Motivational Speaker....check my instagram - Most.Motivational.Club and youtube @ Amee A Vyas

આજના જમાનાની એક હળવીફુલ રચના માણીયે..!!

રૂમાલ ફક્ત આંખોનાં આંસુ લૂછી શકે પણ સાચું કારણ જાણવા તો
*મિત્ર જ જોઈએ.*

ડૉક્ટર હાર્ટ ખોલીને સર્જરી તો કરી શકે પણ હૈયું હળવું કરવા તો
*મિત્ર જ જોઈએ.*

ઓફિસની કડક કોફી હેડેક દૂર કરી શકે. ચાની ચુસ્કી માણવા તો
*મિત્ર જ જોઈએ.*

એચીવમેન્ટનાં સર્ટિફિકેટ ખુશી આપી શકે. દિલથી પીઠ થાબડવા તો
*મિત્ર જ જોઈએ.*

ઇન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર ફોલો તો થઇ શકે. સંગાથે રખડપટ્ટી કરવા તો
*મિત્ર જ જોઈએ.*

વૉટ્સએપ્પને ફેસબૂકથી વાત તો થઇ શકે.લાગણીભીનાં સંવાદ માટે તો
*મિત્ર જ જોઈએ.*

ગુગલ કે જીપીએસમાં લોકેશન તો મળી શકે.
ખભાનાં સરનામે પહોંચવા તો
*મિત્ર જ જોઈએ.*

ઝૂમ કે ફેસટાઈમ પર વિડિઓ કોલ થઇ શકે.
મન ભરીને ગળે મળવા તો
*મિત્ર જ જોઈએ.*

દફતર કરતાં ઓફિસની બેગનો ભાર છે ફરીથી કીટ્ટા-બુચ્ચા કરવા તો
*મિત્ર જ જોઈએ.*

*મારા સ્નેહી મિત્રોને સાદર અર્પણ.*🙏

Read More

📢🏵️🎊🏵️📣

*ધીરે થી કહેવાની*
*વાતમાં જ્યારે*
*'📣રાડ📢'*
*પડી જાય છે*
*બસ ત્યારે*
*જ સંબંધમાં*
*'💔તિરાડ💔'*
*પડી જાય છે..*

⏱️🎊🦶🎊⏱️
*⏱️સમય ને*
*ભલે 🦵પગ નથી*
*હોતા..*
*પરંતુ*
*વિતેલા*
*⏱️સમયના*
*🦶પગલાં 🦶*
*કાયમ દેખાય છે..!*

🙏🎊🏵️🎊🙏

Read More

*When you have nothing better to do*
*Just try answers for these*

1. If poison expires; is it more poisonous or is it no longer poisonous?
🤔
2. Which letter is silent in the word "Scent," the S or the C?
🤔
3. Do twins ever realize that one of them is "Unplanned"?
🤔
4. Why is the letter W, in English, called double U? Shouldn't it be called double V?
🤔
5. Maybe Oxygen is slowly killing you and It just takes 75-100 years to fully work.
🤔
6. Every time you clean something, you just make something else dirty.
🤔
7. The word "swims" upside-down is still "swims"
🤔
8. 100 years ago everyone owned a Horse and only the rich had Cars. Today everyone has Cars and only the rich own Horses.
🤔
9. If you replace "W" with "T" in "What, Where and When", you get the answer to each of them.
🤔
*Still have time for fun..?*
*Let's try this*

Six Great Confusions
Which are still unresolved
😄😂
1. At a movie theatre, which arm rest is yours?

2. If people evolved from monkeys, why are monkeys still around?

3. Why is there a 'D' in fridge,
but not in refrigerator?

4. Who knew what time it was when the first clock was made?

*Well Try this now*
Vagaries of English Language! Enjoy.!!!
😀

•Wonder why the word "Funeral" starts with FUN?

•Why isn't a Fireman called a Water-man?

•How come Lipstick doesn't do what it says?

•If money doesn't grow on trees, how come Banks have Branches?

•If a Vegetarian eats vegetables, what does a Humanitarian eat?

•How do you get off a non-stop Flight?

•Why are goods sent by *Ship* called CARGO, and those sent by *Truck* SHIPMENT?

•Why do we put cups in the "Dishwasher" and the dishes in the "Cupboard"?

•Why do doctors "Practice" medicine? Are they having practice at the cost of the patients?

