શબ્દો ને જ્યારે પાંખો મળે છે ત્યારે જ કવિતા નું સર્જન થાય છે (Follow me in instagram prem_aanand_ )

કુદરત પણ એ ઘડી ને નિહાળીને કલ્પાંત કરતો હશે જ્યારે,
કોઈ ઘરે રણકતી ચૂડી નો અવાજ શાંત થયો હશે!?
ઘરમાં ગુંજતા પાયલ નો અવાજ ગુમસુમ થયો હશે!?
રંગબેરંગી વસ્ત્રો નું સ્થાન શ્વેત વસ્ત્રો એ લીધું હશે!?
અખાટ રુદન વચ્ચે કપાળ નો સિંદૂર ભુસાણો હશે!?
સધવા વખતે વડીલોના મળેલા અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ પણ ખોટા પડ્યા હશે!?
જ્યારે એક અબળા નારી વિધવા બની હશે!?

✍️પ્રેમ - આનંદ
#વિધવા

Read More

આ શબ્દ ને કેવી રીતે ભૂલી શકું ?
આ શબ્દ થી જ માતૃ ભારતી પર કલમ ની શાહી રેલાણી હતી. આજ થી ૪ મહિના અગાઉ મારી પેહલી પોસ્ટ આજ શબ્દ થી થઈ હતી. આજ થી ૪ મહિના અગાઉ જે શબ્દો હતા એમાં ઘણો સુધારો લાવી શક્યો જે માતૃભારતી અને માતૃભારતી ના નામી અનામી લેખકો નો આભારી છું.

✍️પ્રેમ - આનંદ
#શિકાર

Read More

માનસ પલટ પર રચાતા
અમુક દ્રશ્યો ને અદ્રશ્ય કરવા,
કરાયેલા અથાગ પ્રયત્નો છતાં
એ બમણા વેગે મસ્તિષ્કમાં ભમ્યા કરે છે.

✍️પ્રેમ - આનંદ
#દ્રશ્ય

Read More

નિષ્ફળતા રૂપી વાદળો ને ચીરીને અડગ મન થી આગળ વધનાર જ વિજયી બને છે

✍️પ્રેમ - આનંદ
#વિજય

મને દૃષ્ટ કહેવાનો અધિકાર પણ તમને નથી સાહેબ!

મારા કપરા સમયે ઘણી શેરીઓ ફરી છે તમે.

✍️પ્રેમ - આનંદ
#દુષ્ટ

તમારું ધ્યેય સ્પષ્ટ હશે તો!

મંજિલ ના અસ્પષ્ટ રસ્તા પણ સ્પષ્ટ થશે.

✍️પ્રેમ - આનંદ
#અસ્પષ્ટ

અનેક રંગો ના તણખલા થી ગુંથાયેલા માળાની જેમ અમારા પરિવાર ના સભ્યો પણ ભિન્ન ભિન્ન વિચારો ધરાવે છે પરંતુ મુશ્કેલ સમયે એકરૂપ થઈ હંફાવિયે છીએ એવા કપરા સમયને પણ.

✍️પ્રેમ - આનંદ
#એકરૂપ

Read More

जान की बाजी लगाकर वो ही लड़ सकता है।
जो अपने साथी को अपना परिवार का हिस्सा समझें।
बेशक गुलाम की तो आदत ही होती है कन्ही भी झुक जाने की।

✍️प्रेम - आनंद

Read More

કામચલાઉ કામદાર vs કાયમી કામદાર ની માનસિક સ્થિતિ
કામચલાઉ કામદાર હંમેશા એવું વિચારીએ નેજ ઓછું કામ કરે છે કે હું ક્યાં કાયમી છું કે વધારે કામ કરું અને મારો ક્યાં પગાર પણ કાયમી કામદાર જેટલો છે.

કાયમી કામદાર હંમેશા એવું જ વિચારશે કે હવે તો હું કાયમી કામદાર છું મને ક્યાં કોઈ કાઢી શકાવાનું એટલે જેટલું કામ થાય એટલું જ કરો

✍️પ્રેમ - આનંદ
#કામચલાઉ

Read More

લાગણી ના ઝીણા તાંતણે રચાયેલી કુદરતી અદભૂત રચના એટલે વિશ્વાસ.

✍️પ્રેમ - આનંદ
#વિશ્વાસ