હું પોતે જ શું લખીશ હવે મારા વિશે, ઘણાય શબ્દો છે કક્કા-બારાખડીમાં, જોડી લો તમતમારે. અને એટલું પૂરતું ના હોય તો થોડોક વાંચો મને, ખરું કહું છું, સમજાઈ જઈશ. સાવ અઘરો પણ નથી હું.

લઇ અને સંદશ તમારો બેઠા અમે નજીકમાં,
કે ઘડી આવે ને મળે બીજો સંદેશ તમારો હજીકમાં.
-રોહિત પ્રજાપતિ

Read More

યાદ કોઈણી આવતા જ આંસુ મારા સરી પડે છે,
ન જાણું એમની ભૂલ, આંસુ માત્ર સરી પડે છે.
શોધવા બેસું ભૂલ, તો વખત એમ જ સરી પડે છે,
ઉપાધી એવી આવી, તો કહેતા જ કોઇથી કહેવાઈ ગયું
પ્રેમ જયારે થાય તો સમય ક્યાંક સરી પડે છે,
ને સમય ઘડીક વીતે તો પ્રેમ ક્યાંક સરી પડે છે.
-રોહિત પ્રજાપતિ

Read More

अलमारी खुली अटैची खुली पड़ी थी,
बस बंद थी दीवारें उस घर की जो शायद कभी न खुलने वाली थी,
टकरा टकरा कर बंद हुए उस दरवाजे में उस घर की खुशियों की उंगली आ गई,
तड़प तड़प कर मर गई खुशियां, न कोई रोग था न बुरी आदत थी,
छोटे-छोटे चार मटके थे कोने में पानी से भरे हुए,
जो कभी भी बहने को तैयार थे,
सफेद साड़ी में चिंगारी रो-रो कर सूख चुकी थी,
एक सेतू था उस बड़े मकान से इस झोपड़ी तक जो टूट गया अंधेरे में,
वह गलती सही में कर्मचारी की थी सरकारी,
पर भुगत रही थी बस वह अकेली चिंगारी।

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'મારો પ્રેમ અને તારી વાર્તા - 6' વાંચો
https://www.matrubharti.com/book/19868712/my-love-in-between-your-writings-6

સુખનો કામળો ઓઢીને હું દુઃખને પારખું છું,
એને મળવું હોય તો એ નજીક આવે,હું જરીક આળસુ છું.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'મારો પ્રેમ અને તારી વાર્તા' વાંચો
https://www.matrubharti.com/book/19865283/my-love-in-between-your-writings

https://gujarati.matrubharti.com/book/19869314/senmi-1

મારી નવી વાર્તા "સેનમી" પ્રસ્તુત છે, વાંચો અને પ્રતિભાવ જણાવો.

