Hey, I am on Matrubharti!

સૂકા રસ્તાઓ ને પલાળવા આજે પર્વતોથી નદીઓ આવી છે.
પ્રેમ તરસતા પથ્થરોને ચુમવા કેટલા બધાં છાંટાઓ લાવી છે.
ધરાની સાથે એકરૂપ થવા વાદળોની વચ્ચે સંતાઈને વર્ષા આવી છે.
ચાતકને કહો તૈયાર થઈ જાય, મૌસમ આજે કંઇક નવું જીવન લાવી છે.

અમૃત સમાન પાણી લાવી છે.
મોરલાંની મીઠી વાણી લાવી છે.
અરે મોટા, અહીં જોવો તો જરા,
મારા ખેડુ માટે તો ઉજાણી લાવી છે.

હરખાતા પક્ષીઓ કલરવ કરે છે.
પશુઓ ગેલથી દોડમ-દોડ કરે છે.
ગામનો નજારો કેમનો ભૂલાય જ્યાં,
ભૂલકાઓ નહાવા શોર-બકોર કરે છે.

પહેલા વરસાદ સાથે પ્રેમનો એકરાર કરવાનો ઉમંગ લાવી છે.
કથ્થઈ પડેલી ધરતીની ચૂંદડીમાં પીંછી ભરીને જીવનનો રંગ લાવી છે.
પ્રેમીઓને હાથોમાં હાથ નાખી દૂર દૂર સફર કરવાનો પ્રસંગ લાવી છે.
સમજોને વ્હાલા, ધરતીના પ્રેમપત્રના જવાબમાં મેઘને પોતાને સંગ લાવી છે.
- તેજસ

-Tejash B

Read More

એક વાર હાથ લંબાવી તો જુઓ દોસ્તીનો ખરા દિલથી તમે,
અજાણ્યાં ચહેરાઓમાં પણ મનગમતા સ્મિત જણાઈ જશે.

બે શબ્દો સ્મિત સાથે "કેમ છો?" બોલી તો જુઓ પ્રેમના,
અજાણ્યાં રસ્તા પર પણ જાણે ફુલોના બગીચા ચણાઈ જશે.

દરેક વ્યક્તિ માટે એણે જરૂરથી ખાસ મિત્ર બનાવેલો છે કે,
જેની સાથે ઊભા રહો ને ઊંડા દિલના જખ્મો પણ સંધાઈ જશે.

કોને ખબર હતી કે જેની જોડે કદી વાત ના થઈ વર્ષો સુધી,
એની જોડે એક શબ્દથી અલગ જ વાર્તાનો સંબંધ બંધાઈ જશે.

જૂના સાથી મળતા અષાઢે આભ હર્ષથી આખુ છલકાઈ જશે.
એક વાદળી સાથે મળીને એ ભૂરૂ આકાશ સાત રંગોથી રંગાઈ જશે.
- તેજસ

-tejash belani

Read More

વર્ષો બાદ આજ એનો અવાજ સાંભળી, લાગે કે પાછી ક્યાંક મોરલી વાગી છે.
સાંભળી સાદ એમાંય મારા જ નામનો, બધી મનની દબાયેલી ઈચ્છાઓ જાગી છે.

આવીને સીધા મારી સંગે ઘુમરડી ફરતાં ફરતાં, એની આંખોમાં જે ચમક લાગી છે.
ધોમધખતા તડકાથી પરેશાન ખેડૂતની અચાનક, પ્રભુએ જાણે હેલીની અરજ સ્વીકારી છે.

પકડ-દાવમાં ગામથી દોડાવતી મને, ખેતરે થઈને તળાવ પાસે લઈને આવી છે.
અંધારામાં દૂરથી અહેસાસ કરાવતી આજે, એવી જ રૂમઝૂમ એની ઝાંઝરીઓ વાગી છે.

સાથે નીકળતાં જ્યારે મેળામાં જવા ટાણે, "કુલ્ફી લઈ દઈશ"ની શરત હજી તાજી છે.
છે સક્ષમ દુનિયાને ખરીદવા પણ, મારી સાથે હોય ત્યારે નાનકડી વાતોમાં બસ રાજી છે.

સાથે બેસીને સાંજથી સવાર સુધી એની, વાતોમાં બસ મારી જ ચર્ચાઓ ચાલી છે.
જર્જરીત હાલતમાં રહેલ ખામોશ શિવાલયમાં, જાણે એકાએક હજારો ઝાલરું વાગી છે.
- તેજસ

-tejash belani

Read More

હજારો સપનાંઓને હથેળીમાં સજાવી છોડીને જતા રહ્યા,
આજે સપનાઓ અરીસામાં આવીને જાણે મને કહેતા રહ્યા,
સાચવીને રાખવા આપેલા દિલને તે કેમ પાટું મારવા જ દીધુ,
શું કહું જિંદગીને કે દોસ્ત, અંતે તો દરેક સ્વપ્નને તૂટવું જ રહ્યું.

તું પણ સામે રમત કરી લેતો,
તું પણ લાગણીઓ તોડી દેતો,
તું પણ એને બીજાં માટે છોડી દેતો,
તોડવા માટે તારી જોડે પણ એનું દિલ હતું,
એવું તો ના કરી શકું, એ જ તો મારું ચારિત્ર્ય હતું,
સોદામાં ખોટ ખાઈને પણ મારે ચુકવણી કરતા રહેવું રહ્યું.


