રોજ સવારે ગરમ ગરમ ચાના કપ સાથે આપણે એક સમાચારરૂપે વાર્તા વાંચીએ છીએ. એ વાત અલગ છે કે એ વાત આપણા મન પર ત્રીસ સેકન્ડ પણ રહેતી નથી. પરંતુ આ જ વાત જયારે નાની નાની બૂંદનો એક મહાસાગર બને ત્યારે એને ...Read More

અગર કોઇ કસૂર હૈ તો સિર્ફ મેરા હૈ કિ મૈંને તુમ જૈસે ઈન્સાન સે પ્યાર કિયા… પર યે મેરી કોખ મેં પલનેવાલી જાન ક્યા કસૂર ઉસે ક્યા માલુમ કિ ઉસ્કા જન્મદાતા હી ઉસકા અસ્તિત્વ મિટાના ચાહતા હૈ... સલોની ...Read More

હોટેલ તાજના રાજપૂતાના સ્યુટના ખૂણે ખૂણે આબિદા પરવીનના કંઠનો જાદુ પ્રસરી ચૂક્યો હતો અને એમાં કેફ ભરી રહી હતી નફીસાની લાલિત્યપૂર્ણ અદા. અસામાન્ય રૂપ, બુદ્ધિપ્રતિભા અને ગરિમાભર્યા સોફિસ્ટિકેશનથી ગૌતમ અંજાઇ રહ્યો હતો. પાંચ ફીટ ચાર ઇંચ જેટલી ઓછી ઊંચાઇની ...Read More

‘સલોની.... શું છે આ બધું ’ સેલફોનના સામા છેડેથી ગૌતમનો સ્વર ચિંતાભર્યો હતો, પણ સલોનીને લાગ્યું કે એમાં ચિંતા ઓછી ને ઔપચારિકતા અને રોષની માત્રા વધુ હતી. ‘ઓહ, જરા તબિયત શું ખરાબ થઇ.... આ મિડીયા’ ગૌતમનો પ્રતિભાવ જાણવા ...Read More

‘પપ્પુ, કહાં હો આજકલ ‘ સામેવાળો ફોન ઊચકીને હલો બોલ્યો ત્યાં તો સીધું તીર જ છોડ્યું વિક્રમે. ‘અરે ! વિકી શેઠ, બહોત દિન કે બાદ.... ‘પપ્પુ પારધી એના માવાથી પીળા, કાબરચીતરાં થયેલાં દાંતને દીવાસળીથી ખોતરતાં બોલ્યો : ‘આજકાલ યાદ ...Read More

વરંડામાં બેઠેલા વિકીએ સામે ઘૂઘવી રહેલા સાઉથ ચાઇના સીની છાતી પર સરકી રહેલી પેસેન્જર ક્રુઝ પર ટેલિસ્કોપ ફોકસ કર્યું. ટુરિસ્ટને કલાકની સફર કરાવતી આ શિપના ડેક પર ચાલતાં નાચ-ગાન એની વેરાન જિંદગીમાં જીવંતતાની એકમાત્ર નિશાની હતા. દ્દરિયાકિનારે જ પથરાયેલા ...Read More

બદરી, બાબા કો બુલાવ...’ મોડી સવારના બહારગામથી આવેલા ગુરુનામે હજુ ઘરમાં પગ નહોતો મુક્યો ને હૂકમ છોડ્યો. ગુરુનામના અવાજમાં રહેલી કરડાકી સાંભળી વર્ષો જુનો વિશ્વાસુ બદરી સહેમી ગયો. નક્કી આજે ફરી બાપ-દીકરાની જબરજસ્ત જામી જવાની... ટેબ્લોઇડમાં છપાયેલી સ્કુપ જેવી ...Read More

અડધા કલાકથી તપસ્વીની જેમ વાટ જોઈ રહેલા વિક્રમને ફિશિંગ રોડ પર ભાર વર્તાયો. વજન પરથી તો લાગતું હતું કે નક્કી મોટું માછલું જ હોવાનું. એ વિચારમાત્રએ મનને હળવાશ આપી હોય એમ વિક્રમના કપાળ પર તંગ રહેલી રેખા જરા હળવી ...Read More

દિલ્હી દૂર સહી, નામૂકીન નહીં... મરક મરક થતાં વિક્રમે રિસ્ટવોચમાં જોયું પછી પોતાનો મોબાઈલ ઊંચક્યો ને આંગળી ઝડપભેર ફરવા માંડી કી-પેડ પર... સામે છેડે ફોને રણક્યો અને વિક્રમના હેલ્લો... પછી સામેથી થોડો કાંપતો સ્વર સંભળાયો. ‘કોણ છો ...Read More

