Learner, Engineer, Imagineer and UPSC aspirant.I write stories based on self experience,some romantic stories based on imagination, articals on social issue and shayri-poem...

બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની જેમ
"કોની પાસેથી કેટલું મેળવવું અને કોને કેટલું આપવું?"
આવી મગજમારીમાં ઉતર્યા વગર
અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનની જેમ
સ્થિર જિંદગી જીવવામાં જ મજા છે...

-SK's ink

Read More

कुछ तो है तुम्हारा मेरे पास,
जो में देना नही चाहता, या दे नही सकता,
कहना नही चाहता, या कह नही सकता ।

वरना...
चेहरा मेरा, मुस्कुराहट मेरी तो वो ख्याल क्यूँ तुम्हारा
शब्द मेरे, शायरी मेरी, तो वो एहसास क्यूँ तुम्हारा

कुछ तो है तुम्हारा मेरे पास,
जो में कहना नही चाहता, या कह नही सकता।

-sK

Read More

શેરમાર્કેટમાં પૈસાનું રોકાણ પ્રોફિટ મેળવવા માટે થતું હોય, પરંતુ લોસ આવતા આપણે તે શેર વેચીને આપણી મૂડી પાછી મેળવી લેતા હોઈએ.
એવી જ રીતે સબંધ નામની સંસ્થામાં લાગણીનું રોકાણ પણ હેપીનેસ મેળવવાના હેતુથી જ થતું હોય. સામેવાળી વ્યક્તિ ક્યારેક રોકાણ મુજબ રીટર્ન ના આપી શકે, તો હેપીનેસને બદલે ઉદાસીનતા મળતી હોય. સતત ઉદાસીનતા મળવા છતાં પૈસાની જેમ લાગણીનું રોકાણ એ જ જગ્યાએ કરવું એ મૂર્ખતા છે.

ટુંકમાં પૈસા અને લાગણીનું રોકાણ ત્યાં જ કરવું જ્યાં પ્રોફિટ અને હેપીનેસ મળતી હોય, તો મનથી અને પૈસે-ટકે એમ બંનેથી ધનવાન થવાય.

-sK

Read More

પ્રેમ માણસને કમજોર બનાવે છે. કોઈક બીજાને જીવનનો આધાર બનાવીને પોતાનું અસ્તિત્વ ગુમાવવું પડે છે. આખો દિવસ એના જ વિચારોના વાવાઝોડામાં વ્યસ્ત રહેવું એટલે થોડુંક જોખમ તો છે આ પ્રેમમાં...
પરંતુ બીજી તરફ પ્રેમ વિશ્વની સૌથી અદભુત શક્તિ છે. પ્રેમ મનુષ્યને પોતાની જાત સાથે ઓળખાણ કરાવે છે,બધું જ ગમવા લાગે છે, વ્યક્તિત્વ નિખરીને બહાર આવે છે. પણ પ્રેમની ગેરહાજરીમાં એ જ વ્યક્તિત્વ અગાવ હતું એના કરતાં પણ વાહિયાત થઈ જાય છે.
એમાંય આજકાલના પ્રેમ તો પાછા તકલાદી, ચલે તો ચાંદ તક, વરના શામ તક. એટલે પ્રેમના આ ચાઈનીઝ યુગમાં પ્રેમ એને કરવો જેના વગર પણ રહેવું શક્ય હોય.માણસજાત નિર્જીવ વસ્તુ વગર પણ ના રહી શકતી હોય, તો અહીં તો લાગણીની વાત આવી ગઈ એટલે પ્રેમ કરવાનો પણ સામે પ્રેમ મેળવવાની આશા નહિ રાખવાની. ક્યારેક પ્રેમની જરૂર પડે, ઈમોશનલ સપોર્ટની જરૂર પડે તો સૌની પેલા તમારી જાત તમારી સાથે ઉભી હોવી જોઈએ. દુનિયાની સૌથી તાકતવર વ્યક્તિ એ જે પોતાના ઈમોશન કન્ટ્રોલ કરી શકે.
-sK's ink

Read More

તું તકલીફમાં છે...
બધાને બતાવે છે કેમ!!!
બધા સામે જતાવે છે કેમ!!!

તે હસશે, હસાવશે...
બધાને બતાવશે!!!
તને વધારે ફસાવશે!!!

તું સ્નેહીઓની સહાનુભૂતિ
સળગાવીને, સ્વયંને
સહયોગ કર!!!

-sK

Read More

Love is life. પ્રેમ સર્વસ્વ છે. પ્રેમએ ઉર્જાની ચરમસીમા છે, જે કંઈ પણ કરવા સક્ષમ છે.
પ્રેમમાં બધુ જ ગમવા લાગે છે. પ્રેમમાં વ્યક્તિ કેર અને હેપીનેસ જેવી લાગણીઓથી છલોછલ આનંદિત રહેવા લાગે છે. એક પ્રેમ જ છે જે પોતાની જાત પર વિશ્વાસ અપાવે છે અને લક્ષ્ય તરફ સતત પ્રેરણા આપતો રહે છે. ખરેખર આ તાકત(ઊર્જા) અદભુત છે.
વિજ્ઞાનના નિયમ પ્રમાણે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, તો પ્રેમ દરમિયાન ઉતપન્ન થયેલ ઊર્જા બ્રેકઅપમાં ક્યાં ગઈ???
હકીકત એ છે કે આ ઊર્જાનો આજકાલના નવયુવાનો નશા, ઓવર થીંકિંગ કે ડિપ્રેશનમાં વેડફી નાખે છે અને યુવતીઓ રડવામાં કે બીજાની સહાનુભૂતિ મેળવવામાં(યાદ રહે અહીં પ્રેમના નામે લફરાં કરનારાઓની વાત નથી)
આ ઉર્જાનો જો ખરો ઉપયોગ થાય તો, પોતાની જાત સાથે મળવાનો મોકો મળે છે. સ્વભાવમાં પરિવર્તન અને મેચ્યોરીટી સાથે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતો થઈ જાય છે. તેને હવે કંઈ પણ કરવા, કોઈ પણની જરૂર પડતી નથી.
પ્રેમ પર વિશ્વાસ ન કરવાને બદલે, પ્રેમ કરતા પહેલા સામેવાળી વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહીં એ ચકાસી લેવું.

Sachin'sSix :અબ કુછ તો મજબૂરીયા રહી હોંગી ઉનકી ભી, યુહી કોઈ બેવફા નહી હોતા. -બસીર બદર

-sK

Read More

વધારે સુગરથી સબંધોને પણ આજકલ ડાયાબિટીસ થવા લાગી છે😅

-sK

Never creates sunshine for those who leave you in the rain

Love is more than often used three words: I LOVE YOU

Love is less about FEELINGS and more about RESPECT

Love is less about KNOWING the person and more about CARING the person

it's like the beautiful, colorful, fragrant rose, those emotinal feelings but it's also like accepting the thron that come along with rose. those weekness, short comings and faults

Read More

ઘણીવાર પરિસ્થિતિ આપણાં કહ્યામાં નથી હોતી. આપણે બસ વિતી ગયેલા સમયની વ્યથા અને આવનારા સમયના આયોજનમાં જ જીવતા હોઈએ છીએ. જે થયું તે સારું જ થયું એ ભવિષ્યમાં સ્પષ્ટ થઈ જશે, પરંતુ સતત ભૂતકાળ સાથે જીવવામાં ઈશ્વરે માત્ર આપણાં માટે જ સર્જેલી દરેક ક્ષણ, વસ્તુ કે વ્યક્તિને ગુમાવવી પડી શકે છે.

-sK

Read More