વિજ્ઞાનશાખામાં ભણી છું, ગણિત વિષય ભણાવું છું અને માતૃભાષાને ચાહું છું. સાહિત્યની પૂજા કરુંછું.

જ્યારે આપણે કોઈક બાબત માટે કંઈ જ નથી કરી શકતા ત્યારે એક જ કામ કરી શકીએ છીએ - 'પ્રયત્ન'. કદાચ સફળતા મળી પણ જાય.
- સ્નેહલ જાની

Read More

સફળતા ક્યારેય જન્મકુંડળી લઈને લખેલા ભાગ્ય પ્રમાણે નથી આવતી, એને માટે મહેનત કરવી પડે છે. કુંડળીમાં લખેલું સાચું ત્યારે જ થાય છે જ્યારે એને લગતું કર્મ કરવામાં આવે. ખાવાનો કોળિયો ભલે કોઈ મોંમાં મુકી આપે, એને ચાવવો તો જાતે જ પડે.
#શુભરાત્રિ

Read More

ખીલે છે કુદરત જ્યારે આવે છે વસંત,
ખુશ થાય છે વનરાજી અને બને છે તાજી,
જ્યારે જ્યારે આવે છે વસંત.
રાજી થાય છે એ પક્ષીઓ જોઈને
પોતાનાં લીલાછમ ઘર,
વ્યકત કરે છે આભાર વસંતનો,
ગાઈને નિતનવા ગાન.
કલબલાટ એ પક્ષીઓનો સંભળાય છે ચારેકોર,
જ્યારે આવે છે વસંત.
આવો જ ઉમળકો, આવો જ અનુભવ
થાય છે એક યુવતીને, જ્યારે હોય છે
પોતાના પ્રિયતમ સંગ.
ખીલી ઊઠે છે એનાં ચહેરાની વસંત
જ્યારે પણ જુએ છે ચહેરા સામે પ્રિતમ.
નથી વસંત માત્ર કુદરતનું સૌંદર્ય,
એ તો છે કવિઓ અને લેખકો માટે
પોતાની રચનાઓ ખીલવવાનું એક પ્રેરકબળ.
પાંગરે છે નવી નવી રચનાઓ,
આકાર લે છે પ્રણયની કથાઓ.
મેળવે છે મનોરંજન સહુ કોઈ,
વાંચીને આ વસંતઋતુની રચનાઓ.
- સ્નેહલ જાની

Read More

જો સંબંધ તોડતા દુઃખ ન થાય તો સમજો કે એ સંબંધથી બંધાયા જ ન હતાં. જે સંબંધ મન અને દિલથી બંધાયો હોય ને એ હંમેશા એને બચાવવાનું કોઈ કારણ તો શોધી જ લે છે.
#સુપ્રભાત

Read More

છે અનંત આ મનની ઊંડાઈ,
જાણે ભાસે એ અનંત આકાશ!
ક્યારેક વિચારે ખુશીની પળો,
ક્યારેક યાદ કરે દુઃખના દિવસો!
ક્યારેક મન થાકી જાય,
ક્યારેક મન હારી જાય,
છે અનંત મનની શક્તિઓ,
જો ઓળખો તો ધન્ય છો,
નહીં તો આવેલી તક પણ ગુમાવશો.
ન લેશો પોતાનાં મનની શક્તિઓને
હળવાશથી, છે એ એટલી અનંત કે
ન કોઈ આવશે મુસીબત,
કે ન કોઈ તકલીફ.
ધ્યાન રાખવું એક જ બાબત,
ન પહોંચાડો કોઈ નકારાત્મકતા
આ અનંત મન સુધી,
એ તો છે તમામ શક્તિઓનો ભંડાર.
- સ્નેહલ જાની

Read More

Snehal લિખિત વાર્તા "સફળતાનાં સોપાનો - 3" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19904877/steps-to-success-3