‘કોન્ગ્રેચ્યુલેશન્સ મિસ સલોની... યુ હેવ ગૉટ અ ક્યુટ ક્યુટ પ્રિન્સેસ !’ પુરા સત્તર કલાકે ભાનમાં આવી રહેલી સલોનીએ આંખ ખોલી એ સાથે ડૉ. સારાહે વધામણી આપી. સલોનીની આખો હજુ પુરી રીતે ખુલી શકતી ન હોય એમ ભારથી ઢાળી જતી ...Read More

વન મિલિયન ડોલર્સ ! એટલે ઇન્ડિયન રૂપિયા થયા લગભગ છ કરોડ આટલી જંગી રકમની જરૂર સલોનીને અચાનક શા માટે પડી ! ચીફ ફાઇનાન્સિંગ ઑફિસર ચતુર્વેદીએ જ્યારથી સલોનીએ માગેલાં પૈસાની વાત કરી ત્યારથી ગુરુનામ વિરવાનીનું મગજ રહી રહીને ...Read More

એરપોર્ટથી ઘરે જવા નીકળેલી સલોનીના દિલમાં ચચરાટ શમવાનું નામ નહોતું લેતો. મહિનાઓ સુંદર-સ્વચ્છ દેશમાં ગાળ્યા પછી મુંબઇ એરપોર્ટ પર ઊતરતાં તો જાણે એવું પ્રતીત થયું કે ચહેરા પર કોઇ ગંદું કપડું ઘસી દીધું હોય. વાતાવરણમાં બાફ સાથે કોઇ આછેરી ...Read More

મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇ-વે પર સલોનીની હોન્ડા સિટી જાણે ટેસ્ટડ્રાઇવ પર હોય એમ એના સ્પીડોમીટરમાં એકસોવીસનો આંક વારંવાર ફ્લેશ થતો રહ્યો. મગજમાં ઊમટેલું ચક્રવાત પોતાને ક્યાં, કઇ દિશામાં ફંગોળવા માંગતું હતું વિચારોના અડાબીડ જંગલમાં સલોની એવી ભૂલી પડી ...Read More

‘સલોની... આવો. દીકરા... આ સુનું ઘર તમારી રાહ જુએ છે...’ બ્લુ બર્ડ મેન્શનના તોતિંગ મેઇન ગેટમાંથી અંદર પ્રવેશી ઊભી રહી ને ત્યાં જ નજરે ચઢ્યા પોર્ચમાં રાહ જોઇ રહેલા ગુરુનામ વિરવાની. દીકરાની વહુને વધાવવાના ઓરતાં હોય એવો હરખ આંખમાં ...Read More

ચસોચસ બંધ ફ્રેંચ વિન્ડોમાંથી નજરે ચઢતો હતો દરિયો. મધરાત થઇ ચૂકી હતી, છતાં એ તો પોતાની મસ્તીમાં ચૂર હોય એમ વધુ ઉન્માદથી ગાઇ રહ્યો હતો. એ નાદ સલોનીના કાન સુધી પડઘાતો હતો. ક્યારેય ન જોયેલી, અનુભવેલી ઉપેક્ષાની ...Read More

‘વ્હોટ, બેબી નથી વૃંદા પણ નથી !’ અનીતાનો ફોન સલોનીને રીતસર થથરાવી ગયો. બેબીની સાથે વૃંદાનું પણ ગૂમ થઇ જવું શું સુચવતું હતું સલોનીના મગજમાં ઝબકારો થયો : ઓહ,એનો અર્થ એ કે વિક્રમના ...Read More

‘મૅમ... આ જુઓ તો ખરાં...’ અનીતાના અવાજમાં અચરજ સાથે હળવા ભયની માત્રા ભળી હોય એમ સ્વર થોડો ઊંચો હતો. ટેરેસ ગાર્ડનના સ્વિંગ પર ઝૂલતાં ઝૂલતાં શૂન્ય નજરે ક્ષિતિજ સામે તાકી રહેલી સલોનીને એથી કંઇ નવાઇ ન લાગી હોય એમ ...Read More

આયર્નના ટેબલના ગ્લાસટૉપ પર ખૂબીસૂરત રીતે સજાવાયેલી હતી હતી ચાંદીની પાનપેટી, અત્તરદાની અને એક ફ્રેમ.... ફ્રેમમાં જડાયેલી તસ્વીર જોઇ લેવાની કુતુહલતા ન રોકી શકી સલોની. ઓહ, સુદેશ સિંહ અને એની પત્ની.... ફોટોગ્રાફ કદાચ વીસેક વર્ષ જૂનો હતો. સલોનીએ અનુમાન ...Read More