આજે એને પણ દિલમાં કચવાટ હશે,
હ્રદયના કોઈક ખૂણે દગાનો અહેસાસ હશે,
ક્યાંક સામે ના આવે મારી એવો મનમાં ફફડાટ હશે,
કોઈક અંધારા ખૂણામાં હજી ય આંસુઓ પડતા હશે.
આપણે ક્યાં એનાં જેવું થઈને, ભારને લઈને ભમવું રહ્યું.
સરવૈયામાં માફી આપી આપણે તો હિસાબ બરાબર કરવું રહ્યું.

-Tejash B

Read More

કોને ખબર હતી...
જીવનની દરેક પળ તારી સાથે પસાર થશે.. કોને ખબર હતી.
આપણું જોયેલું સોનેરી સ્વપ્ન સાકાર થશે.. કોને ખબર હતી.

બેસીને રાહ જોઈ છે દિવસો ને મહિનાઓ સુધી તારા માટે,
રોજ દિનરાત તારી સંગાથે મોજેમોજ થસે.. કોને ખબર હતી.

જ્યારે મળતાં જાણે અજાણે લડતા-ઝગડતા એકબીજાથી,
રિસામણા મનાવવાની આવી આદત પડી જશે.. કોને ખબર હતી.

રહેતા સાથે શિયાળાની હુંફ અને ઉનાળાની ઠંડકની જેમ,
આ પ્રેમ આપણો ધોધમાર અવિરત થઈ જશે.. કોને ખબર હતી.

લગ્નનાં સંભારણાંને બાર વર્ષ પૂરા થયાના અભિનંદન પ્રિયે,
આજે પણ દરેક મુલાકાત પ્રથમ જેવી જ રહેશે.. કોને ખબર હતી.

Happy Marriage Anniversary Sweetheart.

-Tejash B

Read More

ખુદમાં ખોવાઈ જવું,
નથી ખબર કોને કહેવું, કે શું છે આ ખુદમાં ખોવાઈ જવું,
એવું જ હશે કે તમને જોઈને એક સ્વપ્નનું જોવાઈ જવું.

વ્યસ્તતાના આ દિવસોએ ઘણાને એકલા પાડી દીધા નહી,
યાદ છે આંખોની શરમાળ ભાષા સાથે તારું ભીડમાં ટકરાઈ જવું.

સાદગી અને સૌમ્યતા અને કોમળતાના શણગાર લઈને,
અપ્સરાને પણ ભુલાવી દે, એવું તારા હોઠનું મલકાઈ જવું.

મેઘલી રાત અને વરસાદની સાક્ષીએ થતો પ્રણયનો એકરાર,
અચાનક સ્પર્શ થતાં તારું લજામણીના છોડની જેમ શરમાઈ જવું.

જ્યારે લાગ્યું કે એક અંધકાર બનીને તો નહી રહે ને જીવન,
પણ તારું આવવું ને અંધારાનું ઝળહળતા પ્રકાશમાં બદલાઈ જવું.

આજેય અકબંધ છે એ લાગણી, વિશ્વાસ અને અહેસાસ,
લાગે છે કાલની જ વાત, મેળાપ વખતે તારી પાપણનું બીડાઈ જવું.

-Tejash B

Read More

જીવનમાં કયારેક લડી પણ લેવું જોઈએ...
કદાચ ઠીક કરતા વધારે સારી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય.
- તેજસ

-Tejash B

આવ્યો રે આવ્યો આજે રંગોનો તહેવાર,
મિત્રો સંગે અદભુત લાગે હોળીનો તહેવાર.

લાલ, કેસરી, પીળા રંગથી રમીશું આનંદભેર,
કોઈ રંગ છૂટે નહી એમ આજે ઉજવીશું તહેવાર.

સવારે ગુલાલ ઉડાડી રંગીશું આકાશ ને ગુલાબી,
બપોરે કેસુડાના પાણીથી કરીશું ધરતીનો શણગાર,

સાંજે ભેળાં મળીને મોજ કરીશું સહ-પરિવાર,
ચણા, મમરા અને ધાણી સાથે મિજબાની બને યાદગાર.


આવ્યો રે આવ્યો આજે હોળીનો તહેવાર.

-Tejash B

Read More

માં
--------
સવારથી બસ રસોડામાં કામ કરે છે, કઈ બોલતી નથી,
કાલે રાત્રે નક્કી મોડે સુધી રાહ જોયેલી લાગે છે.

કાલે ઉમળકાભેર બધાની વાતો લઈને કેવી હરખાતી હતી,
કઈક પોતાની લાગણીઓમાં આજે ખોવાયેલી લાગે છે.

આખા ઘરમા બધાને હસાવતી, ધ્યાન રાખતી ને સમજાવતી,
પરાણે હસતી એની પાપણો હાસ્યમાં ધોયેલી લાગે છે.

ઘણીવાર વર્ષો સુધી રાહ જોઈને થાકેલી એ વાત્સલ્યમૂર્તિ,
કાલે પાછી વિયોગની ઘટના યાદ કરી રોયેલી લાગે છે.
- તેજસ

-Tejash B

Read More

દુનિયાની ભીડમાં ઘણીવાર સાથે રહ્યા,
ક્યાંક તો સામે મળ્યા તો પણ ના મળ્યા.
સાથે છે તો જ તું મારી છે એવું નથી,
ફક્ત તારો અહેસાસ પૂર્ણ કરે મારુ જીવન.

કોણે કહ્યું કે આપણે સાથે રહેવા છે જરૂરી,
નામ સાથે સ્વીકૃતિ પામેલો સંબંધ,
નામ વગર પણ જે નિભાવી જાય ને,
એ જ સંબંધ રહે છે કાયમ, સદાય ને હરદમ.
- તેજસ

-Tejash B

Read More