અધૂરા રહી જવાય છે, પૂર્ણ થવાની ઉતાવળમાં.

સંબંધ ફૂલ અને ઝાકળનો એવો થયો ,

માંડ ભેગા થયા ત્યાં તડકો થયો !!!

હું તને ફરી મળીશ...


હું તને હજી ફરી મળીશ ,

ક્યાં ? અને કેવી રીતે ?

મનેય ખબર નથી... !

કદાચ હું ;

તારી કલ્પનાનો વિચાર બનીશ...!

અને કદાચ ;

મારી જાતને તારા કેનવાસ પર ,

એક રહસ્યમય રેખા બનીને ફેલાવીશ...

હું સતત તારી સામે તાકી રહીશ...

પણ , હાં હું તને ફરી મળીશ .

Read More

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી..

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી..

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી..

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી..

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી..

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી..

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી..!

🙏✒️✒️✒️🙏

Read More

બહુ નજદીક હતા જ્યાં સુધી અજાણ હતા,

જાણી લીધા પછી તો સાવ અજાણ્યાં બની રહ્યાં...

કેમ આ યાદોની આંધી થોભતી નથી​..!

​જો ને

આ જિંદગી તારા વિના શોભતી નથી​..!

સન્નાટો તારાં હૃદયનો મારુ એકાંત ચીરી જાય છે ,

જરાં શબ્દો વહાવ મુખથી તારું મૌન કોરી ખાય છે...

આંખના પલકારા અાજે પણ સ્તબ્ધ થઈ જાય છે.

જ્યારે ભેટો કયાંક એમનો સ્મરણોમાં થઈ જાય છે...

યાદ અમર છે જિંદગી ની સફર માં,
અમે તો છુપાવી લીધી છે તસ્વીર સફર માં,
કેમ ઓછી કરી શકીએ તમારી યાદ જીવન માં,
યાદગાર છો તમે તો સદા અમારી નજર માં…

Read More

મજબુરીમાં પહેરી લે છે, પછી મુકે ઉતારી,,

હેલમેટ જેવી થઈ ગઈ છે સંબંધોની સવારી!!!

રોજ શબ્દોનાં સુંદર સંયોજન સર્જાય છે...

છતા કોઇના મૌન સામે હારી જવાય છે...