Hey, I am reading on Matrubharti!

માહી અને માધવ એમના સંસાર માં ખુબ સુખી. બંને એકમત થઇ બેબી પ્લાન લગ્નના ચાર વર્ષ પછી નક્કી કર્યું.
માહીને ડિલિવરી વખતે ખુબ કમ્પ્લિકેશન હોવાથી એક જ બેબી પ્લાન કરી શકશે. જે પણ આવે બોય કે ગર્લ એમના માટે તો એમના પ્રેમની ભેટ આવી રહી હતી ઈશ્વર તરફથી.
    માહી એ એક સુંદર મજાની બેબી ગર્લ ને જન્મ આપ્યો. પરિવાર ના સભ્યો તો ખુબ આનંદ માં હતા. પણ ક્યાંક દિલના ખૂળે..એક ટીસ હતી કે... દીકરો આવ્યો હોત તો .. અમારો વંશ આગળ વધી સકત... માધવ ના મુખ પર રહેલો એ માયુસ ચહેરો માહીની આંખો સામે તરી રહ્યો.

ખુશ બધા હતા.. પણ ક્યાંક માહી ને કશુંક ખૂચતું.


     એને તન્વી ને એવી રીતે મોટી કરી જાણે એ છોકરો જ હોય.. બધામાં પારંગત અને ગુણવાન, સાથે એટલી જ હોશિયાર અભ્યાસ માં.
  
હવે તો માધવ ને એટલી હદે તન્વીની સાથે લગાવ થઈ ગયો હતો કે તેનાથી એક પળ પણ દૂર રહી ના શકે. તન્વી હવે એક સારા સિટીમાં  આઇ એસ ઓફિસર બની ગઈ હતી.
અને એણે પોતાની પસંદગી તેની જ બેચના આઇ એસ ઓફિસર સાથે કરી હતી.

  આજે તન્વી એ તેના સાસરિયા ના ઘરે હાથ ના થાપા કરી પ્રવેશ કર્યો પણ.. પોતાના ઘરે થી પ્રયાણ કરી તેના પગલાં રહી ગયા માહી ને માધવ માટે ..

ચોધાર આંસુડે માધવ રડ્યો હતો.. દીકરા થી બિલકુલ કમ નથી મારી દિકરી.. બસ એટલું જ બોલી શક્યો અને આજે માહી ને થયું.. જાણે એની ડિલિવરી આજે જ થઈ હોય.


રૂપલ મહેતા (રુપ✍️)© અમદાવાદ
     

-Rupal Mehta

Read More

"બાળકો નો શું વાંક!"

એક નાનકડો ઓરડો.. નાનકડી ચોકડી, રસોડું જે ગણો તે એક રૂમ.

તેમાં જીવિબા, પતિ અને બાળકો સાથે મજા થી રેહતા. પતિ સામાન્ય નોકરી કરી બે દીકરા ને પત્ની નું ભરણ પોષણ કરતા.
પણ કાળને ક્યાં બદલાવી શકાય છે..એ તો એનું કામ કરે છે. અચાનક નોકરી કરી પાછા ફરી રહેલા દયારામ સાઈકલ પર હરદય રોગ નો હુમલો થવાથી ત્યાં ને ત્યાં ઢળી પડ્યા.

જીવીબા પર તો કારમો આઘાત આવી પડ્યો.. નાના બાળકો.. ઘરની બહાર કદી નીકળેલા નહિ.. અને બાળકો ની ફી, તેમનું પોષણ.. કરવું ખૂબ અઘરું બની રહ્યું.

જિવિબા ચાર ચોપડી ભણેલા હતા તેમને કોણ નોકરી એ રાખે? એમને બંગલા ના કામ કરવા સિવાય બીજું કાંઈ ઉપાય નહોતો.
ખુબ દુઃખ વેઢી.. પેટે પાટા બાંધીને બાળકો ને મોટા કરી પરણાવ્યા.

અને જિવીબા નું દુઃખ ઓછું થવાને બદલે વધી ગયું.. આવનારી વહુ ચાર પાચ વર્ષ તો સારી રીતે રહી પણ પછી તેને અભાવ સાલવા લાગ્યો. રોજ રોજ કંકાસ થવા લાગ્યો.

