Bhedi Tapu book and story is written by Jules Verne in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Bhedi Tapu is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ભેદી ટાપુ - Novels
by Jules Verne
in
Gujarati Adventure Stories
૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના અવાજ સંભળાતા હતા, “આપણે વળી પાછા ઊંચે ચડીએ છીએ?”
“ના, આપણે નીચે ઊતરીએ છીએ.”
“શું? આપણે નીચે ઊતરીએ છીએ?”
“હા, કપ્તાન. આપણે નીચે ઊતરતા નથી, પણ નીચે પડીએ છીએ.”
“તો પછી સામાન ફેંકવા માંડો.”
“બધું જ ફેંકાઈ ગયું, કપ્તાન.”
“બલૂન ઊંચે ચડે છે?”
૨૭ માર્ચ, ૧૮૬૫નો દિવસ. બપોરના ૪ વાગ્યા હતા. પ્રશાંત મહાસાગરમાં ભયંકર વાવાઝોડું ચાલતું હતું. સમુદ્રમાં પાણીના લોઢ ઉછળતા હતા. તે વખતે આકાશમાંથી માણસોના અવાજ સંભળાતા હતા, “આપણે વળી પાછા ઊંચે ચડીએ છીએ?”
“ના, આપણે નીચે ઊતરીએ છીએ.”
“શું? આપણે નીચે ઊતરીએ ...Read Moreકપ્તાન. આપણે નીચે ઊતરતા નથી, પણ નીચે પડીએ છીએ.”
“તો પછી સામાન ફેંકવા માંડો.”
“બધું જ ફેંકાઈ ગયું, કપ્તાન.”
“બલૂન ઊંચે ચડે છે?”
બલૂનમાં કિનારા પર આવ્યા તે મુસાફરો હવામાં ઉડ્ડયન કરનારા ન હતા. તેઓ તો યુધ્ધકેડી હતા. તેઓ હિંમતથી બલૂન દ્વારા માસી છૂટ્યા હતા.
કેટલીયે વાર તેઓ મરતાં મરતાં બચ્યા હતા. ૨૦મી માર્ચે તેઓ રીચમંડ શહેરમાંથી નાસી છૂટ્યા હતા. જનારાત્લ ગ્રાંટે રીચમંડ ...Read Moreઘેરો ઘાલ્યો હતો. બલૂનમાં નાસી છૂટનારા અત્યારે વર્જીનિયાની રાજધાનીથી સાત હજાર માઈલ દૂર હતા. બલૂનમાં તેઓએ પાંચ દિવસ સફર કરી હતી.
ઈજનેર જાળીની દોરી ઢીલી પડતાં સમુદ્રના મોજામાં તણાઈ ગયો. તેનો વફાદાર કૂતરો માલિકની પાછળ કૂદી પડ્યો. સ્પિલેટ, હર્બર્ટ, પેનક્રોફટ, નેબ, ચારેય જણા પોતાનો થાક ભૂલીને શોધખોળ કરવા લાગ્યા. બિચારો નેબ! તે રડતો હતો. તેને હાર્ડિંગ સિવાય પોતાનું કહી શકાય ...Read Moreદુનિયામાં કોઈ ન હતું.
હાર્ડિંગ અદ્રશ્ય થયો. એને હજી બે જ મિનીટ થઇ હતી. તેમને આશા હતી કે તેઓ હાર્ડિંગ ને બચાવી શકશે. આથી તેઓ હાર્ડિંગને બચાવવા આગળ વધતા હતા.
એકાએક સ્પિલેટ ઊભો થઈ ગયો. તેણે ખલાસીને કહ્યું:
“હું બરાબર આ જ સ્થળે તમને પાછો મળીશ. હું પણ નેબ ગયો તે દિશામાં જાઉં છું.”
એમ કહીને તે કરાડની પાછળ અદ્રશ્ય થઇ ગયો. હર્બર્ટ તેની સાથે જવા ઈચ્છતો હતો, પણ ખલાસીએ તેને ...Read Moreઅને કહ્યું: “ઊભો રહે, મારા દીકરા,” ખલાસી બોલ્યો. “આપણે પહેલાં રહેવાની જગ્યા શોધી કાઢવી પડશે. પછી કંઈક સારું ખાવાપીવાનું જોઈશે. આપણા મિત્રો થાક્યાપાક્યા પાછા આવશે ત્યારે તેમને માટે આપણે બધું તૈયાર કરી રાખવું પડશે. અહીં આપણે ભાગે કામ વહેંચી લઈએ.”
પહેલાં તો લાકડાના ભાર ગુફામાં નાખ્યા. પછી જેટલાં નકામાં મોટાં કાણા હતાં તે બધાંને ખલાસીએ લાકડાં અને પથ્થરથી પૂરી દીધાં. હવાની આવ-જા માટે જરૂરી અને અગ્નિનો ધુમાડો નીકળી જાય, એટલાં જ કાણા રહેવા દીધાં. ગુફામાં સૂકી રેતી પાથરી. ગુફા ...Read Moreત્રણ ચાર ખંડમાં વહેંચાઇ ગઈ હતી. ગધેડાને પણ ન ગમે તેવી આ ગુફા અત્યારે તો ખૂબ મીઠી લગતી હતી. ગુફાના અર્ધા ભાગમાં ચાલીને જી શકાય એમ હતું.