લોકો કહે છે ઉનાળાની સાંજે ફરવાની બહુ મજા આવે છે. આવી જ મજાની ચકાસણી કરવા માટે હું પણ એક આવી સાંજે ઢીંચણ સુધીનું ઢંકાય એવું નાનું પેન્ટ પહેરીને નીકળી પડ્યો વડોદરાની સેર કરવા. મારા રૂમની નીચે એક ચા વાળો છે. ચા તો એ સારી બનાવે જ છે,પણ કોણ જાણે કેમ પણ મને એવું લાગે એને ત્યાની સિગારેટ નો ટેસ્ટ પણ કઈક અલગ જ હોય છે. એક કટિંગ ચા ની ચૂસકી અને સાથે ગોલ્ડફ્લેક લાઈટ ની એક ફૂંક ની સાચી મજા તો બેચલર લોકો જ માણી શકે. મારા પગે ચા ની મજા લઈને પોતાનું કામ ચાલુ કર્યું. હું હજુ તો બદામણી બાગ જ પહોંચ્યો હોઈશ ત્યાં તો એક પુરપાટ ઝડપે આવતી કાર મારી બાજુ માંથી પસાર થઇ. મારી નજર ડ્રાઈવર સીટ પર પહોંચે એ પહેલા તો કાર મેઈન રોડ પર પહોચી ગઈ. ખબર નહિ ટ્રાફિક સિગ્નલ ચાલુ હતુ કે બંધ, ઈન્ડીકેટર મારી નજરો થી દુર હતુ, અને આમેય નજીક હોય તોયે મારે તો આંખોના નંબર છે તો ચેક કરવા માટે થોડોક સમય માંગી લે એવું છે. સામે જોઉં છું તો કાર નું બોનેટ અને એક આધેડ સ્ત્રી ના પગ વચ્ચે જોરદાર નો અલ્પજીવી ઝઘડો થઇ પડ્યો છે. હું ત્યાં પહોંચું છું ત્યાં તો લોકો આજુબાજુથી માનવતા નો સહારો લઈને સ્ત્રીની પડખે આવી ચડેલા, જોકે બેન ને કઈ ખાસ લાલ કલર નું વાગ્યું નહોતું, એ ઉભા નહોતા થઇ શકતા. ખાલી ઉભા કરવા પણ કઈ કેટલાય લોકો ના ફોન માં ૧૦૮ દબાવાઈ ગયો. કેટલાકે તો એટલે કે મોટાભાગના એ તો આધેડને એકબાજુ મૂકી ને કાર ના કાચ માંથી ડ્રાઈવર ને બહાર કાઢી ને હેય ને દે દના દન આપવા લાગી. આ આપવા વાળાઓ ના મોઢા પર મને એટલા ક્રોધભર્યા મુખ ચિન્હો દેખાતા હતા કે કદાચ આ આધેડ એ બધાના ઘર માં જ ખાઈ પી ને મોટી થઇ હશે. તેમ છતાયે આપણે એવું બોલાય નહિ કેમકે એમનો ક્રોધ બહુ જ વધારે પડતો હતો અને જો આવું કઇક આપણા મોઢા માંથી ભૂલથી પણ નીકળી જાયતો એમનો ક્રોધ ફરતા વાર જરીક પણ ના લાગે. આપડે તો ભાઈ આપડા થી થાય એવું કામ કરવા લાગ્યા. પેલી સ્ત્રી ને ખભે થી પકડી ને ડિવાઈડર પર બેસાડી, બાજુ ના ગલ્લા પરથી પાણી મંગાવી ને મોઢા સુધી લઇ જવામાં મદદ પણ કરી. લોકો ના જબરદસ્ત ધિક્કાર વચનો સાંભળવા મળ્યા, “ટ્રાફિક વાળાઓ એ ધ્યાન રાખવી જોઈએ ને”, “આજકાલ કોઈને ટ્રાફિકનું ભાન જ નથી“, એટલામાં મારા કાને એમ્બુલન્સ નો સિગ્નલ નો અવાજ સંભળાયો, પણ આ શું? જયારે એમ્બુલન્સ માંથી એક ડોક્ટર નીકળીને આ સ્ત્રી ને લઇ જવા નો પ્રયત્ન કરવા લાગ્યો તો બીજી બાજુ થી એક ભાઈ ને પણ બે જણ ઉપાડી ને લાવતા હતા, મોઢું એનું લોહી થી ખરડાયેલું હતુ,લંગડો ચાલતો હતો શર્ટ તો એજ હતુ જે પેલા ડ્રાઈવર એ પહેર્યું હતુ, આજુ બાજુ ના અણવર બોલ્યા ,”આને પણ લઇ જાઓ હવે”. મારી આંખો એ તો બંનેને જ જોઈ રહેલી. વિચારું છું કે સેવા કોની કરવી જોઈતી હતી? આ બેન ની કે પેલા ડ્રાઈવર ની?

Read More

"પરફેક્ટ કપલ"

