અનંત થી પણ આગળ

આંખને બોલવા શબ્દ નથી;
પણ બતાવી ઘણું દે છે.

કોઈપણ વ્યક્તિ પોતાનો છે કે પારકો;
એ ભાષા વગર આંખજ જણાવી દે છે.

©- અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

જો તમે તમારી જાતને તમે શૂન્ય ગણતા હોય તો,
તમે દુનિયાના સૌથી કિંમતી વ્યક્તિ છો.

"કેમ કે સાહેબ"

કોઈપણ આંકડાની કિંમત જ્યારે તેની પાછળ શૂન્ય લાગે છે, પછી જ ઊંચી અંકાય છે.


"માટે મિત્રો પોતાના વ્યક્તિત્વને ક્યારેય નીચું ના આંકવું ."


©-લી.અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

હાય-હેલોના દૂરના મિત્રો, આજે ફેસબૂક પર મળે છે;
અને નિખાલસ મિત્રતા રાખતા, મિત્રો આજે એકલા જ રખડે છે.

કુટુંબના સભ્યો, આજે વિડિયો કોલ પર જ મળી લે છે;
વાહ રે એન્ડ્રોઇડ, આજે બાળપણ ખુદ બાળપણ જોવા વલખે છે.

©- અંકિત કે ત્રિવેદી -'મેઘ'

Read More

કેવો ગજબ છે આ ફાસ્ટ લાઇફનો અનુભવ..

'કેમ કે મિત્રો'

"ભીડમાં એકલા અને એકાંત ભીડમાં" એવો સમય પસાર કરતા વ્યક્તિ અમે જોયા છે.

©- અંકિત કે ત્રિવેદી -'મેઘ'

Read More

માનવી અને પ્રભુનું સરનામું...

હૃદય-મગજ અને તન ઈચ્છે હવે, ભૌતિક સુખમાં રાચવાનું;
તેમાં ભાગવત અને ગીતા હવે, ક્યાં વાંચવાનું.


માનવીનું રોમ-રોમ હવે, ગાડી-બંગલા પાછળ દોડવાનું;
તેમાં ક્યાં બને હવે, રામ-કૃષ્ણને મળવાનું.


ઘડપણ આવે એટલે બતાવે બધાને, પોતાનુ પુણ્યનામુ;
તેમાં ક્યાં મળે માનવીને હવે, આમાં પ્રભુનું સરનામું.


©-લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

વળાંક વાળા રસ્તે જ ખોવાઈ જવાય, એવું કંઈ જરૂરી નથી;

અમે સીધા રસ્તે પણ ઘણાને ખોવાઈ જતા જોયા છે.


©- અંકિત કે ત્રિવેદી -'મેઘ'

Read More

માણસ મળ્યા , પણ માણસાઈ નહિ;
સંબંધ મળ્યા , પણ વિચાર નહિ.

શોધ્યા અમે સરનામાં, સચ્ચાઈ ના;
પણ મળ્યા નહિ યજમાન, અમને અચ્છાઈ ના.

©- અંકિત કે ત્રિવેદી -'મેઘ'

Read More

ઈશ્વરની દૃષ્ટિએ...


વિશ્વાસ થોડોક વાંકો છે;
પણ વિશ્વાસ ક્યાંક પાકો છે.


મારા પરના વિશ્વાસનો એનો ઊંચો પારો છે;
મારી ગમતી રચનાથી બનાવેલો એ માણસ મારો છે.


હું ઈશ્વર માફી આપુ ,કેમકે એ દીકરો મારો છે;
પણ ઈશ્વર જોડે માંગતા, 'એ કામ કરશે મારું' એ વિચાર તારો ખારો છે.


કામવાળો નથી હું તારો, હું તો તારા અસ્તિત્વનો ભારો છું;
વિચાર બદલ હે માનવી તારો , 'કેમ કે હું જ રુદ્ર' પ્રલય કરનારો છું.©- અંકિત કે ત્રિવેદી - 'મેઘ'

Read More

"એક સત્ય"

સિદ્ધિના શિખર સર કરી ઉભેલા વ્યક્તિને, ગાઢ વિચારમાં જોઈને બીજા વ્યક્તિએ પ્રશ્ન કર્યો તમારી આગળ બધું જ તો છે, હવે શેની શોધમાં છો?

ત્યારે પેલૉ વ્યક્તિ એટલું જ બોલ્યો, હવે ભાઈ મને દિલથી તું કહેનાર વ્યક્તિની શોધમાં છું.

લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More

કોઈ તીર નહિ રાવણની તુંડીરમાં, જે શ્રીરામ પર ઘાત કરે;
એક વીર એવો રામની સેનામાં, જે રાવણ પર આઘાત બને.


હું વીર છું એવો રાવણ, આખા બ્રહ્માંડમાં પ્રચાર કરે;
રામને મુસીબતમાંથી ઊગારી, મહાવીરના બ્રહ્માંડ આખામાં મંદિર બને.

જય શ્રી રામ

©-લી. અંકિત કે ત્રિવેદી 'મેઘ'

Read More