Quotes. Poems. Stories. લખવું એ મને વારસા માં મળેલું છે...પણ હજુ તો મારી શરૂઆત છે...લાગણી ની ભીનાશ કોને નથી હોતી ? સૌને હોય છે.તેમાં ભીંજાવનાર આ કલમ બસ વહ્યા જ કરે...મારી મૌન ભાષાને વાચા આપતી રહે... follow me on Instagram....

દુનિયા, સમાજ લોકો દ્વારા જ બને છે. સમાજ માં મોટા ભાગે જેવી લોકોની માનસિકતા હોય તે પ્રમાણે વિચાર સરણી હોય છે. પરંતુ દુઃખની વાત ત્યારે બને છે જ્યારે થોડા સડેલા સમાજ ની સાથે સારો સમાજ બદનામ થાય. જેમ કે.... આપણા ઇન્ડિયન સમાજ માં દીકરો માબાપ ને સાચવે છે. તેવી પ્રણાલી છે. જો દીકરો સાથે રહેતો હોય તો વાંધો નહિ, પરંતુ જો સંજોગો વસાત દૂર રહેતો હોય તો સમાજ એમ જ માને છે કે દીકરો કેવો છે માબાપ થી દુર રહે છે તેઓ ને સાચવતો નથી.
પરંતુ એવું પણ બનતું હોય છે કે દીકરાને પોતાની જોબ દૂરના સ્થળે મળી. તે માબાપ ને લઈ જવા માંગે છે પણ માબાપ તેની લાઇફસ્ટાઇલ છોડવા માંગતા જ નથી. દીકરો જ્યાં રહે છે ત્યાં બધી જ સગવડ કરી આપવા માં આવે છતાં માબાપ આવે નહીં. ત્યારે દીકરો શું કરે. પછી સમય જતાં દીકરો પણ વૃદ્ધ થવા ડગ માંડે અને માબાપ વધુ અશક્ત થાય, પોતાની જાતે કરી ન શકે, બીજા દ્વારા કે જો દીકરી તે જ ગામ માં રહેતી હોય તો તેની દેખરેખ માં રહેવું પડે ત્યારે સમાજ ને મો આવે કે માબાપ બિચારા છતે દિકરે એકલા છે .....તો આ ક્યાંનો ન્યાય ! શામાટે આ બાબત માં દીકરો જ બદનામ ? શું તો માબાપ તરીકે જ્યાં દીકરો હોય ત્યાં રહીને પોતાની વર્ષો ની લાઈફ ચેઇન્જ ન કરી શકાય ?
સમાજ માં પાંચ માંથી એક દીકરો સારો હોય છતાં સમાજ તેને પણ અન્ય ચાર જેવો જ ગણે છે દુઃખ ત્યારે થાય છે કે શામાટે આવો અન્યાય ?
દીકરો જ્યાં જોબ કરે તેની જવાબદારી હોય, એ સિવાય પોતાના કુટુંબ ની હોય , એ ઉપરાંત અન્ય અનેક કાર્યો હોય , રોજ માબાપ જ્યાં પણ હોય ત્યાં ફોન કરી ને ખબર અંતર પૂછે. (માબાપ ને સાચવી નથી શકતો તે ગિલ્ટ સાથે) જો એક બે દિવસ અન્ય કામ માં કાર્યરત હોય... ને ફોન ન થઈ શકે તો તેનું હૈયું વલોવાતું હોય તે દરેક ને ના દેખાય પણ સમાજ ની દ્રષ્ટિ એટલી ટૂંકી થઈ જાય કે વિચારે કે ,"જોયું આજે બે દિવસ થયા ફોન પણ ના કર્યો". શું ત્યારે એ જ માબાપે સામેથી ફોન કરી ને ખબર અંતર આપ્યા હોય તો! ત્યારે દૂર બેઠેલા દીકરા ને પણ ખુશી મળે કે મારા માબાપને પણ મારા માટે એટલી જ ચિંતા છે. જે દૂર હોય છે તે વધુ એકલતા અનુભવતું હોય છે એ વાત કોઈ નથી સમજી શકતું. દૂર રહેલા લોકો પોતાના ફ્રેન્ડસર્કલ સાથે ફરવા ના એક બે ફોટા મોકલે તે ઉપર થી એવો અંદાજ બિલકુલ ના લેવાય કે દીકરો ખૂબ ખુશ છે કેવો જલસા કરે છે કારણ કે પોતાના સ્વજનો થી દુર રહેતા લોકો ને હૂંફ મેળવવા સામે થી જુગાળ કરવા પડે છે . ફોટા માં હસતા કે એન્જોય કરતા જોઈને એવું માનવું કે તેઓ ખુશ છે તે ભૂલ ભરેલું છે. હંમેશા દીકરો ખરાબ જ હોય તેવું નથી હોતું. કારણકે જે માબાપે દીકરી ને મોટી કરી છે તે જ માબાપે દીકરા ને પણ મોટો કર્યો છે તો માબાપ તો બન્ને ના ઉછેર માં બાંધછોડ ના કરે ને ? તો પછી દીકરો જ કેમ બદનામ ?ક્યારેક દીકરા ને જોવાનો સમાજ નો દ્રષ્ટિકોણ પણ બદલાય જાય ને તો સમાજ છે તેના થી પણ વધુ સુદ્રઢ બની જાય.