એક કપલ કેવું હોવું જોઈએ? જુવાનીનો સળગતો સવાલ. જવાબ આપો, પરફેક્ટ? એકદમ પરફેક્ટ? જરાય નહીં.મારા હિસાબે પરફેક્ટ કોઈએ પણ હોવાની જરૂર જ નથી. કોઈ એક ઇમપરફેક્ટ હશે તો બીજું તેને પરફેક્ટ બનાવવાનો અને પહેલું પરફેક્ટ બનવાનો આનંદ લેશે. કાલે સમી સાંજે મળ્યો સરોજને. હિચકી લેતા હૃદયે બોલી,"રોહિત , મજા નથી આવી રહી. કદાચ કોલેજનું જીવન વધુ સરળ હતું. એ વખતે દિવસો ઝાલ્યા હાથમાં નહોતા રહેતા હવે લગ્ન પછી ગણી ગણીને જાય છે". મેં એની સામે હળવા હાસ્યથી માત્ર જોયું. મને લાગ્યું એક આખો વર્ગ જાણે એ કપલને જોઈ રહ્યો હોય, અને ટાણું મારી રહ્યો હોય,"ના કીધી હતી બધાયે તોયે કર્યા લવ મેરેજ હવે ભોગવે". તો સામેથી સંવાદ વાગે, " અરે એ શું ભોગવવાના, ભોગવે તો એમના મા બાપ છે. બિચારા લગ્ન વખતે પણ કોઈને મોઢું ના બતાવી શક્યા ને હવે પણ નહીં". મેં પાણીનો ગ્લાસ આગળ ધરીને પૂછ્યું, " પણ કેમ સરોજ, વાંધો ક્યાં આવે છે? તમારી વચ્ચે તો ખૂબ જ સારું અંડરસ્ટેન્ડિંગ હતું ને?
"અરે એ અંડરસ્ટેન્ડિંગે જ તો ભવાઈ નીકળી છે ને" કોરા નિશ્વાસ સાથે સરોજ એ જવાબ વાળ્યો.
મને પહેલી વાર આજે સમજુ કપલનો ઝઘડો જોવા મળી રહ્યો હતો. કજોડા તો ઘણાય છુટા પડ્યા પણ સજોડા? એમનું શુ? એતો બધી પરીક્ષાઓમાં પાસ હતા ને? "પણ અચાનક વાંધો શુ?"
એ હવે સતત મને સમજણના પાઠ જ સમજાવતા રહે છે. ક્યારેક તો લાગે છે હું એમની વાઈફ નહીં પણ સ્ટુડન્ટ છું. મારી વાત ને અધવચ્ચેથી કાપીને એ બોલી.
અમારા કોમન ફ્રેન્ડ્સ ને જ્યારે અમે મળીએ ત્યારે એ ગણાવ્યા જ કરે, "સરોજને તો શોપિંગનો શ પણ મેં જ શીખવાડયો. રસોઈનો ર પણ મેં જ શીખવાડયો. એ બધું તો છોડો દરરોજ ડાઇનિંગ ટેબલ પર મોટીવેશનનો ડોઝ હું સરોજને ના આપુને તો સવારે ઢીલી ઢસ. એની એક એક નિષ્ફળતા પર ઢગલે ને ઢગલે રડે". એક જ શ્વાસે એ મારા સામેના ટેબલ પર વરસી પડી. પહેલા તો મને વિશ્વાસ ના આવ્યો કે આવુ અમારા બધાનો ફ્રેન્ડ જયદીપ કરતો હશે ખરો? પણ કદાચ સરોજ ના વહેવાની તૈયારીમાં હતા એ આંસુએ મારી શંકાનું ખૂન કર્યું. મને લાગ્યું આવું કેમનું થતું હશે? પછી થયું કદાચ વધારે પડતું અંડરસ્ટેન્ડિંગ આ બધા પાછળ કામ કરતું હતું. મૌનમાં રહીને પોતાના મન સાથે ઝગડયા કરવું એના કરતાં થોડુંક બોલીને સામેના પાત્ર સાથે ઝગડી લેવું સારું. થોડાક અબોલા અને મીઠા ઝગડા વગર પ્રેમ કિનારે નથી પહોંચતો. અને પહોંચે છે તો એની ઉજવણી નથી થતી. એ વખતે સરોજ મારી પાસે કોઈ સલાહ લેવા નહીં પરંતુ મન ખાલી કરવા આવી હતી, એ વાત મેં એની આખી કથની સાંભળ્યા પછીના એના ચહેરા પરના સંતોષ પરથી જાણી. મેં પણ એને કોઈ જ સોલ્યુશન ના આપ્યું, પણ એને સાંભળી. ક્યારેક ભાવોની ઉભરામણી થતી હોય એટલે એને યોગ્ય પાત્રમાં ખાલી કરવા જરૂરી છે. પ્રેમ માત્ર પંપાળવાથી પણ નહીં અને હાલ પર છોડી દેવાથી પણ નહીં, વખતોવખત સંભાળવાથી વધે છે. પ્રિયજનને કૉફી પસંદ છે એની જાણકારી રાખવા કરતા બનાવીને પીવડાવવી ખૂબ જરૂરી છે. એવી જ રીતે તૈયાર કોફીની આદત પાડવા કરતા કોક દિવસ ડાઇનિંગ ટેબલ પર આપણી ચા ની રાહ જોવી પણ એટલી જ જરૂરી છે.

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'મારો પ્રેમ અને તારી વાર્તા' વાંચો
https://www.matrubharti.com/book/19865283/my-love-in-between-your-writings