સુલતાન સિંહ... જે પ્રોફાઈલમાં જોઈ શકાય છે હા એજ મારું નામ અને એના પાછળનું ‘જીવન’ એજ મારું ઉપનામ. હું મુખ્ય મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિદ્યાર્થી છું. અત્યાર સુધી કોઈ ઝાઝી મોટી સફળતા મારા જીવનમાં મેં પામી નથી, કંઇક શોધું છું, શીખવામાં મસ્ત છું અને બસ આમ જ મારે હર હંમેશ શીખતા રહેવું છે. મારા લક્ષ્ય મુજબ મારે કોઈ ટોચ પર નથી પહોચવું, બસ મારે આ સફળતા અને દિલના પહાડી માર્ગમાં ચાલતા પડતા અને ઉઠતા આગળ વધતાં રહેવું છે. અટકવું નથી અને કોઈને ખટકવું પણ નથી. કહેવાય છે કે પડેલું તો પાણી પણ ગંધ

બસ ઇતના બહોત હે ?

#kavyotsav #કાવ્યોત્સવ

વૃંદાવનમાં મને કાન જેવું લાગે છે,
અયોધ્યામાં મને રામ જેવું લાગે છે,

કોઈ જો કહે ધર્મની વાતે લડવાનું,
એ શબ્દોમાં અપમાન જેવું લાગે છે,

આ સંસારમાં રહેવું છે વાસ્તવિકતા,
પણ હવે જાણે મહેમાન જેવું લાગે છે,

એવું ક્યાં છે કે ઈશ્વરને નથી માનતો,
પણ નાસ્તિક હોવું શાન જેવું લાગે છે,

ખુશીઓનો સંસાર જાણે કે સ્વર્ગ છે,
દુઃખનો ઇજારો સમશાન જેવું લાગે છે,

પેલા ઇચ્છાઓમાં બધું ભવિષ્ય હતું,
જાણી આત્મને વર્તમાન જેવું લાગે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’

Read More

#કાવ્યોત્સવ #kavyotsav

એવાય કેટલાક ભાઈબંધો છે,
———————————————
મને કાઈ થાય તો દુનિયા હલાવી નાખે, એવાય કેટલાક ભાઈબંધો છે,
યમરાજને હરાવી દઈ પણ પાછો મુકાવે, એવાય કેટલાક ભાઈબંધો છે,

સુખમાં તો અમે લોકો આખી ગેંગ બની દુનિયાને દરેક રંગોમાં માણીયે,
દુઃખના સમયે દીવાલ બનીને ઉભા હોય, એવાય કેટલાક ભાઈબંધો છે,

હું તો ક્યાં કદી પડ્યો છું પ્રેમના જુઠ્ઠા ચક્કરોમાં, ને દગો મળ્યો હોય,
મારા માટે એને માંડવામાંથી પણ ઉઠાવે, એવાય કેટલાક ભાઈબંધો છે,

ક્યારેય સંજોગ તો નથી જ થયા સર્જનહાર સાથે લડી ઝગડી લેવાના,
એમાંય મને હારવા કોઈ હાલમાં ન જ દે, એવાય કેટલાક ભાઈબંધો છે,

સત્યને જાણ્યા બાદ મોત સાથેનો છેલ્લો ભેટો મને પણ મંજુર જ છે,
બાકી યમરાજને હરાવી પાછો મુકાવે, એવાય કેટલાક ભાઈબંધો છે,

~ સુલતાન સિંહ ‘જીવન’

Read More

કોઈ મારુ લખાણ, પૈસા કે સંપત્તિ ચોરી શકે છે...

પણ મેં જીવેલું, જાણેલું અને માણેલું આ જીવન... કોઈના બાપની તાકાત નથી કે છીનવી શકે...

એટલે જીવનમાં મોજ કરો... ? એક માત્ર સંપત્તિ જે હર હાલમાં માત્ર અને માત્ર તમારી છે..

#ebites #વિચારવૃંદ #સુલતાન

Read More

કરામત છે કે કોઈ ખેલ, સમજાતું નથી,
જેટલું પોષે છે, એટલું જ તો શોષે છે,

#ebites #સુલતાન #વિચારવૃંદ #લવ_છે

તું ભૂલી જઈશ તો ચાલશે...
પણ શર્ત એટલી કે,
પછી યાદોમાં લહેરાઈ ન જતી...

#લવ_છે #સુલતાન #ebites #વિચારવૃંદ

શુ લાગે છે તને...? કે તું ભૂલી જઈશ...?
યાદ રાખીને પણ તે કાઈ મેળવ્યું જ નથી...

#લવ_છે #ebites #સુલતાન

તારી યાદમાં એટલો તો ઉતાવળો થયો છું,
નેટ પણ બંધ નથી કરતો, ક્યાંક મેસેજ આવે,

#લવ_છે #વિચારવૃંદ #સુલતાન