હું ઉદય મણીયાર.આમ જોવો તો હું engineer છું અત્યારે રાજકોટ માં ME નાં લાસ્ટ યર માં છું.હું કાઈ કવિ કે લેખકતો નથી પણ જે જોયું, જાણ્યું અનુભવ્યું એને શબ્દો માં સમાવવાનો પ્રયત્ન કરું છું.

સંબંધો માં લાગણીની સજાવટ હોવી જોઈએ,
બાકી દેખાડાની બનાવટ નો‌ કોઈ મતલબ નથી.

ઉદય મણીયાર

#સજાવટ #બનાવટ

#સાથી

બોલ્યા વગર એણે, એની લાગણીઓ ને સાબીત કરી નાખી,
થામી ને મારો હાથ, એણે મારા હાથની રેખાઓ બદલી નાખી.
ઉદય મણીયાર

#સાથી #લાગણી

Read More

જ્યારે એક ફૌજી ધરે આવે છે.

પુલવામાં થયેલા આંતકી હુમલા માં શહીદ થયેલા શૂરવીર શહીદો ને અશ્રુનયને શબ્દાંજલી... poetry by UDAY MANIYAR
@uday_maniyar
#army #pulwama #pulwanaattack #valentines #india #armylove

Read More
epost thumb

સઘળુ ગુમાવીને ખરા ઉતર્યાનું દુઃખ હજુએ નથી,
બસ ખોટી વ્યક્તિ સામે સાચા ઠર્યાનો રંજ છે...
ઉદય મણીયાર

આવે જ્યારે મુશ્કેલી,
તે'દી પરીચય થાય...
ખરા કીધા પોતાના,
તંઈ પાણીડા મપાય...

ઉદય મણીયાર

વહેંચાય છે કાપડ કિલો ના ભાવે જે બજાર માં...
ન મળ્યાં કાપડ ના ટુકડા એ અકસ્માત માં...?
શાયદ
માણસો અને બુધ્ધી વ્યસ્ત હતી પડતા શરીર જોવા માં -- ઉદય મણીયાર

Read More

સુવાવડી માઁ ને ક્યારેય પજવતા નહીં...સાહેબ...
એના મોઢા માંથી જો ઉદ઼્ગાર સરી પડ્યા તો...
લખી રાખજો
33 કરોડ દેવો પણ કઈ કરી નહી શકે...

બહુ જ વાહીયાત વાત છે નહીં , સાહેબ... કે જે સ્ત્રી તમારા બાળક ને 9 મહીના પેટ માં રાખી જન્મ આપવાની છે...કે જેના ગર્ભ માં તમારા કુટુંબ નો વારસ અવતરવાનો છે આપ એને જ પજવો છો...?? અરે ઘણી વખત કામ કરવા માટે દબાણ કરો છો..? ટોન્ટ મારો છો..? લગ્ન ના આટલા સમય બાદ પણ સભાળાવો છો...? અતડો વ્યવ્હાર કરો છો...? અરે કામ ના ભાગ કરાવો છો...! મજા હોય અને કામ કરે એ વાત બરાબર છે અને કામ કરે એ જરુરી પણ છે કેમ કે એના થી ફાયદો પણ છે...પણ તમે વાયડાય કરો છો...! સ્ત્રી ને જો હેરાન કરી ને તો એ એક સમયે સહન કરી પણ લેસે.. પણ જો માઁ બનાવાવાળી અને એક માઁ ને જો દીકરા ને અસર થાય એમ પજવી છે તો તો સાહેબ...લખી રાખજો...તમને એક નહી 33 કરોડ દેવો પણ આવી કઈ નહી કરી શકે...

ઉદય મણીયાર

Read More

સંબંધ નથી જ રાખવો તો કહી દો ને મોઢે...
હું પણ ખોટો પ્રયત્ન ના કરું...

મનાવી લઉ મારા દીલ ને...
અને આમ લાગણીઓ માં ખોટો મુરખ ના ઠરું...

ઉદય મણીયાર

Read More