•Why is it called "Rush Hour" when traffic moves at its slowest then?

•How come Noses run and Feet smell?

•Why do they call it a TV 'set' when there is only one?

•What are you vacating when you go on a "Vacation"?

We can never find the answers
Can we❓

If you have the *Spirit* of understanding everything in a positive manner - You’ll enjoy every moment in LIFE, whether it’s *PRESSURE or PLEASURE*

So just enjoy the PUN and FUN of the English language.
😂🤣😂
Enjoy n have fun.😘👍

Read More

🦚

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી
.

Read More

... *શ્રીમંતાઈ*

જી હા, મારી બધી જ કલ્પનાઓ અલગ છે, શ્રીમંતાઈ માટેની ....

ઘરમાં રોજના જરૂર પૂરતા તાજા ફ્રૂટ્સ, શાકભાજી, દૂધનું હોવું એટલે મારી માટે એ શ્રીમંતાઈ 😊

અચાનક ઘરે કોઇ મહેમાન આવે અને એને પેટ ભરીને પ્રેમથી જમાડી શકીએ એજ મારી શ્રીમંતાઈ 😊

મને કોઈ મિત્ર કે સંબંધી કોઈપણ કામ વગર કાંઈ નહિ બસ એમ જ યાદ આવી જાય એટલે ફોન કરૂં.... અને એ મારી સાથે નિરાંતે વાત કરે એ મારી માટે શ્રીમંતાઈ 😊

કોઈ મારી ઉપર વિશ્વાસ મૂકીને મારી સાથે એના જીવનની અનમોલ વાતો શેર કરે એ મારી માટે શ્રીમંતાઈ 😊

બાકી રહેલી જીંદગી મૌજ થી જીવી શકું તે માટે મારી પાસે મારા કહી શકાય એવા આપના જેવા મિત્રનું/સ્વજનનું વર્તુળ હોવું એ જ મારી શ્રીમંતાઈ.

*હા પ્રભુ..!*
*મને હરહંમેશ માટે આવી જ શ્રીમંતાઈ જોઈએ છે.*🙏🏻

Read More

Today's reality
ખૂબજ સરસ લખાણ છે, 2 મિનટ શાંતી થી વાંચજો

એક બગીચા માં 2 વડીલો બેઠા હતા.. બંને વાતો કરતા હતા..

પેહલા વડીલ બોલ્યા : મારી એક પૌત્રી છે.. ઉંમર લાયક થઇ ગઈ છે.. BE કરેલ છે એણે... એના લાયક કોઈ છોકરો ધ્યાન માં હોય તો કેહજો...

બીજા વડીલ બોલ્યા :- તમારે કેવું કુટુંબ જોઈએ છે, તમારી પૌત્રી માટે કેવો છોકરો જોઈએ.. ?

પેહલા બોલ્યા :- કઈ ખાસ નહીં. બસ છોકરા એ ME / M.TECH કરેલ હોય... પોતાનું ઘર હોય... પોતાની કાર હોય.. ઘર માં ac હોય.. પોતાનો બાગ બગીચો હોય... સારી એવી નોકરી હોય જેમાં એનો પગાર એક લાખ પ્રતિ મહિના જેટલો હોય...
બીજા વડીલ બોલ્યા :- બીજું કઈ ?

પેહલા બોલ્યા :- અને હા, સૌથી જરૂરી વાત, એ ઘર માં એકલો જ હોય.. મા બાપ , ભાઈ બહેન ન હોવા જોઈએ... એમાં એવું છે ને કે આ બધા હોય તો લડાઈ ઝઘડા બહુ થાય ને..

બીજા વડીલ ની આંખો ભરાઈ આવી.. ને એ આંસુ લૂછતાં લૂછતાં બોલ્યા.. :- મારા એક દોસ્ત નો પૌત્ર છે... એના ઘર માં કોઈ નથી.
એના મમ્મી પાપા એક એક્સિડન્ટ માં ગુજરી ગયા છે. ને ભાઈ બહેન નથી... સારી એવી નોકરી છે... દોઢ લાખ પગાર છે પ્રતિ મહિના.. ને ઘર છે ગાડી છે , નોકર ચાકર છે..

પેહલા બોલ્યા :- તો કરાવો ત્યાં સબંધ પાકો..