છે દરિયો ઘર માછલીનું!
રહે છે અસંખ્ય જીવો એમાં.
વનસ્પતિનો તો ભંડાર છે દરિયો,
છે પાણી એનું ખારું,
છતાંય ગુણોનો ભંડાર છે દરિયો.
સમાવી બેઠો છે કંઈ કેટલાય રહસ્યો,
આપતો જીવન તેમાં વસતાં જીવોને.
હે માનવી! તારા આ સ્વાર્થે
પ્રદુષિત કર્યો આ દરિયો,
ઠાલવ્યાં કંઈ કેટલાય રસાયણો એમાં,
બગડ્યું વાતાવરણ દરિયાનું,
કેટલાંય પ્રાણીઓ મર્યા તારા
આ સ્વાર્થમાં, કોઈ મર્યું
ઝેરી રસાયણોથી તો કોઈ
મર્યું તેં નાંખેલા પ્લાસ્ટિકથી.
હતો જે દરિયો એનાં આશ્રિતો
માટે વરદાન! એ જ બન્યો આજે
જીવલેણ દરિયો.
- સ્નેહલ જાની

Read More

ઊંચે આકાશે જતો એ પતંગ,
ક્યારેક કાપતો તો ક્યારેક કપાતો.
વાંક નથી એનો, કપાય છે દોરી
અને કહેવાય છે પતંગ કપાયો.
બીજાનાં પતંગને કાપે છે દોરી
અને કહેવાય છે પતંગે પતંગ કાપ્યો.
કામ કરે દોરી અને વાહ વાહ મળે પતંગને.
બસ! આવું જ છે કંઈક જીવનમાં,
કામ કરે છે કોઈ અને યશ મેળવે છે કોઈ.
શીખવે છે પતંગ અને દોરી,
ભૂલો બધાને, બસ, કરતાં રહો કામ પોતાનું.
સારું થશે તો વખાણ થશે,
નહીં તો કંઈક શીખવા મળશે!
વધુ સારુ થશે તો ઈર્ષ્યા થશે,
માનપાન પણ મળશે, રહેવું તૈયાર સદાયે,
વખાણ સાંભળી છકી ન જવું,
નિંદા સાંભળી ડરી ન જવું.
યાદ રાખવું એક જ બાબત,
નિંદા એ સફળતાનો જ બીજો ભાગ છે.
પ્રેરણા છે નિંદા આગળ વધવા અને વધુ સારુ કરવા!
ઊડે પતંગ ગમે એટલો ઊંચો,
આભને આંબી શકતો નથી,
પણ જમીન પર પડ્યા પછી પણ
પોતાનું મહત્ત્વ ગુમાવતો નથી.


ક્યારેય પોતાની જાતનું મહત્ત્વ ઓછું આંકવું નહીં.
#શુભસાંજ

Read More

ભારતીય સેના દિવસની સૌને શુભકામનાઓ

જયહિંદ

ગુજરાતનો ખાસ એવો આ મકરસંક્રાંતિનો તહેવાર દેશના વિવિધ ભાગોમાં અલગ અલગ નામથી ઓળખાય છે. આ ઉપરાંત પંજાબમાં આજે લોહરી, આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં બિહુ અને તમિલનાડુ તેમજ પુડ઼ુચેરી અને દક્ષિણ ભારતનાં કેટલાંક પ્રાંતમાં આજે પોંગલનો તહેવાર ઉજવાય છે. તો ચાલો જોઈએ ઉત્તરાયણના વિવિધ નામો.

1. Shishur Saenkraat - કશ્મીર

2. Sakraat and Makraat - બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ

3. Poush Songkranti - બંગાળ

4. Makara Chaula - ઓડિશા

5. Suggi Habba - કર્ણાટક

6. Khichdi parv - પૂર્વાચલ અને પૂર્વ ઉત્તર પ્રદેશ

7. Ghughuti - Kumaon

8. Makarsankranti - આંધ્ર પ્રદેશ, કેરળ, ગોઆ, મહારાષ્ટ્ર, દીવ દમણ અને ગુજરાત

9. Magh Saaji - હિમાચલ પ્રદેશ

આશા રાખું માહિતી પસંદ પડી હશે.
- સ્નેહલ જાની

Read More