Read More

सही है....
जिंदगी एक चक्रव्यू है
कभी कभी जिंदगी कितनी भी सरल करे
फिर भी उलझनों में फसते ही जाते है
कभी कभी संवेदनशील होने की वजह से
संबंधों में अनजान चक्रव्यू कब बन जाता है
पता ही नही चलता....

-Shree...Ripal Vyas

Read More

भूल जाना ही बेहतर है
हर वो लम्हे जो दिल को परेशान करे
दोस्त बना लो उम्मीद को
जो देता है चहेरे पर मुस्कान

-Shree...Ripal Vyas

Read More

कटी पतंग सा जीवन हो गया है
न उत्सव की रोनक न मिलने का अवसर
आशा के तरंग जैसे नैया पे बैठ हुए है
समय ने समझाई सांसो की कीमत

-Shree...Ripal Vyas

Read More

ઘડતર ત્યાં
હોઈના પડતર
માત્ર હોય ઊજાગર

-Shree...Ripal Vyas

सोचते सोचते हमे नही पता था कि
ऐसा भी हो सकता है
ये कोविंद नामक राक्षस कुछ भी
अनहोनी कर सकता है
इसीलिए अपनो से अक्सर बाते
कर लिया करो

-Shree...Ripal Vyas

Read More

वख्त ने सिखा दिया
वो किसी से पक्षपात
नही करता.....
आज सब का एक जैसा है
समझ सकते हो तो
इतने से समझ जाओ
कर्म का महत्त्व समजो

-Shree...Ripal Vyas

Read More

સાત શબ્દમાં પ્રવાસ

વટેમાર્ગુ
બની
મન
ચાલ્યું
આતમ
ને
ખેડવા

-Shree...Ripal Vyas

Read More

પુષ્પ નું ખીલવું
ઝરના નું વહેવું
પંખી નું ઉડવું
વાયરા નું વિહરવું
ચંદ્ર નું પ્રકાશવું
સૂરજ નું તપવું
વાદળ નું વરસવું
બાળક નું હસવું
છે કુદરત નો કરિશ્મા

-Shree...Ripal Vyas

Read More

પંખીનો કલરવ જાણે....
દુઃખ ના દુકાળમાં સુખમય વરસાદી ફોરાં
શાંત વાતાવરણમાં મધુર ઝણઝણાહટ
ઉષ્માથી ભરેલ રોમાંચિત ધ્વનિ
સુસ્તીમાં ઉત્સાહ ભરનાર
નિરાવતાને સુરીલું બનાવનાર
હંમેશા આનંદ માં રહેવા નો સંદેશ

-Shree...Ripal Vyas

Read More