અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તકને ઝીલતી રહું છું. ‘અનુસંધાન’ નામે સાહિત્યિક અને શૈક્ષણિક અભિવ્યક્તિને પ્રસ્તુત કરતી એક વેબસાઇટ http://smitadtrivedi.in પર કાર્યરત રહીને વિશ્વના સાહિત્ય પ્રેમીઓ સાથે જીવંત સંપર્કમાં રહેવાનો લ્હાવો લઉં છું.

કોઈ પણ વિજેતા કે સફળ માણસનો એક જ મંત્ર હોય છે, “મારાથી આ કામ થઈ જ શકે છે.” જેના મનમાં પહેલા જ ધડાકે શંકા જાગે અથવા સવાલ થાય કે, “મારાથી આ કામ નહિ થાય તો?” એ શંકાને પગલે એને અનેક નકારાત્મક પરિબળો દેખાવા લાગે છે. આપણા મનની એક વિચિત્ર તાસીર છે. આપણા મનનું ગણિત શેરબજાર જેવું છે. એક વાર મંદીની અસર શરૂ થાય એ પછી તેજીનાં મજબૂત કારણોમાં પણ ડિસ્કાઉન્ટ થઈ જાય છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી http://smitatrivedi.in

-Smita Trivedi

Read More

આપણું જીવન પોતે જ એક જંગ છે. વિજેતા બનવા નીકળનારે સતત ઝઝૂમવું પડે છે. કુટુંબ, સમાજ, વ્યવસાય અને સિધ્ધિની દરેક સફરમાં છેલ્લા મુકામ પર પહોંચવા માટે પહેલ કરવાની તૈયારી રાખવી પડે છે. પરંપરા તોડવાનો પણ એક આનંદ હોય છે. પહેલ કરવાથી અડધી બાજી જીતી લેવાય છે. આ દુનિયામાં દરેક ચીજ ક્યારેક ને ક્યારેક તો પહેલી વાર થઈ જ છે. કોઈએ પહેલ કરી જ ન હોત તો?
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી http://smitatrivedi.in

-Smita Trivedi

Read More

આખી જિંદગી રખડતા રહેવું હોય તો ધ્યેયની જરૂર નથી. મુકામ શોધવો હોય, ઠરીને બેસવું હોય કે વિજેતાનું સ્મિત માણવું હોય તો ધ્યેય જરૂરી છે. જીવન જ્યાં લઈ જાય ત્યાં જવું એ ધ્યેય વિનાનો રઝળપાટ છે અને આપણે જીવનને જ્યાં લઈ જવા માગીએ ત્યાં લઈ જઈએ ત્યારે જ એ સાચા અર્થમાં જીવતર બને છે. શ્વાસનો દરેક ધબકાર ધ્યેય પ્રાપ્તિના તાણાવાણા ગૂંથતો થઈ જાય એ પછી સિધ્ધિ અને વિજયની ચાદર નહિ ગૂંથવાનું કોઈ કારણ જ રહેતું નથી.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in

-Smita Trivedi

Read More

જે પોતાના કામને મૂલ્યવાન સમજે છે અને પૂજા કરતા હોઈએ એટલા સમર્પણ ભાવથી કામ કરે છે એ જ વિજયપથનો પ્રવાસી છે. ગમે એટલું નાનું લાગતું કામ પણ મન મૂકીને કરવામાં આવે ત્યારે એ મોટું બની જાય છે. કામ પૂરું કર્યા પછી સંતોષની ફરી વળે અને એક જ ક્ષણમાં થાક ઊતરી ગયો હોય એવી સ્ફૂર્તિ અનુભવાય ત્યારે જ એ કામ થયું કહેવાય. જેનામાં પોતાના કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા છે એ પોતે તો પોતાના કામને પૂરતો ન્યાય આપે જ છે, અને પોતાની આસપાસના લોકોને પણ પ્રેરણા આપે છે. સિકંદર એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રત્યેક કામ રણભૂમિ છે અને કામ કરનાર એક સૈનિક છે.
સેલ્ફ મેનેજમેન્ટ – દિવ્યેશ ત્રિવેદી – http://smitatrivedi.in

