Emotional Shayar.દુનિયાનો સૌથી ખરાબ અનુભવ, તમે જેના માટે રડતા હો એને તમારા વિશે વિચાર પણ ના હોય !!

રેત ભરેલા રણમાં
ગુલાબ ખીલવું જરૂરી છે
હવે તારું અને મારું મળવું જરૂરી છે

દરિયા ના ઊંડાણ તો હજુ માપ્યા નથી
પણ તોય એ તરવું જરૂરી છે
તારું મારું મળવું જરૂરી છે

આ વિરાય ની વેદના કેમ કરી સહેવાય
આતો તું અને હું છીએ જે અડધાં રહીએ છીએ
બાકી પોતા ના धड़कन અને પોતાના શ્વાસ વિના કેમ રહી શકાય

ખબર છે હવે છેલ્લા શ્વાસ બાકી છે
બસ એકાદ બે શ્વાસ રહી જાય એ પહેલાં
મળવું જરૂરી છે મળવું જરૂરી છે..!!

Read More

ક્યાંયક વાંચેલી લઘુકથા..

વૃદ્ધાશ્રમમાં મોઢે માસ્ક બાંધીને માં-બાપને મળવા ગયેલા દીકરાને બહાર બેઠેલા ગાર્ડે કહ્યું,

તમારે તો આખું મોઢું ઢાંકીને આવવાની જરૂર હતી..

Read More

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.

આટલાં વર્ષોની મહેનતનું પરિણામ આટલું !
તારા દિલની આછી આછી લાગણી સમજી લીધી.

દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા,
જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી.

દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી.

કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી.

કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી,
રાહની સૌ ચીજને મેં પારકી સમજી લીધી.

એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન
મારી બરબાદીને મેં જેની ખુશી સમજી લીધી.!!

Read More

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.!!

Read More

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખુદના બંધનનો,
બહારનો કોઈ ચોકિયાત નથી.

તેથી તો પુનર્જન્મમાં માનું છું
આ વખતની હયાત-હયાત નથી.

કયાંથી દર્શન હો આખા માનવનું,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઈને ડૂબું છું.
આ ફ્કત મારો આપધાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું
હજી હમણાં તો કંઈ જ વાત નથી

ભેદ મારા છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે
કેળવેલી આ લાયકાત નથી.

Read More

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એક લાભની તક શોધે છે;
આ દુષ્ટ જમાનાનું રુદન શું કરીએ?
આંસુમાં ગરીબોના નમક શોધે છે.

Read More

ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મહોબતમાં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.

મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મહોબતમાં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.

નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મહોબતમાં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.

અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઈ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.

અહીં બે-ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં ?

જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં ?

જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.

કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં !

પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.

પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.

‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં...!

Read More

લાગણી વગરનાં સંયોગો પાછળ સમય વેડફુ છું
નથી ખબર જ્યાં અર્થ સ્નેહનો ત્યાં પ્રણય વેડફુ છું
અનુસરું છું, અનુભવું છું, ખુદને હું છેતરું છું
જ્યાં મગ્ન નથી ત્યાં ફકત હું જીવન વેડફુ છું
એકલતા અને અજંપાને મહેફિલે નોતરું છું,
ભરી જામ આંસુનાં દર્દનાં ઘૂંટડા વેડફુ છું
એમ ક્યાં સુધી હાલ પૂછતાં રહેશો પરોક્ષ રીતે?
હાં બસ છું મજામાં! કહી મારુ જૂઠ વેડફુ છું
બે પંક્તિ વાંચી કંટાળતી પ્રજા વચ્ચે ઉભેલો શોખીન,
ગળું દબાવી કલમનું મોંઘેરા શબ્દો વેડફુ છું.!!

-

Read More

वो जो उठातें हैं
क़िरदार पर उंगलियां,
तोहफे में उनको
आप आईने दीजिए।
@Tusharkumar

फरेब का महीना है
साहेब...
कपड़े उतरेंगे इश्क़ के नाम पर ..
@Tusharkumar