હું એટલે લખણપટ્ટીથી મન સુધી પહોંચવાનો સેતુ!

રેશમની દોર છે એક સબંધ,
ખેંચતા તૂટી જાય ને છૂટો મૂકતાં ગૂંચવાઈ જાય છે!

-Setu

આભમાં એક અહેસાસ છે,

ધરતીને પામવાનો,

છતાંય દુરી ભરખમ છે,

જોતાં ક્યાંક મેળાપ છે,

છતાંય ક્ષિતિજ કોરી જ છે,

માયૂસી રાતે વધી જાય છે,

પણ ચાંદનીમાં રોશની ઝલકાય છે,

દિનના અજવાસમાં તેજ છે,

પણ ધગતી ધરા અકળાય છે,

બધું સરીખું એમ જ હરખાય છે,

ને આશાના ઓરતા મલકાય છે,

ભલે મિલાપ નથી ક્યાંય ,

તોય જોડે રહેવાનો વિશ્વાસ છે,

પ્રેમની ઝાંખી કરતો નાદ છે,

ને એમાં સુંદરતાનો શ્વાસ છે!

- સેતુ

Read More

એ જીંદગી જ શું કામની જેમાં દિવસે સપનાં જોવાનું સામર્થ્ય ના હોય! દિવસે જોયેલા સ્વપન પૂરાં કરવાં સાહસ ખેડવું એટલે જીંદગી!

-Setu

Read More

સત્તા

સત્તા મળવી મતલબ જવાબદારીઓ વધવી!

અને જવાબદારીઓ વધે એટલે એના વહન માટે માણસના વ્યવહારમાં પરિવર્તન આવે એ પાક્કું છે.

પણ એ પરિવર્તન જો સકારાત્મક પ્રભાવ પાડે તો એ સતાનો સદુપયોગ અને નકારાત્મક પ્રભાવ પડે તો દુરુપોગ!

સત્તા તો રાવણ પાસે પણ ઘણી હતી પણ અહમ્ એ એને પછાડી દીધો અને રામે બે બાણ લઈને પણ વિજયી બનવાનું સાહસ ખેડ્યું!

Read More

इंसान की डिग्री का कोई मतलब नहीं, जब वो अपनो को पढ़नेमे ही नाकामयाब बन जाए।

-Setu

सच्चे मन से कि हुई शुरूआत कभी नाकमियाबी तक पहुंचने नहीं देती!

-Setu