selvina khristi...પ્રતિલિપિની 5k followers માં સન્માન મેળવી ચુકેલી એક પાગલ છોકરી એટલે હું.. ના હું કોઈ મોટી લેખિકા છું કે ના કવિયિત્રી છું પણ,આ મારી લખવાની આદત હવે સવારની ચા જેવી થઈ ગઈ છે ના એ મને છોડવા તૈયાર છે કે ના હું એને છોડવા તૈયાર છું..આ મારી કલમ અને સનમ બન્ને સરખા છે.એક નામ આપવાનું નહિ છોડે અને બીજું બદનામ કરવાનું નહિ છોડે...શબ્દ મારો પ્રેમ છે..અને કલમ મારી પ્રેમિકા છે..બન્નેનો મિલન કરાવીને જ આ રચના મારો વંશ આગળ વધારે છે....

તારા પ્રેમનો પ્રકાશ મારા મુખ પર રેલાય છે..
એક તારું હાસ્ય મારા હોઠ પર ફેલાય છે..
કઈ રીતે કરું તને હું દૂર મારાથી..??
તારા વગર હવે ક્યાં મારાથી રહેવાય છે...
#પ્રકાશ

Read More

તારા દિલમાં મારી યાદો રાખજે
રોજ ઉઠી તેનું અંતર માપજે..
નથી ગમતું હવે તારા વગર..
હવે જલ્દીથી તું મને લેવા આવજે...
#રાખવું

Read More

સૂરજ ક્યારેક ખસતો બતાવ..
ચહેરો તારો હસતો બતાવ..
ક્યાં માંગુ છું હું દોલત તારી..??
બસ મને તારા દિલનો રસ્તો બતાવ..

Read More

સમય જાણે એવો મળ્યો..
ભરેલા કોથળે દુકાળ પડ્યો..
ક્યારેક ભરેલી આંખો સાથે હસ્યો..
તો ક્યારે ખાલી આંખે પણ રડ્યો...
#દુકાળ

Read More

એના પ્રેમની ના, કોઈ સીમા હતી..
ના, હતા કોઈ ખોટા વેણ
કેવળ હતી મારી લાગણી ને આ વહેતા નેણ..
આમ અચાનક તોફાની દરિયો બની તે બોલ્યો.
ખૂબ તરી લીધું તે આ ભવસાગરમાં..
હવે તું પાછું ખેંચ તારા પ્રેમ કેરું વહાણ
દિલમાં હતા પ્રશ્ન આખરે કેમ..??
છેલ્લે હારેલું મન અને આસું ભરેલા નેણ..
#આશ્ચર્ય

Read More

પ્રેમનો પરિચય જાણે એમ કરાવતો હતો..
ના, કહીને પણ તે હા બોલાવતો હતો..
જ્યારે જ્યારે કહું આવજે સ્વપ્નના રાહમાં
અને તે જાનૈયા સાથે ઘોડા પર આવતો હતો.
હતો પ્રેમ એની દરેક ના અને હા માં..
અને એ ઉતાવળિયો રૂમને પણ સજાવતો હતો..

#ઉતાવળું

Read More

જિંદગી આજે ફરી કમાલ કરતી ગઈ..
હું રાહ જોતી ગઈ અને તેને બીજાના નામે કરતી ગઈ....

પાસ મારી તું હોય..
વંશ એક સાથ હોય..
દિલમાં તમારું નામ હોય..
એનાથી વિશેષ બીજું
શું હોય...??

તું તારું ઠામ ઠેકાણું આપ..
નહિ તો તારું દિલ દાનમાં આપ..
જાણું છું તેમાં રહેનારા ઘણાં છે. પણ,
કોઈ એક ખૂણો મને આપ..
તને રાખીશ હું મારા આ દિલમાં કાયમ..
પણ, મારુ દિલ તો તું પાછું આપ...


#નરમ

Read More