હું જન્મે બ્રાહ્મણ, કર્મે વૈશ્ય, વિચારે ક્ષત્રિય અને આચારે શુદ્ર છું. હું અભ્યાસે વિજ્ઞાનનો અનુસ્નાતક અને કાયદાનો સ્નાતક છું અને વ્યવસાયે બેન્કર છું. હું ધર્મે માનવતાવાદી, સ્વભાવે વાસ્તવવાદી અને દિલથી પર્યાવરણવાદી છું. હું આજીવન વિદ્યાર્થી છું અને વાંચન, સંગીત, પેઇન્ટિંગ, ફોટોગ્રાફી અને ટિકિટસંગ્રહનો શોખ ધરાવું છું. મને યોગ, કુદરતી જીવનશૈલી અને હિંદુ સંસ્કૃતિ પ્રત્યે ઘણો લગાવ છે. લેખક તરીકે તો હું નવો નિશાળીયો છું. મારું એક પુસ્તક “સંભારણાં” પ્રકાશિત થયેલ છે, જેમાં મેં વર્ષ ૧૯૬૦-૭૦ ના સમયના ગ્રામ્યજીવનની વાતો રજુ કરી છે. હાલ મારા આગામી પુસ્તક “આપણાં શાસ્ત્રો” પર કામ કરી રહ્યો છું. મારાં આ પુસ્તકો અને અન્ય તમામ લેખ મારા ગુજરાતી બ્લોગ “દાદાજીની વાતો” પર ઉપલબ્ધ છે. મારા બ્લોગની મુલાકાત લઈને તમારો અભિપ્રાય તથા સલાહસૂચન આપવા વિનંતી છે. આપ સર્વેને દાદાજીના જય શ્રીકૃષ્ણ. બ્લોગ : www.dadajinivato.wordpress.com ઈ મેલ : sctwav@gmail.com

No Bites Available

No Bites Available