બીજા વડીલ બોલ્યા : પણ એની પણ એક શર્ત છે.. એ પણ ઈચ્છે છે કે છોકરી એકલી હોવી જોઈએ... છોકરી ના મા બાપ , ભાઈ બહેન , કે કોઈ સગા સબંધી ન હોવા જોઈએ..
એટલું કેહતા કેહતા એનું હૃદય ભરાઈ આવ્યું.. પછી બોલ્યા : હા હા, એક કામ કરો તો થાય. તમારો આખો પરિવાર આત્મહત્યા કરી લો તો ત્યાં વાત ગોઠવાઈ એમ છે...

પેહલા બોલ્યા :- શું બકવાસ કરો છો.. એમાં મારો પરિવાર શું કામે આત્મહત્યા કરે ? કાલ મારી દીકરી ને કઈ તકલીફ પડી તો એની સાથે કોણ રેહશે.. સુખદુઃખ માં કોણ દેશે એનો સાથ... ?

બીજા વડીલ બોલ્યા :- વાહ મારા દોસ્ત. ખુદ નો પરિવાર પરિવાર.. ને બીજા નો પરિવાર કઈ નહીં..

મારા દોસ્ત છોકરાઓ ને પરિવાર નું મહત્વ સમજાવો.. ના કે એને પરિવાર થી દૂર કરો... કેમ કે નાના- મોટા, વડીલ બધા એક બીજા માટે જરૂરી છે... નહિ તો લોકો ખુશી ને દુ:ખ નું મહત્વ જ ભૂલી જશે. જો કોઈ એમાં સાથ દેવા વાળું નહીં હોય તો.. જિંદગી નીરસ બની જશે..

મીત્રો પરિવાર છે તો જ ખુશી છે જીવન માં.. બાકી બધું બેકાર છે.. કેમ કે સુખ દુઃખ માં હમેશા આપણો પરિવાર જ આપણી સાથે સારો લાગે... બાકી એના વગર કોની સાથે આપણે સુખ દુઃખ વહેંચી શકીયે... કોઈ ને પણ એના પરિવાર થી દૂર ન કરતા. ને દૂર કરતા પેહલા ખુદ ના પરીવાર વિશે વિચારી લેવું..

* હરિ ૐ.... મારા વાલા *

Read More

આપણું શરીર બે પ્રકારની ‘નર્વસ સીસ્ટમ’ના પ્રભાવમાં હોય છે. સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ અને પેરાસિમ્પથેટીક નર્વસ સીસ્ટમ.

સિમ્પથેટીક નર્વસ સીસ્ટમ એટલે એડ્રીનાલિન રશ. ‘ફ્લાઈટ ઓર ફાઈટ રીએક્શન’. જ્યારે આપણે ભય, ચિંતા કે સ્ટ્રેસમાં હોઈએ છીએ, ત્યારે આ નર્વસ સીસ્ટમ એક્ટીવેટ થાય છે. એ આપણને ભયનો સામનો કરવા (ફાઈટ) અથવા તો જોખમી પરીસ્થિતિથી દૂર ભાગી જવા (ફ્લાઈટ) માટે તૈયાર કરે છે. ટૂંકમાં, આ ‘સર્વાઈવલ મોડ’ છે.
ધીમે ધીમે, માનવજાતિ એક સુરક્ષિત અને સલામત સ્થળ પણ રહેઠાણ કરવા લાગી. અત્યારે આપણે ઉત્ક્રાંતિના સર્વોચ્ચ તબક્કામાં છીએ. કૂતરું પાછળ પડ્યું હોય કે લાકડી લઈને કોઈ આપણને મારવા દોડે, એ સિવાય આપણને આ ‘ફ્લાઈટ ઓર ફાઈટ’ રીએક્શનની જરૂર નથી પડતી. પણ તેમ છતાં આ જ સીસ્ટમ અત્યારે આપણને સૌથી વધારે નુકશાન પહોંચાડે છે.

બ્લડ પ્રેશર, હ્રદયરોગ જેવા તમામ રોગોનું મૂળભૂત કારણ સ્ટ્રેસ, ચિંતા કે અજ્ઞાત કારણોસર ઓવર-એક્ટીવેટ થયેલી સિમ્પથેટીક સીસ્ટમ છે.

સૌથી મોટી સમસ્યા એ છે કે ભયથી સુરક્ષિત રાખવા માટે વારંવાર એલર્ટ થઈ જતી આ સીસ્ટમ જ આપણને વધારે નુકશાન પહોંચાડે છે. દેખીતી રીતે આપણી આસપાસ કોઈ ફીઝીકલ થ્રેટ ન હોય ત્યારે પણ આ સીસ્ટમને કારણે આપણે બેચેન અને અસ્વસ્થ રહીએ છીએ.

