એક પ્રયત્ન વધારે...

#હૈકુ

મહાન તથા
શ્રેષ્ઠ વિજય; સ્વને
જીતવું એ જ.

મળે વિજય,
વધારેમાં વધારે
આગ્રહીને જ..!

વિજય પામ્યો,
ખુદને બહેતર
બનાવીને જ.

#વિજય

-Sagar Vaishnav

Read More

#હૈકુ

રાખે જીવંત
દરેક સબંધને!
એ તો વિશ્વાસ.

વિશ્વાસ હતો
ખુદમાં, એટલે તો
થયો સફળ.

વિશ્વાસ પામ્યો
જીવનમાં હું સૌનો,
થવા સફળ.

#વિશ્વાસ

-Sagar Vaishnav

Read More

પુસ્તકાલય એ મારા માટે પવિત્ર જ્ઞાનમંદિર છે, કેમકે ત્યાં મને હંમેશા માંગ્યા કરતા વધારે જ મળ્યું છે. અહીંયા આવતા લોકો હંમેશા કશુંક સારું પામીને જ જાય છે. આ જ્ઞાનમંદિરમાં નિયમીત જવાનું રાખીએ તથા આપણા બાળકોને પણ આ જ્ઞાનમંદિર(પુસ્તકાલય)ની મુલાકાત નિયમીત કરાવતા રહીએ. ધાર્મિક મંદિરો તો ઘણા છે, સમાજમાં હવે આવા જ્ઞાનમંદિર(પુસ્તકાલય)ની પણ સંખ્યા વધે એવા પ્રયાસો કરીએ.

#મંદિર


-Sagar Vaishnav

Read More

દરરોજ થોડીક વાતચીત ખુદની જાત સાથે પણ કરવાનું રાખીએ, કેમકે ખુદની સાથે વાતો કરવામાં એક સૌથી મોટો ફાયદો એ છે કે આપણને ખાતરી હોય છે કે કોઇક તો છે જે કોઈપણ પ્રકારના ત્રાજવામાં તોલ્યા વગર કે પોતાની રીતે મનઘડંત અર્થઘટન કર્યા વગર ધ્યાનથી આપણને જ સાંભળી રહ્યું છે.-Sagar Vaishnav

Read More