-Smita Trivedi

Read More

ચહેરા પરના સ્મિતમાં અનેરી તાકાત હોય છે. ભલભલા જંગમાં એ તન-મનની તાકાતને ટકાવી રાખે છે. વિજ્ઞાનીઓ કહે છે કે રડતી વખતે ચહેરાના માત્ર આઠ જ સ્નાયુઓનું હલનચલન થાય છે. હસવાથી ૭૩ સ્નાયુઓને કસરત મળે છે. આથી જ હસતો ચહેરો આકર્ષક અને પ્રફુલ્લિત લાગે છે. હસતા રહેવાની વૃત્તિ આપણે જ કેળવવી પડે છે. બ્યુટી પાર્લરમાં એનો માસ્ક મળતો નથી.

-Smita Trivedi

Read More

નૂતન વર્ષનાં અભિનંદન અને શુભેચ્છાઓ

શું કરવા કરો છો આટલો બધો દેકારો?
જીવતું ક્યાં કોઈ અહીં મરે છે રોજ!
કોલગેટ સ્માઈલથી ટેવાઈ ગયા છે બધાં
ભીતર બાળીને લાલ ગાલ રાખે છે રોજ!

શ્વાસ-ઉચ્છવાસના આવાગમનનો ખેલ બધો,
પોતાની જ અર્થી ઊંચકીને આનંદે છે રોજ!
પોતાને તો પ્રેમ કદી કરી શક્યા નથી,
બીજાને ચાંદ-તારા બતાવે છે રોજ!

ઘર, બૈરી છોકરાં અને નોકરી તો છે ને!
જીવી લીધાનું ઠાલું આશ્વાસન લઈ લે છે રોજ!
ઈશ્વર સાથે ય નફા તોટાનું ગણિત છે,
કામ પાર પડે, ઘીનો દીવો કરે છે રોજ!

-Smita Trivedi

Read More

કેમ કોઈને ય જરી ય જંપ નથી?
જીવવાના ભ્રમમાં ક્યાં ય કોઈ કંપ નથી.

લોકોના છે ટોળેટોળાં, માંહોમાંહે જરી ય સંપ નથી,
માણસ હોવાનું મહોરું, ક્યાં ય કોઈ સંત નથી.

ચારેકોર દોટંદોટ, ઈચ્છાઓનો અંત નથી,
ચર્ચાનો કોઈ સાર નથી, કયાં ય કોઈ તંત નથી.

આતંકના પ્રકોપમાં કોઈને દેખાતો બંડ નથી,
માન્યું કર્મ કેરું કાળચક્ર, ક્યાં ય કોઈ દંડ નથી.

દર્પણ સામે ય છળ, લાગે જાણે કોઈ દંભ નથી,
નથી સંવાદ, ક્યાંય કોઈ નિર્દંભ નથી.

-Smita Trivedi

Read More

સાવ સહેલું છે બની જવું પ્રધાન,
બહુ કઠીન છે સહુને પહોંચાડવું ધાન.

જીતીને માણી આન, કર્યા સહુને બાન,
દિલો પર કરે કોઈ રાજ,મળે ત્યાં શાન.

ભૂલો કરી પકડે બીજાના કાન,
સેવાના નામે લઈ લે એ દાન.

કોણ જાણે કેવા વિચારમાં તાન,
પગ ન પકડો તો લઈ લે જાન.

આમ તો બધાં ય છે બંદીવાન,
સમય પર જો આવી જાય સાન.

ભગવાન કરે ને આવી જાય ભાન,
તો દૂર નથી જરાય પામવો કા’ન.

-Smita Trivedi

Read More