×

I just want to be me again...

અભ્યુદયને આમ ખોવાયેલો જોઈ સૌમ્યા એ હાથેથી હળવો સ્પર્શ કર્યો અને જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ અભ્યુદયની વિચારધારા તૂટી. એણે યંત્રવત બધી વિધિ પતાવી જેમાં સૌમ્યાએ પૂરતો સહકાર આપ્યો. અને અભી ભાંગેલા પગલે હોટેલ તરફ ચાલવા લાગ્યો. પંડિતને દક્ષિણા આપવાની સુધબુધ પણ નહતી એને..!!

written by-

રવિના વાઘેલા, હિના દાસા અને શેફાલી શાહ

*******

જય જિનેન્દ્ર

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર...' વાંચો
https://www.matrubharti.com/book/19863485/premni-pele-paar

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર...' વાંચો
https://www.matrubharti.com/book/19863485/premni-pele-paar

પ્રેમની પેલે પાર...

આપણો આ જનમનો નહીં...
જન્મો જનમનો સાથ લાગે છે !

તને મળ્યા પછી હવે...
મને નિયતિ ઉપર વિશ્વાસ લાગે છે !

સાથ આપીશું આમજ એકબીજાને...
હર મુશ્કિલ થોડી આસાન લાગે છે !

હવે ઘોર અંધારી અમાસ પણ...
મને પૂનમની રાત લાગે છે !

સાથે વિતાવેલી ખુશીની એક પળ...
જીવનભરની યાદ લાગે છે !

તારો મારો આ અવિરત સ્નેહ...
જાણે પ્રેમની પેલે પાર લાગે છે !

શેફાલી શાહ

Read More

પ્રેમની પેલે પાર...

પ્રેમની પેલે પાર... આ ફક્ત એક વાર્તા જ નથી પણ એક સપનું છે, જે ત્રણ ઓનલાઇન મિત્રોએ ભેગા થઈને જોયું અને હવે તમારી જોડે એટલે કે એના દરેક વાંચક જોડે જીવશે..!!

રવિના, હિના અને શેફાલી એટલે ત્રણ અલગ અલગ શહેરની મિત્રો જે હજી સુધી રીયલ માં મળ્યા નથી પણ હા એમનું આ સપનું પણ પૂરું થશે જ..!! એમનો સ્વભાવ પણ આમ તો અલગ જ રવિના થોડી ઠાવકી, હિના એકદમ શીઘ્ર અને શેફાલી ઘણી પીઢ તોય એમને એક વસ્તુ જોડી ગઈ એ છે ત્રણેય વચ્ચેની સમજણ. અને આ સમજણથી જ ત્રણેય ની આંખોમાં એક સપનું અંજાયું અને હવે એ સપનું "પ્રેમની પેલે પાર" સ્વરૂપે અમલમાં મુકાઈ રહ્યું છે.
આ માત્ર એક પ્રેમ ની વાર્તા નથી પણ પ્રેમની પેલે પાર જઈ જીવાતા પ્રેમ ની વાર્તા છે. અભ્યુદય, આકાંક્ષા ને સૌમ્યા એના મુખ્ય પાત્રો છે. જેમની આસપાસ લખાયેલી ને જીવાયેલી પ્રેમ કથા એટલે પ્રેમની પેલે પાર...

આ રવિવારે એટલે કે તારીખ 20/1/2019 ના રોજ સાંજે સાત વાગે માતૃભારતી ઉપર એનો પ્રથમ ભાગ અપલોડ થશે.

અમને ત્રણને મળાવવામાં માતૃભારતી જ નિમિત્ત બની છે એટલે માતૃભારતી ટીમ અને આપ સૌ મિત્રો જેમણે એમને સાથ આપ્યો છે એમનો ધન્યવાદ...

જય જિનેન્દ્ર...

Read More

લાગણીને યોગ્ય પ્રતિસાદ ના મળે ત્યારે સંબંધમાં માત્ર ખોળિયું જ રહી જાય છે..!!

ત્યારે મારું મન...

જ્યારે ઊડતી લટો તારા ચમકતા લીસ્સા ગાલને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
લટ બની તારા ગાલ જોડે અટખેલિયા કરવા અધીરું બની જાય છે..!!

જ્યારે કાનના ઝુમકા તારા નાજુક સુરાહી જેવી ગરદનને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
ઝૂમકા બની એ નાજુક સુરાહીને આલિંગન કરવા બહાવરુ બની જાય છે..!!

જ્યારે પાણીનો પ્યાલો તારા રસીલા અધરને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
અમૃત પ્યાલો બની તારા અધર ને ચુંબન કરવા ક્ષુબ્ધ થઈ જાય છે..!!

જ્યારે કાજળ અંજાઈને તારી મૃગનયની આંખોને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
કાજળ બની તારી તારી આંખોમાં વસી જવા બેકરાર થઈ જાય છે..!!

જ્યારે લાંબો ચોટલો તારી કમનીય કમરને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
એ ચોટલામાં ફૂલની વેણી બની મહેકવા મજબૂર થઈ જાય છે..!!

જ્યારે રૂમઝૂમ રણકતી પાયલ તારા સુંદર પગને સ્પર્શે છે,
ત્યારે...મન અદેખાઈથી...
એ પગના કુમકુમ પગલા ઘરમાં પડાવવા ઉતાવળું થઈ જાય છે..!!

શેફાલી શાહ

Read More

કંઇક ખાસ કરીએ...


ચાલ ને,

આજે ઉતરાયણના દિવસે કંઇક ખાસ કરીએ,
તારી મારી પ્રીતની વાત કરીએ!

ફરી મુક્ત બની ગગને વિહરીએ,
એક બીજાના સંગે નવી સફર ખેડીએ !

નવી સફરમાં નવી યાદ બનાવીએ,
એમજ પાછલી જીંદગી માટે સંભારણું ભેગુ કરીએ !

ચાલ ને આજે કઈ ખાસ કરીએ !

*****

Read More

હાય, માતૃભારતી પર આ વાર્તા 'હવે શબ્દોનો સહારો મળ્યો ..' વાંચો
https://www.matrubharti.com/book/19863252/have-shabdono-saharo-madyo