×

કોલેજકાળ દરમ્યાન ધણુ ધણુ જાણવાનુ અને અભિવ્યક્ત કરવાનુ જનૂન જાગેલુ.. ધીમે ધીમે અંદરથી હુ ઉધડતો રહ્યો જેમ મા પોતાના બાળકને જન્મ આપી ખુશ થાય એવી અનુભૂતી સર્જન જોઈ થઈ.. આપના પ્રતિભાવો મને જીવાડે છે કેમકે હુ મારા માટે જ લખુ છુ..!" 9870063267

Hi, Read this story 'ચીસ...' on Matrubharti
https://www.matrubharti.com/book/19860152/

સબંધો, લાગણી,
#kavyotsav

દાદા કેમ?

નાનો વિસ્મય આજ મૂંઝાતો

દાદા ને પૂછે એ સવાલિયો

કેમ રે દાદા રુતુ બદલાતી..?

કેમ શિયાળો શિતલિયો..?

ફૂલો દાદા કેમ મરકતાં..?

કેમ હસે છે ચાંદલિયો..?

ઉનાળો અકળાવી મૂકતો

ને કેમ ગમે છે સરવરિયો..?

સગળા પથ પર વરાળ છૂટતી

લાગતો મીઠો છાયલિયો..?

કેમ રે નભમાં વાદળ છાતાં..?

કેમ વરસતો મેહૂલિયો..?

અણસાર શાને એને થતોને

કેમ રે બોલતો દાદૂરિયો..?

કૂઊ કૂઊ કરતી કોયલડીને

કેમ ટહૂકતો મોરલિયો..?

કેમ રે દાદા કૂપંળ ફૂટતી...?

કેમ થતો એ ઝાડલિયો..?

સૂણી સર્વ એ દાદા બોલ્યા

ભાઈ રમે 'ઈશ્વર' રમતિયો

Read More

(પ્રણયકાવ્ય) #kavyotsav

ફાવી ગયો દરિયો
----------------------
અભાવો ની આગને ભડકાવી ગયો દરિયો
તારા ગયા પછી આજે ફાવી ગયો દરિયો
ઉફનતાં મોજોં એ વિનાશ નોતર્યો ને
સુનામિ જેમ નયને આવી ગયો દરિયો
હતી રોશની જરાક એ રોળાઈ ગઈ હવે
આંધી બની ઓરડાને હંફાવી ગયો દરિયો
હારી ગયો 'હું' એના સ્મરણની દફનવિધિમાં
કિનારા ધોઈ નીત નામ લખાવી ગયો દરિયો
ડૂબકી પછી 'પ્રીત'માં મારી પછતાવો શાનો.?
સ્મરણ તાજાં મોતી થમાવી ગયો દરિયો..
' પ્રીત' પઠાણ

Read More

(પ્રેમની અભિવ્યક્તિ)
#kavyotsav

વાત રાખી
===============
બંધ બારણે તમે વાત રાખી
હ્રદય દ્રાવક મુલાકાત રાખી
આતુર રહેતી વાતો પ્રવેશવા
ઘૂઘવતી અમે એ રાત રાખી
"વેલને આઘાર વૃક્ષનો"હશે
એટલી અમે કબૂલાત રાખી
હજુ લિપ્સાઓ અકબંધ છે
લીલીછમ મિલન ભાત રાખી
અણસાર મારો વર્તુ એટલી
તારા પિંડમાં મારી જાત રાખી
સ્પર્ધા નથી કોઈની સાથે મારી
"પ્રીત" વરસતી વરસાત રાખી
                - સાબીરખાન
(વરસાત-વરસાદ)
                       

Read More

#kavyotsav

પરભારો લૂંટી ગયો
--------------------------
તુ મળી ને ગજબ  થઈ  ગયો
એક જણ ખોળિયે તૂટી થયો
મુલાકાત તારી હતી  લીલીછમ
એટલે ભીતરે ભેજ વછૂટી ગયો
પડધાય છે જાદુ સ્વરનો તારા
મને "એમ" પરભારો લૂટી ગયો
તુ ધબકે મારામાં ઉપકાર તારો
બાકી ધડકનનો રાગ ખૂટી ગયો
વાતો  તારી ગઝલો  શણગારે
શ્વાસ લબ્જોનો હવે છૂટી ગયો

Read More

#kavyotsav

નામ નીકળે
*********************
શ્વાસ વાવુ મુજ મહી જ્યાં
ફણગા પર તારુ નામ નિકળે
ભુસી નાખવા યાદોને તારી
નૈનની ભરતી ખુલેઆમ નિકળે
તારા પ્રણયની રીત ગજબ છે
મારી લાગણી લીલામ નીકળે
તારી આંખોના સ્પર્શ મહી પણ
પ્રીત છલકતો   જામ  નીકળે
લખી ને બેઠી તુ નામ  મારુ  ને
ભીતરે લાગણી બેનામ નીકળે
વાવો એટલુ લણવુ પડે અહી
ખુદાના ફેસલે ઈનામ  નિકળે..

Read More

"અેક તરસી નદી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

"એ ઈબાદત", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

"કાલકલંક (એક હોરરકથા) 1", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

એહસાસ

આરંભ જાનદાર છે થોડી જોડણીની ક્ષતિઓ છે પણ
કથાપ્રવાહ સબળ હોઈ...આગળ વધવાનુ મન થાય
http://matrubharti.com/book/11666/

-