ખળખળ વહેતા વિચારોને વાચા આપવી અને હૈયાસોંસરી ઉતરી જતું વાંચન કરવાના હેતુથી અહીં આવેલ...કલમ અને શ્યાહી જેવું છાપ પાડતું વ્યક્તિત્વ અને એક નવલકથા જેવું જીવન...

वो बाँटते रहे वहाँ,
खेरात में ख़ुशियाँ,और...
यहाँ,गरीब ग़म की चादरमें,
बेफ़िक्र सो गया...

-રેનીશ...

તારી વાત,મને સમઝાય...
અમસ્તું ફૂલ,પણ હરખાય...
રેતીમાં ફેરવે,તું આંગળી...
ને, નામ મને, મારું વંચાય...

-રેનીશ...

કરાવી યાદ મને,
ઝૂઠો ઠરાવી
ક્યાંક હસાવી,
મને ફરાવી
હારી ગયાં એ હવે,
મને હરાવી...

-રેનીશ...

ચાલ,બેફામ થઈએ...
પ્રેમનાં,ગુલામ થઈએ...
તું દોડી આવ,મારી પાસે...
થોડા વધું,બદનામ થઈએ...

-રેનીશ...

અજવાળે,અજમાવે...
સરળતાથી,શરમાવે...
નાંખી પ્રણયનો રંગ...
તું,ભરોસે ભરમાવે...

-રેનીશ...

મને માંગી,મને
ભૂલી જાય તું...
હોય પ્રીત અને
ચાલી જાય તું...
સાવ આમ ઓછી
કિંમત કરીને...
છું અણમોલ,
બોલી જાય તું...

-રેનીશ...

Read More

છે સફર,અને સુંદર
સાથ,તારો સંગાથ...
સરનામે,વહેલી સવારે
પહોંચી સગડ...
કે કરી સંચાર,
થયો સક્રિય,સંગ્રહ...
સંખ્યાબંધ,સ્નેહનો...
સંકોચ વિના બની...
તું,સંગી સખી...

-રેનીશ...

Read More

આરંભી એક અઘરી સફર...
ફેંકી મેં લલકાર...
હોય વીર તો આવ મેદાન...
ખેંચી મેં તલવાર...
હું ભીલ શાંત રહું તેજ સારું...
બાકી મારાં કિસ્સાઓમાં કર્યા સાવજ શિકાર...

-રેનીશ...

Read More

નથી ગમતો તારો,
કાયદો હવે તો...
કરી અબોલા શું,
ફાયદો હવે તો...
ચાલે સાથેજ મારી,
પરંતુ લાગે રસ્તો,
અલાયદો હવે તો...

-રેનીશ...

Read More

હૃદય મારુ,તારાં જ વિચાર વેંચે...
તારું હોવું ફક્ત મને,ખરેખર ખેંચે...
છે અહીં અઢળક વરસાદ, પ્રેમનો...
મનની માટીમાં,સપનાઓ તું સીંચે...

-રેનીશ...

Read More