એક દીકરાની વહુ છૂટાછેડા લઈ જતી રહી. અને બીજી વહુ પિયરમાં બેસી ગઈ. બીજી ને એક દીકરો.

માં વગર નો દીકરો બા અને પિતા સાથે રહે. ક્યાંક એને પણ રમવાનું મન થાય તો છોકરાઓ એની મમ્મી ની વાતો કરે એટલે માયુસ થઈ સુનમુન ઘરમાં બેસી રહે.

એના બાળક મન માં હજાર સવાલો ઉઠે પણ એ કોને કહે?? એનું બાળપણ બસ એમજ દુઃખમાં પસાર થઈ રહ્યું.રુપ✍️,© અમદાવાદ

-Rupal Mehta

Read More

કંઇક કરી છૂટવાની ભાવના વ્યક્ત કરવી છે,,
સમાજની બેડીમાં બંધાયેલા લોકોને મુક્ત કરવા છે.

એક મળી આ જીંદગી જીવવા તો એને પણ જુદા જુદા કિરદારમાં નિભાવી રહ્યા છે...
એ કિરદાર માંથી સૌ કોઈ ને પોતાનું જ શ્રેષ્ઠ કિરદાર બને એવું કંઇક વિશેષ કરવું છે.

એક અણગમતી પળને માટે પણ કંઇક કરવું છે,,
એ પળનો મુખોટો હટાવી ભીતર ઝરણું આત્મવિશ્વાસ નું વહેતું કરાવું છે.

-Rupal Mehta

Read More

પાસે બેસવું....

તું જ્યારે પાસે બેસીને જરા અમથું અમથું મલકે ને ત્યારે,,
દિલ પણ મલકી ઊઠે..એ છાની વાત સાંભળવા ધડકી ઉઠે.

તું જ્યારે પાસે બેસીને જરા અમથું મારો હાથ પકડી લે ત્યારે....
દિલ પણ જોરશોરથી સ્પંદન કરી બેસે.. ને એક નજર કરી રહે.

તું જ્યારે પાસે બેસીને નાની નાની વાતમાં રસ લેવા લાગે ત્યારે...
મન મસ્તિક પણ તને કેહવા હજાર વાતો આડી અવળી ગોઠવવા માંડે.

તું જ્યારે પાસે બેસીને પણ તારી ગેરહાજરીનો અહેસાસ કરાવી જાય ત્યારે...
આંખો પણ ભીંજાઈને અશ્રુ ધાર વહી જવા મજબુર થયા કરે.


રૂપલ મહેતા રુપ✍️© અમદાવાદ

-Rupal Mehta

Read More

Pictur writing

ચાલને માનવી.. જખ્મ ભરી દઈએ,
શબ્દોથી દાઝેલાને મલમ લગાવી દઈએ.

આ કેવી વિટમબળા .. સ્વાર્થી દુનિયાની આદત થઈ ગઈ છે,
આ કેવી રાજનીતિ..શબ્દોથી ઘાયલ કરવામા માહિર થઈ ગઈ છે.

ક્યાં સુધી આમ અણસમજુ રહયા કરશું,,,!
ચાલે છે શ્વાસ તો,,,! જિંદગીમાં સમજણનો સેતુ બાંધી દઈશું.

Rupal Mehta (રુપ✍️)© અમદાવાદ

-Rupal Mehta

Read More

Picture writing

શિર્ષક - નજર

નજર નજર તળે ફેર છે,
મારી ખામોશીમાં શોર છે.

તમે જોયું પણ નહિ આંખમાં મારી,,
જોવું હું એ ક્યાં દેખાય એ તો કંઈ ઓર છે.

માનવું, માણવું,, જોવું ઘણું સહેલું છે,,
પણ સમજવું ,, સમજાવું ખુબ અઘરું છે.

તને જ્યાંથી અને જ્યારથી અંત દેખાય છે,,
મને તો ત્યાંથી જ મારી શરૂવાત દેખાય છે.

આંખોમાં તારી રહી,, માપી રહી,,
છતાં પાંપણના બારણે પાછી ફરી રહી.


Rupal Mehta (રુપ✍️)© અમદાવાદ

-Rupal Mehta

Read More