाज़ों में सक्कर घोल रहे हो,
लगता है मीठी बाते बोल रहे हो..
वज़ूद रहेगा अगर दिल की बाते कहोंगे,
ऐसे तुम न जाने क्यूँ वक़्त बर्बाद कर रहे हो।

-Irfan Juneja

Read More

जिंदगी मानो थम सी गयी है,
हँसी को नज़र लग गई है,
अब तो बता दो तुम,
कब आओगे लौटकर..

-Irfan Juneja