મુસાફર

કઠોરતા ક્યાં વાપરવી શીખી લો સાહેબ, નરમ દિલ છે.
હજાર ટૂકડા કરતા પણ વિચારશે નઈ આ પથ્થર દિલ દુનિયા.
#નરમ

પાનખર ના "મુસાફર" એ વસંતની વાટ પકડી છે,
લાગે છે પથ્થર જેવા હૈયા એ પ્રેમની વાટ પકડી છે.
#વસંત

હું રાહ એકલી પાર કરીશ "મુસાફર"
તું મારા પ્રેમમાં એક પગલું તો માંડ
#પગલું

https://youtu.be/6NqNiSBz4IE
કોરોના કથા
by Rinkal Chauhan

epost thumb

સુના રસ્તાઓ, સ્વચ્છ શહેર, ગામડે ભીડ, આહલાદ્ક સવાર,
અહા! અદભૂત ચિત્રકાર, બેજોડ કલા, બેનમુન ચિત્ર.
#ચિત્ર

गुरुर था इन्सान हूं; बेहद हूं , कद से बड़ा था अभिमान।
सुनी सड़कें गवाह हैं "मुसाफिर", तु है मात्र नश्वर इन्सान।

Read More

બરાબરની ભાગીદારી હતી જે સંબંધમાં મારી,
તું એકલો નિર્ણય લઈ તોડી નાખે એ બરાબર છે?
#બરાબર

એક દીવો લઈને હું આમ ચાલી,
લજ્જામાં સર્વોપરી શહેરમાં ખુલ્લેઆમ ચાલી.
.
શોધવા જિંદગીની રાહ પર ચાલવાનું કારણ,
એક મુસાફર બની હું બસ આમ ચાલી.
.
એકલા તો કેવી સફર સ્ત્રી જાતની હોય,
શોધવા એવા જવાબ સરેઆમ ચાલી.
.
એક દીવો લઈને હું આમ ચાલી,
સુરજ વિહોણા શહેરમાં ખુલ્લેઆમ ચાલી

Read More

કપડાં જોઈ ચરિત્ર ના માપો સાહેબ,
ઘુઘંટ માં પણ સાસરિયાં નો આદર નથી થતો.
#આદર

તને જોવામાં જ આ સાંજ આમ વહી ગઈ,
કલ્પનામાં પણ તું કેટલો વહાલો લાગે છે.

રૂબરું મિલન આજનું કાલ પર રહી ગયું,
હોય જો તારી ના, તોય તું મને મારો લાગે છે.

Read More