રસ્તા પર રહેલા કૂતરા સતત એલર્ટ મોડમાં હોય છે. તેમના હાર્ટ-રેટ અને Breathing સતત ઉત્તેજિત અવસ્થામાં હોય છે, કારણકે એ એમની સર્વાઈવલ જરૂરીયાત છે. જેઓ અવેર નથી એવા મનુષ્યો પણ પોતાનું સંપૂર્ણ જીવન આ જ મોડમાં વિતાવી નાખે છે.

નાની નાની વાતોમાં ચિંતા કરવી, કશુંક અશુભ થવાના વિચારો આવવા, નેગેટીવ વિચારીને સ્ટ્રેસ વધારવું, આખું જગત મારી વિરુદ્ધમાં છે એમ માનીને સતત ‘ડીફેન્સીવ’ મોડમાં રહેવું, દરેક વસ્તુ કે વ્યક્તિને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો વગેરે આપણી આ ડીફોલ્ટ સર્વાઈવલ સીસ્ટમનું પરિણામ છે. આ પ્રકારનું બિહેવિયર આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસરો કરે છે. ઊંઘ ઓછી થઈ જાય, વિચારો બંધ જ ન થાય, બેચેની રહ્યા કરે, અસ્વસ્થતા અનુભવાય અને આવું તો કેટલુંય.

એમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે. એની એન્ટી-ડોટ રહેલી આપણી બીજી સીસ્ટમ એટલે કે પેરા-સિમ્પથેટીક નર્વસ સીસ્ટમને એક્ટીવેટ કરવી.

જ્યારે પણ ચિંતા થાય, ભય લાગે, નેગેટીવ વિચારો કરીને હ્રદયના ધબકારા વધી જાય, કશુંક અશુભ થશે એવી ગભરામણ થાય, કોઈ આપણને રીજેક્ટ કરશે, કોઈ સ્વજનનો એક્સીડન્ટ થશે, કોઈ મોટી ખોટ કે નુકશાન જશે વગેરે જેવા ‘વિચારો’થી આપણે ‘ફ્લાઈટ ઓર ફાઈટ’ મોડમાં પ્રવેશીએ, ત્યારે તરત જ એ સમયે “deep” breathing કરવાથી આપણે નર્વસ સીસ્ટમનો મોડ ચેન્જ કરી શકીએ છીએ.આપણો ઉચ્છવાસનો સમય આપણા શ્વાસ કરતા બમણો કરી નાખવાનો,ચાર સેકન્ડ સુધી ઊંડો શ્વાસ લેવાનો અને પછી તે ધીમે ધીમે આઠ સેકન્ડ્સ સુધી છોડવાનો.

એટલે કે ઊંડો શ્વાસ લેતી વખતે મનમાં ‘એક બે ત્રણ ચાર’ ગણવાના અને પછી મનમાં આઠ ગણીએ ત્યાં સુધી ધીમે ધીમે એ શ્વાસ છોડતા જવાનો. આમ તો કોઈપણ આપણને પેરા-સિમ્પથેટીક મોડમાં લઇ જાય છે પરંતુ ગયા વર્ષે થયેલા બે રીસર્ચ એવું કહે છે કે આ ટેકનીક સૌથી વધારે આપણી વેગસ નર્વ સ્ટીમ્યુલેટ કરે છે.
આ ઉપરાંત ‘Box breathing’ ( 4 :4 :4 breathing technique) પણ એટલી જ ઉપયોગી છે. જેમાં ચાર સેકન્ડ સુધી શ્વાસ લેવાનો, ચાર સેકન્ડ હોલ્ડ કરવાનો અને ચાર સેકન્ડ સુધી છોડવાનો.

આ બંનેમાંથી કોઈપણ ટેકનીકના દસ થી પંદર રીપીટેશન્સ આપણને તત્કાલ અસરથી નિરાંત અને રાહત આપશે. આપણું સ્ટ્રેસ ઓછું કરશે.-ડૉ. નિમિત્ત ઓઝા

Read More

https://youtube.com/c/AmeeVyas

my youtube channel

ચેક કરજો અને પ્રતિભાવો આપજો