ટેરેસમાં વ્યગ્ર, બેચેન આંટા મારી રહેલા વિક્રમને પ્લાનિંગ માટે સમય ન આપવો તેમ લોકલ સીમ વાળો મોબાઇલ રણક્યો. ફોન કરનારી હતી લતા કાન્તા. મૂળ ઈન્ડિયન ઓરિજિનની લતા ચાર પેઢીથી મલેશિયામાં જ સ્થાયી થઇ હતી. દક્ષિણ ભારતીય પરિવારની લતાએ કોઇ ...Read More

‘સલોની, કંઇક નક્કર થયું કે પછી મારે....’ વિક્રમ ધમકીભર્યો સ્વર ઘૂંટે એ પહેલાં જ સલોનીએ એને આંતર્યો : ‘વિક્રમ, જોગવાઇ લગભગ થઇ જશે. એ પણ એક ઇન્સ્ટોલમેન્ટની... પણ સાંભળ, એ હું તારા બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર નહીં કરી શકું. ...Read More

યેસ, સુલેમાન સરકાર... બસ, હવે હું ત્યાં પહોંચી જ રહ્યો છું ! સંદાકાન પોર્ટ પર હવે પહોંચ્યા વગર ઉદ્ધાર નથી. એવો આળસ મરડીને મનોમન નિશ્વય તો વિક્રમે કરી લીધો, પરંતુ એ પહેલાં લતા કાન્તાની કદાચ છેલ્લી વાર મદદની જરૂર તો ...Read More

અડધા કલાકમાં ફોન કરું છું... કહીને આશા બન્ધાવનાર અબ્દુલનો ફોન કલાક પછી પણ ન આવ્યો એટલે વિક્રમનો જીવ અદ્ધર થઇ ગયો. આ બોલબચન ક્યાંક પાછો હાથતાળી આપીને છટકી ન જાય... જોકે વધુ અકળાવતી ઘડી ન લખાયેલી હોય તેમ મોબાઇલ ...Read More

‘હેય સલોની, તું ટીવી જુએ છે કે નહીં ’ સલોની બપોરે લંચ કરીને પરીની સાથે રમી રહી હતી ને આશુતોષનો ફોન આવ્યો. પરીના આવ્યા પછી તો જાણે દુનિયા જ બદલાઇ ચૂકી હતી. એમાં પણ ખાસ કરીને પરીની બેબીસીટર ...Read More

‘રિલેક્સ, મિસ્ટર સિંહ, રિલેક્સ... થોડાં દિવસ કમ્પ્લિટ આરામ લેવો પડશે. તમે માનો છો એવી હળવી ઇન્જરી નથી આ...’ ડૉ. દેશપાંડે ગર્ભિત રીતે સુદેશ સિંહને એની ઇજાનો ખ્યાલ આપવા જઇ રહ્યા હતા. હવે આઉટ ઑફ ડેન્જર હોવાથી સુદેશ સિંહને કહી દેવામાં ...Read More

અને હા, આ વાત કોઇ સાથે ચર્ચવી જરૂરી નથી. એમ સમજી લે કે આપણા વચ્ચે કોઇ વાત થઇ જ નથી. વિક્રમનું મન ફરી ફરીને સુલેમાન સરકાર સાથે થયેલી વાત દોહરાવતું રહ્યું. શિપ પર એક કેદીની જેમ કપાતાં દિવસો સામે વિક્રમને ...Read More

ચોપરાનો ફોન સલોનીને ખુશ કરવાને બદલે ચિંતામાં નાખતો ગયો. આખી રાત વિચાર્યા પછી પણ કોઇ એક નક્કર કારણ ન મળ્યું વ્યગ્ર મનને કે આખરે ચોપરા મળવા શા માટે લાગે છે માત્ર ચોપરા મળવા માગતા હોય તો એનો ...Read More

સ્વર્ણભૂમિ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી નેપાળ ઍરલાઇન્સની ફ્લાઇટ આરએ ૪૦૨ ટેકઓફ્ફ થવાની તૈયારીમાં હતી. વિક્રમને આશા નહોતી કે આ ગતિથી પરિસ્થિતિ બદલાતી જશે. આટલી ઝડપથી તો પોતે પોતાનો આ વેશપલટો કેમ કરીને જઈ શક્યો એની પણ નવાઇ હજી શમી નહોતી. ...Read More

સલોની, ક્યાં સુધી આ રીતે વર્તીશ પોતાની સાથે લડીને કોઇ કંઇ પામી શક્યું છે ખરું જે કસૂરવાર તને બેહાલ છોડી ગયાં એમને વિશે વિચારી રહી હોય તો સમજ કે એ લોકો જે હોય તે, પણ ...Read More