સર્વ સાથે મળી જીવન જીવવું એ પર્વ સમાન છે.

DTJ

Like

#kavyotsav -2
શીર્ષક :- પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

મારા દુઃખોના કષ્ટભંજન રે,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...
સૌનું હિત કરનારા રે...,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

લોકો કહે એ તો રામનું સ્વરૂપ છે,
લોકો કહે એ તો શ્યામનું સ્વરૂપ છે,
મારા સહજાનંદ સ્વરૂપ રે...,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

દેશ-વિદેશમાં મંદિરો બંધાવ્યાં,
ભક્તો તમારા દર્શને આવ્યાં,
ગુરુ આજ્ઞા શીખવી રે...,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

અક્ષરધામ નામે સ્વર્ગ બનાવ્યું,
ભારત દેશનું એ તો ઘરેણું કહેવાયું,
અમને આપી એક અજાયબી,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

ભક્તોનાં વિશ્વાસનો શ્વાસ તમે તો,
નાના-મોટાં સૌને મળતાં તમે તો,
જીભ ઉપર સ્વામિનારાયણ નામ,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

સાળંગપુર ધામે વાસ કરો છો,
જીવ માત્રનું કલ્યાણ કરો છો,
બાપા નામે કર્મ ફેલાયાં,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

સ્વામિનારાયણ નામ લેતાં યાદ આવે બાપા,
સાથે બેઠેલાં કેમ ભુલાય બાપા,
'તુષાર' કહે નહિ ભુલાય રે...,
પ્રમુખસ્વામી ચંદા થઈ ગયા...

મારા દુઃખોના...
પ્રમુખસ્વામી ચંદા...
સૌનું હિત કરનારા...
પ્રમુખસ્વામી ચંદા...

Read More

thought

thought

Best Result of Our School

epost thumb