ગઈકાલે કોઈકે મને પૂછ્યું હતું,'આ માઈક્રો-ફિક્શન એટલે શું?'

મેં મારા શબ્દોમાં કહ્યું, "માઈક્રો-ફિક્શન એટલે ચબરખી માં લખાયેલ દળદાર શબ્દો."

એમનો વિચાર હતો પણ હવે એમણે લખવાનું માંડી વાળ્યું.

- Sapna Agravat

Read More

પૂછ્યું છે આજ મેં જ મારા દર્દોને અહીં કેમ ફાવે છે ને?
મળ્યું નવું દર્દ તો, હવે કોઈનાં પૂછતાં, કેમ ફાવે છે ને?

આંસુઓ થી છલકાવી ને રાખી આંખોમાં મહેફિલ
જામ ટકરાવી ને, હવે કોઈનાં પૂછતાં, કેમ ફાવે છે ને?

સ્વાર્થ ના બાવળે તો રૂંવે રૂંવે છોલાયા કર્યા અમે
ઘાવ મા છાંટી નમક, હવે કોઈનાં પૂછતાં, કેમ ફાવે છે ને?

જવાબદારીઓ ની જ અર્થી ખભે લઈને ફર્યા
સ્વપ્નો બાળ્યા લાકડે, હવે કોઈનાં પૂછતાં, કેમ ફાવે છે ને?

કઠપૂતળી જેમ નાચતાં રહ્યાં આખી જિંદગી તો
કબરે નિરાંતે સૂતાં, હવે કોઈનાં પૂછતાં, કેમ ફાવે છે ને?

  - Sapna  Agravat

Read More

લખું છું વેદના ની ભાષા કોઈ શબ્દો પારખવાને ન જતાં,
ભીતર લીધી છે સમાધિ કોઈ કબર શોધવાને ન જતાં ...- Sapna Agravat

દરિયા ના મોજાઓ આજ હિલોળે ચડ્યાં,
છીપ ના મોતી તો આજ કિનારે જ જડ્યાં.
મારાં સ્વપ્નોની ભીની ભીની રેતીમાં,
તારી સોનેરી યાદો ના આજ પગલાં પડ્યાં.


- Sapna Agravat

Read More

હું અભણ લાગણીઓ ના ચિત્ર દોરું
સુખ દુઃખ ના આંસુઓ થી એમાં રંગ ભરું
ત્યાં જ ભણેલ કોઈ આવી પૂછે મને
કેમ રે! રાખ્યું તેં આ કાગળ કોરું?


- Sapna Agravat

Read More

મારા મૌન મા તારી જ મહેફિલ સજાવાય છે
ભીડ માં પણ એકલતા ને, માણી જવાય છે

સા રે ગ મ ના સાતેય સૂરો ને વગર તાલે છેડીને
બનાવી કોઈ ગીત પણ, તારી યાદ મા ગવાય છે 

મળવા ની તો કયારેય કોઈ ચાહ રાખી નથી
તો પણ રોજેરોજ સપનામાં, તને જ મળાય છે

એકાંત માં જો જરા તને વાગોળ્યો ને તો
તારા શબ્દો ની ફૌજથી, સ્મિત હોઠે મલકાય છે

કાફીયા રદીફ મત્લા મકતા ની તો કયાં સમજ છે
તો પણ તારા નામની રોજ, કોઈ ગઝલ લખાય છે

તારા પ્રેમ ની સુગંધ ના દરિયા માં એવી ભીંજાઈ કે
મારા અંતરની ભીની માટીમાં,જાણે કોઈ અત્તર છંટકાય છે.

મારા બોલ્યા વિના પણ બધું સમજી જાય છે તું
નાહક અમસ્તું જ થોડી તને, મહાદેવ કહી જવાય છે.

- Sapna Agravat

Read More

જગ મહીં મને તારું જ તો વળગણ છે
અહીં તારું ને મારું પણ એક પ્રકરણ છે

વધી છે આ જીંદગી હવે તો થોડીઘણી ને
એમાં પણ મગજમારી ને પળોજણ છે

નજર થી નજર ને ભાળે તો સૌ કોઈ
મૌન ની ભાષાની તને જ સમજણ છે

સ્વાર્થી સંબંધો થયા લોહીના ખરાં સમયે
નિભાવી જાણ્યું માત્ર તે જ તો સગપણ છે 

વ્યસ્તતા ના ભ્રમમાં રાખું રોજ જગ ને હું
છું મસ્ત એકાંતે તો શિવ, એ તારું જ સ્મરણ છે.

- Sapna Agravat

Read More

મનના માળ ઉપર માળ બંધાવાયો
એમાં અતિત નો કાટમાળ સચવાયો

દર્દોનો સિલસિલો ,એવો જ ચાલું રહ્યો
તો વેદનાને એક નોખો માળ ફાળવાયો

તૂટતો એક તારો ,એની યાદી ભરી ગયો
તો વિચારો ના વમળ પર પાળ બંધાવાયો

નસીબ નો એક એવો ,હતો ખેલ ખેલાયો
જીંદગી ને અનુભવો નો લીસો ઢાળ મેળવાયો  

હ્રદય નો ખૂણે ખૂણો ,જોયો જયારે ખોતરાયેલો
એ નાસૂર ઘાવ મા પોતાની જ ભૂલનો ભાળ લગાવાયો.

- Sapna Agravat

Read More

તારી ને મારી વાતો ખૂબ કમાલ હોય છે
નાની અમથી વાત પર બબાલ હોય છે

કહેતો રહે છે કે,તારી વાતે વાતોમાં
મને પુછવાને ઘણા સવાલ હોય છે

જવાબો પણ તારા, કાતિલ એવા ને
મને હસાવીને કરતા હલાલ હોય છે

રડી ગયું ભૂલ થી, પણ બે માંથી કોઈ
સઘળું ભૂલી મીઠાં વહાલ હોય છે

શું કહે છે તું, એવો આપણો પ્રેમ કે
જેની જગમાં કાયમ મિશાલ હોય છે.

- Sapna Agravat

Read More