The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@rupareliashital12gma
46
53.3k
122.1k
Hey, I am reading on Matrubharti!
વિષય:-મધ્યમ વર્ગની મુશ્કેલીઓ શિર્ષક:- મનોવ્યથા માઈક્રોફિકશન “કોરોનાકાળમાં જ્યારે પરિવારની પ્રાથમિક જરૂરિયાતો ,બાળકોના શિક્ષણના ખર્ચાં અને ઉપરથી વળી આ વખતે ઓનલાઇન શિક્ષણના ખર્ચા ,સાલું એક સાંધો ત્યાં તેર તૂટે એવી મધ્યમવર્ગની સ્થિતિ હોય એમાંય ત્રીસ ટકા પગાર કાપ ! ન રંક ન રાજા છતાં હરઘડી પિસાતા ”મનમાં વિચારતા અનિલભાઈ મ્લાનમાં હસતાં પગારની બેંક ડિટેઇલ ચેક કરવા લાગ્યા. -Shital
માઈક્રોફિકશન બસમાં ઊભી રહેલી દિવ્યાંગનાને જોઈને દયાભરી નજરે નિહાળી રહેલા મુસાફરોમાંથી એક મનોજભાઈ એ ઊભા થઈને નીરજાને બેસવા ઈશારો કર્યો. બેઠેલી દિવ્યાંગનાને તેની બાજુમાં બેઠેલા મુસાફરનાં ‘અજાણતા’ સ્પર્શતા હાથ/પગ અને ચોક્કસ રીતે સ્પર્શવા મથતી તેની આંગળીઓને દિવ્યાંગના એ જોરદાર થપ્પડ થી અટકાવી દીધી. મનોજભાઈ અને બીજા મુસાફરો સમજી ગયા કે વાસ્તવમાં વિકલાંગ કોણ છે? શારીરિક ક્ષતિ કરતાં મોટી વિકલાંગતા કોઈ ની મનોવિકૃતિ છે. - વર્લ્ડ વિકલાંગતા દિવસ અન્વયે
વિષય :- પ્રિયતમાનો વિયોગ પ્રકાર. :- માઈક્રોફિકશન નરેશ અને સોનલ લવમેરેજ બાદ ખુશીથી રહેતા હતા, લગ્નનાં થોડા સમય બાદ પડી જવાથી સ્પાઈનલ ડેમેજ થતાં સોનલ પથારીવશ બની ગઈ. પત્ની માટે બધું કરી છૂટવા માંગતો નરેશ સોનલની આ સ્થિતિ માટે નિઃસહાય હતો. ‘એ નરેશ મને પડખું ફેરવાવી દે ને આ ભાઠું બહુ દુઃખે છે’. સોનલે દર્દથી કણસતાં પતિને ચીસ પાડી ; પરંતુ આજ તેને સાંભળનાર કોઈ ઘરમાં ન હતું. સવારે પરત ફરેલા નરેશે સોનલને પોઢેલી જોઈ કાયમ માટે……. શીતલ રૂપારેલીયા -Shital
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser