Hey, I am reading on Matrubharti!

વેપારી બની વિચારો અને વસ્તુઓ દુનિયાને ખૂબ વેચ્યા,
ચાલો, થોડા લાગણીશીલ બની લાગણીઓ વહેંચીએ.
#લાગણીશીલ

ગુણ અવગુંનો ક્યાં હિસાબ માંડીએ,
જ્યાં માણસાઈની ગુણવતા જ અસ્તિત્વ ખોતી જાય છે.
#ગુણવત્તા

જવાબોની અપેક્ષામાં આખી જિંદગી પ્રશ્નો પૂછવામાં ગુમાવી.
પ્રશ્નો છોડી આગળ વધ્યો હોતતો કઈ કેટલાય જવાબો મળી જાત.
#પ્રશ્ન

Read More

અરીસા સામે ઊભી પૂછાતા પ્રશ્નો ગાયબ થઈ ગયા,
જ્યારે બધા સેલ્ફીના ભ્રમમાં જીવતા થઇ ગયા.
#પ્રશ્ન

અહી કોઈ વિવાદનો અવસર જ નથી
દરેકે દરેક પળ આવી ને ભૂતકાળ બનવાની જ છે
છતાં
માનવી ભૂતકાળને દોષ આપી ભ્રમમાં બંધાયેલો છે

#ભૂતકાળ

Read More

ભૂતકાળને હાથના ખોબામાં લઇ
ભૂલો તપાસી લઈએ,
વર્તમાનની પગદંડી સુધારી લઈએ.
#ભૂતકાળ

શું ચિત્ર દ્વારા ભાવનાઓ જણાવું,
ભાવોતો બધા પડછાયામાં છુપાવ્યા છે.
#ચિત્ર

ફાયદાનો પક્ષ લઇ સ્વાર્થનો ભાર ઉપાડી, આખી માનવજાત અસંતોષના મૃગજળ તરફ આગળ વધી રહી છે.
#પક્ષ

વ્યક્તિ અધૂરો હોવા છતાં પોતાના સાથીમાં બધી જ આવડતો પરિપૂર્ણ ઈચ્છે છે.
#પૂર્ણ

બાળકને એક દુનિયામાં પૂર્ણ વ્યક્તિ બનાવવા રેસમાં યાહોમ કરીને, ડિજિટલ દોડ મૂકે છે. હોડમાં બાળકનું પૂર્ણ વ્યક્તિત્વ મૂકે છે

#પૂર્ણ

Read More