Work is worship...

સાંજ થઈને
ડૂબ્યો સૂરજ રાતો
શમણાં ઢળ્યા.

સ્મરણ તારું
મૌન ના તિમિરમાં,
સર્જે વિરહ.

ચૈત્રી બપોરે
ચિત્કારે સાયરન,
ઉર વ્યાકુળ.

મારી આંખમાં
ડિજિટલ સપનાં,
ટેરવે ખીલે.

ઘેરાયું મુને
વાતાવરણ આજ,
કલરવનું.

સવાર થઈ
મુજમાં સળવળે,
પક્ષી ગુંજન.

શમણાં ઢળે
આથમણે રોજ,
ઉગવાની વાટે.

જવાબદારી
અસવાર થઈને,
સવાર થઈ.

જીતની વાટ
જોઈ મહામારીમાં.
હારી હિંમત.

લાગણી મળી
મળસ્કે નેત્ર ભીની,
કોરા હૃદયે.