હું ડૉ.રિધ્ધી મહેતા "અનોખી" વ્યવસાયે એક હોમિયોપેથિક ડોક્ટર છું સાથે જ લેખક બનવાની સફરમાં  આગળ વધી રહી છું... હું નવલકથા, નવલિકા, કાવ્યો, ટુંકી વાર્તા માઈક્રોફ્રિક્શન ,આરોગ્ય લેખ વગેરે લખું છું. ઓનલાઈન એપ્લિકેશન પ્રતિલિપિ, માતૃભારતી, સ્ટોરીમિરર, શોપિઝન પર મારૂં લખાણ વાંચી શકો છો. 'પહેલ પાખવાડિક અંક અને હાર્ટમેગેઝિનમાં, વતનનીવાત, દિવ્યભાસ્કર, જંગ એ ગુજરાત, જામનગર પોરબંદર ન્યુઝપેપર, બોટાદ ન્યુઝપેપરમાંમાં મારી રચનાઓ પ્રકાશિત થાય છે... સાહિત્યનાં સફરમાં ખૂબ આગળ વધવું છે. ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"

26મી જાન્યુઆરી ૨૦૨૦ ની રોમાંચક સંધ્યા..આજે મારી ખુશીનો પાર નહોતો. માતૃભારતી અને ટી પોસ્ટનાં સંયુક્ત ઉપક્રમે શબ્દોત્સવ - ૩ માં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની મોટી ઈબુક એપ પર આખાં વર્ષ દરમિયાન વધારે વાંચકો, ડાઉનલોડ પ્રાપ્ત કરનાર લેખક તરીકે મને એક સમ્માન સાથે એવોર્ડ મળ્યો. આ મારાં માટે બહું ખુશીની વાત હતી. આ માટે માતૃભારતીની સમગ્ર ટીમનો અંતઃકરણ પૂર્વક આભાર. મારી સાથે જ મારાં સહલેખકો જતિન પટેલ, સાબિર શેખ, વગેરેને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો. આ સુંદર પ્રસંગમાં ભાગ લેવાનો અને સાથે જ એક માનપૂર્વક રિડર્સ ચોઈસ એવોર્ડ મેળવવાનો અવસર મળ્યો એ માટે મારી જાતને ખૂબ નસીબદાર માનું છું.


ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"

Read More

પર્યાય...એકબીજાનો !!


કરવુ શું હતું ને થઈ ગયું શું,
શમણું પત્યુ નહી ત્યાં સવાર થઈ ગયું.

હજારો સપનાંઓ હોય છે એક દીકરીના પણ,
શું એ સ્ત્રી બનતા થોડા પુરા થાય છે??

પરાયા ઘરમાં ભળવાનો સ્ત્રીનો વણલખ્યો કાયદો,
ક્યારેક એની પણ સંવેદનાઓ કુણી નંદવાય છે!!

એક પુરુષ પણ નથી ઓછો પીસાતો,
સંબંધોરૂપી એ મહાસાગરની ભરતીને ઓટમાં.

આખી જિંદગી લાગણીઓ ધરબાવે છે,
આંસુને પણ એ પાંપણોમાં છુપાવે છે.

સ્ત્રી પુરુષ છે ગાડીનાં બે પૈડાં,
આપે જો એકબીજાને સન્માનરૂપી પ્રેરણા.

જીવનનૈયા તો બધાંની ચાલે છે,
પતિ પત્ની જો બને પર્યાય..એકબીજાના,
જિંદગી અહીં જ સ્વર્ગ બની જાય છે!!


                           ડૉ.રિધ્ધી મહેતા"અનોખી"


                    ***************

Read More