×

મારા શબ્દોને એટલા ઊંડાણથી વાંચ્યા ના કરો, કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો.

હું સુતો હોઉં ને તારી લટ મારા મ્હો પર સરે એ મને ગમે છે,
મારી ઉપર તું ક્યારેક સાવ ખોટી દાદાગીરી કરે એ મને ગમે છે.
મને સહેજ કઈ થાય ને તારો જીવ બહુ બળે એ મને ગમે છે,
મને મોડું થાય ને તને મારા પર બહુ ગુસ્સો ચડે એ મને ગમે છે.
નાની નાની વાતોમાં મને તારી બહુ જરૂર પડે એ મને ગમે છે,
તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે એ મને ગમે છે.
હું સંતાઉ ને તું મને શોધવા રઘવાયી થઈને ફરે એ મને ગમે છે,
રોજ ઝગડીએ ને તોય તું મને તારો પોતાનો ગણે એ મને ગમે છે.
તું બસ ખોવાયેલી હોય મારામાં જ પ્રત્યેક ક્ષણે એ મને ગમે છે,
કશું સારું ના હોય તોય બધું સારું છે કહી મને છળે એ મને ગમે છે.
આપણા બંનેના પ્રેમની મિસાલ અપાય દરેક ઘરે એ મને ગમે છે

Read More

પુરા ના થયા એ અલગ વાત છે સાહેબ,
બાકી સપના તો એણે બહુ જબરદસ્ત દેખાડ્યા હતા !!

શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
*તો પછી રવિવારે"મળવાનું" રાખોને યાર...!*
મળી લ્યો જયારે પણ *તક મળે રાહ શું જુવો છો કે ક્યારે આવે રવિવાર...?*
ક્યારેક ડિનર રાખો ક્યારેક ફરવાનું રાખો *નાની નાની વાતોનો મનાવોને તહેવાર...!*
કહેવાય છે કે જિંદગી ચાર દિનની હોય છે તો *દરેક દિનનો હોય એક યાર...!*
જીવન જો સંગીત છે તો *અંતાક્ષરીનો છેલ્લો શબ્દ હોય યાર...!*
જીવન જો સંતાકૂકડી છે તો *મિત્રોના દિલમાં છુપાઈ જાઓને યાર...!*
એક ચટાઈ,મનગમતો ખૂણો, થોડો નાશ્તો,ચાર ચાય. ચાર મિત્રો
*આવી હોવી જોઈએ એક રવિવાર ની સવાર...!*
શ્વાસ પાછા નહિ મળે,
જિંદગી પાછી નહિ મળે,
*તો પછી મળવાનું રાખોને રવિવારે યાર...!*
ચા ગાંઠિયા ને ભજીયા ની મોજ માણવા, *રવિવારે મળવાનુ રાખો ને યાર*
અને જો કોય કારણ ના હોય તોય
જૂની વાતો વાગોળવા, *રવિવારે મળવાનુ રાખોને યાર*

Read More