Physics is Life...

This is the best feeling when you getting outcome of your work...🤩🤩💫💥💥💥🥰🥰 #Top10 🤘#No .8🤭#BhoomiShah 🦋

Bhoomi Shah લિખિત વાર્તા "જાણે -અજાણે (77) - છેલ્લો ભાગ" માતૃભારતી પર વાંચો ....
https://www.matrubharti.com/book/19901164/knowingly-unknowingly-77-the-last-part

ઘડતર પગથિયાનું એક પછી એક,
માવજત લાગણીઓની એક પછી એક,
અવસર વાત-વિવાદનો છતાં,
કૂંપણો નવાં સંવાદની એક પછી એક...

Read More

પાંપણનાં છાયડામાં વિકસતો ભરોસો , અશ્રુઓનાં ધસારા સાથે વિખુટાય ગયો,
મનમાં સંકળાય રહેલી અસંખ્ય ભાવનાઓ , નાના અમથા આંચકામાં વિખરાય ગઈ,
.

.

.

જરૂર જ્યારે ઘણી હતી સાથની , પડછાયો પણ જાણે અંધકારમાં ખોવાય ગયો..

Read More

લાખ કોશિશથી સચવાયેલો સંબંધ જરૂરિયાતની ઉણપથી પણ વિખેરાય જાય છે...

મન, વચન અને કાયાથી જો કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરવાં વિનંતી 🙏

kshama yaachna for acts that have harm or hurt by knowingly or unknowingly.......

MICHHAMI DUKKADAM😇

લટારો મારતાં મારાં વિચારો,
આ દરિયા કેરી લહેરમાં,
શબ્દે-શબ્દમાં ઘૂંચાય રહેતાં,
મધરાતના ભવરમાં,
શમણાંઓની વાટે શોધું ખુદને,
એ ખોવાયેલી લાગણીમાં,
રોમ-રોમ મારું જાગી ઉઠતું,
એક અંશતઃ હાજરીમાં....

Read More

નભ આજે શણગારે ચડ્યું છે, તારલાઓથી જાણે પોતાને ઓઢ્યું છે,
કોણ જાણે કોની યાદમાં આજે આટલું ઝગમગ્યું છે!...
શમણાઓનાં રંગ તો એને પણ હશે ને?...કે દૂર હોવાં છતાં ખુબસુરત બન્યું છે!...

Read More

काश! कुछ इस तरह हो तमन्ना पूरी, कोई ऐसे भी इश्क कर जाएं।
ना कहें एक भी लफ्ज़ मुझसे, पर फिर भी सबकुछ बता जाएं।।🦋

Read More

દરેક પ્રશ્નોના જવાબ જરૂરી તો નથી ને!.,
દરેક જવાબમાં કારણ જરૂરી તો નથી ને!
ગમી જાય કોઈ એમ જ અનાયાસે,
ગમવાની સમજણ જરૂરી તો નથી ને...!...

Read More

ઝગમગતા તારલા અંધારી રાતમાં કેટલાં સુંદર લાગે ને!.... કંઈક એવાં જ ટમટમતા તહેવારો આપણી નીરસ અને અંધારી જિંદગીમાં સુંદરતા પ્રસરાવી દે છે... વાત માત્ર એમ નથી કે કોનાં તહેવારો ? હિંદુ, મુસ્લિમ કે ખ્રિસ્તી!... ઉજવણીનો અવસર જેનો પણ હોય દરેકને છેવટે પોતાની આગવી ઓળખ બતાવતો જ રહે છે....😇

આ ક્રિસમસ પણ એવી જ એક ઉજવણી... રંગબેરંગી કાગળો, ટમટમ કરતી લાઈટ, અને ઝગમગી ઉઠતો એ ક્રિસમસ ટ્રી પરનો તારલો. સાથે આવતી એક આશ કે સેન્ટા ઈચ્છાઓ પૂરી કરી દેશે...
કેટલો રમણીય તહેવાર... ચારે તરફ ફેલાતી રોશની અને રંગીન માહોલ મારાં મનમાં પણ આનંદ ફેલાવી દે છે...🤩
Merry Christmas to you all🎉🎉

Read More