environmental engineer , Civil Engineer. Aspiring Writer

કદાચ ,એ અંધકાર જ હતો જે સાચો રસ્તો બતાવી રહ્યો હતો ,
અજવાળું તો રસ્તો બતાવીને પણ ભ્રમિત કરી રહ્યું હતું .

કદાચ , એ ખરાબ સમય જ મને અંદર થી મજબૂત બનાવી રહ્યો હતો,
સારો સમય તો મારી નબળાઈઓ ને સંતાડી રહ્યો હતો .

કદાચ, પડવા ની બીક જ સંભાળીને ચાલવાનું શીખવી રહી હતી,
કોઈક ના સહારે ચાલવું હું બહાદુરી સમજી રહ્યો હતો .

કદાચ ,એ એકલતા જ મારી સાથે વાતો કરી રહી હતી .
લોકોની નકામી વાતોનો તો કોઈ અર્થ જ નહોતો મળતો .

કદાચ ,હુંજ ખોટો હતો કે પોતાને સમજી ના શક્યો,
કેમકે બીજાના દૃષ્ટિકોણ માં પોતાની જાત ને શોધી રહ્યો હતો .

Read More

काश , में भी पूछ लेता तुम्हे वो सवाल ,
काश , नही होते मेरे हालात बेहाल ।
जवाब जो भी होता फर्क नही पड़ता था ,
पर हर पल में तुम्हें खोने से डरता था ।

#सवाल

Read More

ये दो दिलो का निजी मामला हैं , क्यो तुम जबान को बीचमे लाती हो ?
अगर लड़ाई जबान के बीच है , तो दिल को चोट क्यो पहोचाती हो ?

#निजी

Read More

સબંધ કયો છે નથી જાણતો,
દિલ બસ નિભાવવા ઈચ્છે છે
હૃદય માં છુપાયેલી લાગણી ઓ ,
ક્યારેક હોઠો પર આવી પહુચેછે .
છતાં નથી કાઈ બોલી શકાતું ,
શબ્દો રસ્તા બદલી નાખે છે .
આંખો બધું કહી દે છે ,
પણ કાન સાંભળવા તરસે છે .
મિત્રતા હતી કે પ્રેમ ,
વાત થી મન અજાણ છે .
આજે હિંમત ના કરી તો,
પછતાવાનું અપાર છે .
ફંફોળી ને શબ્દો મારે ,
કહેવી એક સીધી વાત છે .
સબંધ કયો છે નથી જાણતો,
દિલ બસ નિભાવવા ઈચ્છે છે.#સંબંધ

Read More

જીવન માં થોડી સજાવટ કરી છે,
બાળપણ ની ઈચ્છાઓ આખો માં ભરી છે ,
યુવાની ના સપનાની મિલાવટ કરી છે ,
ચહેરા પર આજે અનોખી હસી છે ,
મૃત્યુ પણ આજે જિંદગી થી ડરી છે,
જીવન માં થોડી સજાવટ કરી છે.#સજાવટ

Read More

પતંગ

ખબર નહીં શુ ખાસિયત હતી એ પતંગ માં પણ એની દોર હાથમાં આવતાંજ કઇક કનેક્શન થઈ ગયું .સફેદ રંગ ની એ પતંગ હજારો અગાસીઓ ફરી ને મારા હાથ માં આવી .તેની એકદમ લાલ ટામેટા જેવી દોરી ને ખેંચતા આવતો સડ-સડ અવાજ મને કઇક કહેવા માંગતો હતો . આખરે એ મારા હાથમાં આવી જ ગઇ . ખરીદનારે તેની કિંના બાંધવામાં એક એક mm નું ધ્યાન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું .આજુ બાજુ ની અગાસી વાળા છોકરાઓ તેમની લોભામણી નજર થી જોઈ રહ્યા હતા . હું પણ જાણે કોઈ જંગ જીતી ગયો હોય તેવા હાવભાવ આપી રહ્યો હતો .સુરજ ઢળી રહ્યો હતો . ઉતરાણ નો તહેવાર પૂર્ણ થવાને આરે હતો . હવે ફરી પતંગ ચગાવવા માટે 365 દિવસ ની રાહ જોવી પડે તેમ હતી .માટે સમય બગડ્યા વિના મારી ધારદાર દોરી તે પતંગ ની કિંના સાથે બાંધી આંચકા મારવાનું શરૂ કર્યું . ઘણા પ્રયત્નો કરવા છતાં એ પતંગ આકાશ માં ઉડી ના શકી . કદાચ આજે તેનું મન ભરાઈ ગયું હશે .આજે એ પતંગ પાછી આકાશ માં જવા ઈચ્છતી ન હતો . કદાચ તે થોડી ઘભરાઈ ગયેલ હતી . અને કેમ ન ઘભરાઈ, હજારો પક્ષી ઓ ની મોત તેણે પોતાની નરી-આંખે જોયેલી હતી. મેં ધ્યાન થી જોયું એ દૂધ જેવી સફેદ પતંગ પર આપો આપ કઇક લખાઈ રહ્યું હતું .

હૈ માસૂમ પક્ષીઓ,
ગુનેગાર છીએ અમે તમારા ,
આકાશ પર અમારો અધિકાર નથી,
આતો શોખ છે માનવી નો,
બાકી અમારો પણ કોઈ વાંક નથી .

Read More

शायद वो अंधेरा ही था जो सही रास्ता दिखा रहा था ।
उजाला तो रास्ते दिखाकर भी गुमराह कर रहा था ।

शायद वो बुरा वक्त ही मुझे अंदर से मज़बूत बना रहा था ।
सही वक्त तो मेरी कमजोरियो को छुपा रहा था ।

शायद गिरने का डर ही संभल के चलना सिखा रहा था ।
कीसीके सहारे चलना मैं बहादुरी समझ रहा था ।

शायद वो तन्हाई ही मुझसे बाते किया करती थी ।
लोगो की बातों का मतलब ही नही मिल पा रहा था ।

शायद में ही गलत था जो में खुदको ना समज पाया।
क्योकि,दुशरो के नजरिएमें , में अपनेआप को ढूंढ रहा था।

Read More

जरूरत हैं जिने के लिए कमाने की,
लेकिन लोग जीते हैं कमाने के लिए।
नजाने फिर कब मिलेगी ऐसी जिंदगी,
तो क्यों जीते हो जमाने के लिए ।।

Read More

સપનાં ઓ પણ કરવા પડશે તિજોરી માં pack,
ઘટી જશે ત્યારે ખુશીઓ ની intake,
ક્યારેક નજીક ના લોકો ને પણ કરજો check,
શુ ખબર તેની smile પણ હોઈ શકે fake,

મુશ્કેલીઓ માં થોડા રહેજો awake,
જીવન માં મળશે ઘણી બધી retake,
વધતા રહેજો આગળ ભૂલી ને back,
અસલ જિંદગીની નહીં બને remake.

Read More

આજે ભૂલી જઈએ મંજિલ એક પળ માટે,
રસ્તા ના દરેક ડગલાંઓ ભરી લઈએ,
હવે , જરૂરી નથી પહોંચવું પેલે કાંઠે,
એટલેજ, મન ભરીને જીવી લઈએ.

Read More