જે છું એ ખૂબ છું...એટલે જ તો લખું છું...વાંચું છું...સમજુ છું....અને અનુભવું છું

ફક્ત *કામ * સાથે નહીં ......
પણ* *માન* સાથે કોઈની
જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ...

છે નહીં કશું મારી કને એટલે તો
લાગણીઓ વ્યક્ત કરું છું..

જો હોય કોઈ દ્વિધામાં તો
ઈશ્વર પાસે વ્યક્ત કરું છું..

જો હોઈ કોઇપણ મુશ્કેલી
માતા ના ખોળે જઈ વ્યક્ત કરું છું..

ક્યારેક માઠું લાગે જો કોઈથી
તો રિસાઈ ને વ્યક્ત કરું છું..

ક્યારેક ખુશ હોવ કોઈ પળે
તો મન માં હસી ને વ્યક્ત કરુ છું..

નાની મોટી વાતોથી જો થાવ આહત
તો એકલતા માં જઈને વ્યક્ત કરું છું.

મારા જો મને પહોંચાડે દુઃખ
તો ખૂબ રડી ને વ્યક્ત કરું છું

મારા જો મને પહોંચાડે દુઃખ
તો ખૂબ રડી ને વ્યક્ત કરું છું

મળે જો કોઈ મિત્ર જુના તો
ખૂબ પજવણી વ્યક્ત કરું છું..

છે નહીં કશું મારી કને એટલે તો
હું લાગણીઓ વ્યક્ત કરું છું

Read More

લાગુ નથી પડતું ને દોરાય ગયું
કોઈ છે નહીંને ચિતરાય ગયું

આ દિલ નાહકનું લૂંટાય ગયું
ક્યાં ખબર નઇ એ ખોવાય ગયું

કોઈ ખૂણે દિલના ખૂબ રડાય ગયું
સારું થયું પ્રેમનું ચિત્ર ભૂંસાય ગયું

Read More

કોઈ પૂછે તો કહું છું ઠીક છું
બાકી દિલના ખૂણેથી લીક છું

હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ
જેથી થાય અમારો ઉદ્ધાર
માર્ગ પર ચાલવાની આપ અડગતા
જેથી કરી લઈએ જીવનની નૈયા પાર
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ

હે ઈશ્વર હૃદય બનાવ એટલુ વિશાળ
જેમાં ના આવે કોઈના પ્રત્યે ધિક્કાર
બસ જેમાં રહે બધાનો અધિકાર
એવા હૃદયમાં હોય આનંદ અને કિલકાર
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ

આ વિશાળ જગમાં કોણ ક્યારે શુ કરે?
ધિક્કારે એક ક્ષણે તો બીજી ક્ષણે પ્રેમ કરે
સુખમાં અવગણે અને દુઃખમાં આગળ કરે
આવા મનેખ વચ્ચે જીવન જીવતા શીખવાડ
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ

સ્વાર્થ ભરેલી આ દુનિયામાં
કોણ પોતાના કોણ પારકા પારખવાની શક્તિ દે
જ્યાં કોઈ કોઈનું નથી એવી આ દુનિયામાં
પોતાને પારખવાની,ઓળખવાની શક્તિ દે
હે ઈશ્વર સત્ય બતાવ માર્ગ

Read More

કેટલાય બલિદાનો પછી
મળી છે સ્વતંત્રતા..
ઘણાં આંસુ,ઘણું લોહી વહાવી
મળી છે સ્વતંત્રતા..

અંગ્રેજોને આ પાવન ધરતીથી ઉખાડી ફેંકી
મળી છે સ્વતંત્રતા..
પરાધીનતાની બેડીઓ હટાવી
મળી છે સ્વતંત્રતા..

એ જવાનોની મર્દાની હિંમત બાદ
મળી છે સ્વતંત્રતા..
એ વીર શહીદોના અમૂલ્ય બલિદાન બાદ
મળી છે સ્વતંત્રતા..

ગાંધી,સરદાર,મંગલ,આઝાદ,ભગત ગુમાવી
મળી છે સ્વતંત્રતા..
નામી અનામી ઘણી શહાદતો બાદ
મળી છે સ્વતંત્રતા..

કેટલીય માતા,પત્ની,પુત્રી, દીકરી,બહેનો
થઈ આધાર વિહોણી
તેમણે પિતા,પતિ,પુત્ર,દીકરા,ભાઈઓ
ગુમાવ્યા બાદ મળી છે સ્વતંત્રતા..

આ હિંદની ભૂમિ છે બલિદાનની ભૂમિ
આ પાવન ધરતીને ઘણા અરસા બાદ
મળી છે સ્વતંત્રતા....

Read More