હું કાંઈપણ કરું એ માત્ર મારા માટે એટલેકે જાત માટે અને જે મારા પોતાના છે એમના માટે કરું છું. એટલે કહી શકાય કે મારી ખુશી માટે જ કરું છું. મને ખુશ જોઈ ખુશ થનારની કોઈ કમી નથી એટલેજ ખુશ થઈ આ જીવન ખુશી ને સમર્પિત કરું છું. દુખો અને વિહ્વળતા તો જીવનનો હિસ્સો છે પણ એની સામે હામ ભીડવી છે અને એને હરાવતા ને લડતાં અંતિમ શ્વાસ ખુશીથી ભરવો છે. આ જ મારે મન મોક્ષ અને એના માટે મારે બધુંજ કરી છૂટવું છે. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...