તુજ હ્રદયમાં ધબકાર બની વસી જવું છે,તારા અધર પરનું સ્મિત બની હસી જવું છે...નથી મંજુર મને ચાર દીવાલનું કેદખાનુ મારે તો બસ રેતનું ઘર બની મટી જવું છે...

સુની શેરીઓ ને સુના રસ્તાઓ,
સુના નગર કેવા જોયા.

નાનકડા વિષાણુના પાપે આ 2020 માં,
કેટલાય સ્વજનો ખોયા.

એટલી અરજ આજ કરીએ પ્રભુને,
2021 તમે સારું મોકલાવજો.

દ્રૌપદીના ચીર પુરવા તમે આવ્યા હતા વ્હાલા,
માનવના માસ્ક હવે હરવા તમે આવજો.

પ્રભુ હવે 2021માં તો તમે જરૂર ખુશીઓ લાવજો.
🙏
- અજ્ઞાત.

-Radhika Goswami

Read More

નિરાંત અને નવરાશમાં બસ એટલો જ ફરક છે,
એક મનથી છે, તો બીજી ક્ષણથી...

-Radhika Goswami

''એ સફળતાની નિસરણી શું કામની રાધે, કે જેમાં માણસ તો ઉપર ચઢે પણ માણસાઈ નીચે ઊતરી જાય... !!''-Radhika Goswami

પારખી લીધાં બાદ કોઈ આપણું નથી હોતું ;
અને
સમજી લીધાં બાદ કોઈ પારકું નથી રહેતું !
🤗🤗

-Radhika Goswami

જ્યાં કારણો સમાધાન નથી આપતાં,
ત્યાં માત્ર સમય જ ઉપચાર કરે છે.

ક્યાંક રોકાઈ જવું તો,
ક્યાંક ટોકાઈ જવું પણ અસર કરે છે.

વેદનાની વ્યથા તો વિતક જાણે છે,
બાકી તો સૌ અમથી વાતો જ કરે છે.


-Radhika Goswami

Read More

ઝાડ માંથી ઝાડપણું તાણી લઈ ગયું,
પંખી હતું કે પુર એ પાંદડાને પુછ...!!

-Radhika Goswami

સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો ;
અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના !
- મરીઝ.

Radhika Goswami "આશ"

વિચારોનું આક્રમણ એ હદે થયું કે, આચરણ વિચારશૂન્ય બની રહ્યું!

#આક્રમણ

જો બને હર જન વાસ્તવિક,
તો બને હર મન સાત્વિક.

#વાસ્તવિક

છો તું જુવાન, કર ઉદ્ધાર.
કાયરતાને ત્યાગી લગાર.

તારી હાંકે, મુસીબત ભાગે.
નવિ-નવિ ઉમંગો જાગે.#જુવાન