લખવા વાંચવાનો ખૂબ જ શોખ પણ સમયના અભાવે લખવું વાંચવું થોડુ ઓછું પડી જાય છે....

https://youtu.be/t88sHjU-XV8
એ માં ના હાથે ખાવું છે
પપ્પા સાથે ગુનગુનાવુ છે
થાવું છે નાનું જે થવાતું નથી પણ
હાલનું ભૂલીને મારે બાળપણનું સુખ માણવું છે.....
- સંકેત વ્યાસ (ઈશારો)

Read More

કપાઈ ગયો

ઉંચે ઉડ્યો હતો બઉજ
ગોથા પણ એ મારતો,
બીજાને અડપલા કરી
ઘણા લોચા એ મારતો,
કપાઈ ગયો પતંગ એ ઉંચાઇથી
જે હંમેશ સૌને ઠપકાઓ મારતો...

ઘણો ઉંચે જતો એ
થોડી ઢીલ પણ એ ના દેતો,
હંમેશ બીજાને હરાવવા
એ ખેંચમ્-તાણી સીધી કરતો,
કપાઈ ગયો પતંગ એ એની ખેંચમ્-તાણથી
જે ખેંચમ્-તાણમાં ખુદનો દોર ગુંચવી દેતો...

જનમો જનમ ના તુટે એવો
મજબુત દોરનો સાથ લીધો તો,
ઘણુંય ઉંચે ઉડવા માટે
એ સુતરનો સહારો લીધો તો,
કપાઈ ગયો એ પતંગ વધું ઉંચાઈ મેળવતા
જે ઉંચાઈ મેળવવા હોડ સૌની હંમેશ કરતો તો...

- સંકેત વ્યાસ (ઈશારો)
રાલીસણા, વિસનગર

Read More

મારી શું ભુલ !?

મારાથી ભુલ થઈ !
શું વાત કરો છો સાહેબ !
એવું તો કાંઈ હોતું હશે ?

પહેલા કરી હતી ભૂલ
છતાં મારાથી બીજી ભુલ થાય !
એવું તો કાંઈ હોતું હશે ?

ખૂબ જ ઉંચો છે પહાડ
ટોચ પામવી મુશ્કેલ છે,
વગર પ્રયાસે એ પામી જવાય !
એવું તો કાંઈ હોતું હશે ?

રહેતો સીધો-સાદો હંમેશ,
કરતો ના હું લેશ પણ ક્લેશ,
અને મારાથી ભુલ થાય !
એવું તો કાંઈ હોતું હશે ?

છાનો-છૂપો પ્રેમ કર્યો હતો,
એ પ્રેમથી હું હસ્યો હતો,
હું એકલો પ્રેમ કરૂ ને -
મારાથી ભુલ થાય !
એવું તો કાંઈ હોતું હશે ?

રહું છું સવાયો હું,
પ્રેમ ખાતર ક્યાંક ઘવાયો હું,
અને મારાથી ભુલ થાય !
એવું તો કાંઈ હોતું હશે ?

"હા" માનું છું કે
એ ડાળખે હું ચડ્યો હતો,
તુટશે તો પડીશ એ હું પામ્યો હતો,
આટલું જાણતો છતા -
મારાથી ભુલ થાય !
એવું તો કાંઈ હોતું હશે ?

પહેલા કરી હતી ભૂલ
છતાં મારાથી બીજી ભુલ થાય !
એવું તો કાંઈ હોતું હશે ?

- સંકેત વ્યાસ (ઈશારો)
રાલીસણા, વિસનગર

Read More

શીર્ષક -અગણિત અજંપા

અગણિત છે અજંપા અને
અગણિત રાઝ ખુલશે
અજાણતા છતાંય
આંખ જ્યારે મળશે,

પહેરવેશ એ બદલશે
એવી રાત જ્યારે ઢળશે
આવશે એ પરીણામ
જેવી આંખ જ્યારે મળશે,

આંખ જ્યારે મળશે
એ વાત એમ કરશે
કહેવાય ના અહીં એ
એવી વાત ત્યારે ખુલશે,

નિખાલસતાથી નીંદર ને
અટકાવી એ દેશે
વાતો પણ પ્રેમથી એ ત્યારે કરશે
દિલથી એવી આંખ જ્યારે મળશે,

અજાણતા એ મળશે
ભ્રમરોના ઉછાળા એ કરશે
અજંપાઓ દૂર કરી ફરી
એ શાંત થઈને ઢળશે

એવી તો એવી
એ આંખ જ્યારે મળશે......
- સંકેત વ્યાસ (ઈશારો)
રાલીસણા, વિસનગર

Read More

"અંધારે દિવાળી"


સાંજે માટીના કોડીયામાં દિવા તૈયાર કરતો જીગર એની મમ્મીને પૂછવા માંડ્યો "મમ્મી લોકો હવે ઘી-તેલના દિવા કરવાને બદલે મીણબત્તી જ કેમ સળગાવે છે ? મમ્મીએ જવાબ આપતા કહ્યુ "બેટા એમને અંધારામાં જ દિવાળી કરવી ગમે છે એટલે ઘી-તેલના દિવા નથી કરતા, બેટા કોડીયા જલદી તૈયાર કર નહીં તો આ મીણબતી પણ બુઝાઈ જાશે...
- સંકેત વ્યાસ (ઈશારો)

Read More