પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.
કવિ ધ્રુવ ભટ્ટ.

Read More

व्यायामात् लभते स्वास्थ्यम्,
दीर्घायुष्यं बलंसुखम्।
आरोग्यं परमं भाग्यम्,
स्वास्थ्यं सर्वार्थसाधनम् ॥

ભાવાર્થ -- વ્યાયામ કરવાથી સ્વાસ્થ્ય, લાંબું આયુષ્ય, બળ અને સુખ પ્રાપ્ત થાય છે. નીરોગી હોવું એ સદ્ ભાગ્ય છે અને સારાં સ્વાસ્થ્ય થી બીજા બધાં કામો સિદ્ધ થાય છે.

🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏

Read More

મરણ આગમેતે ભે મૂકી,દિલની દુગ્ધા વામે જોને,
તીરે ઉભા જૂએ તમાસો, તે કોડી નવ પામે જોને,
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને
માહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને.
......કવિ પ્રીતમ.

Read More

મણકો ૨૨
પ્રાર્થના
હે પ્રભુ
ઘડીકમાં વરસી પડે છે મુશળધાર થઈને. તો ક્યારેક બળબળતો વૈશાખ થઈને દઝાડે છે.,
મારાં તો બારમાસીનાં ગીત.ગીતનો એક જ
શબ્દ,એક જ સૂર,એક જ લય,તું ક્યારેક શીતળ લહેરખીની જેમ સ્પર્શે તો ક્યારેક ઝંઝાવાત થઈને ઝઝૂમે. ખબર નથી પડતી કે તને શું ગમે છે?
વાદળની જેમ સતત પલટાયા કરે છે તારો મિજાજ. શૂળ થઈને પણ વાગે છે ફુલ થઈને પણ ભોંકાય છે. ક્યારેક પંખી થઈને ટહુકે છે તો ક્યારેક ખડકની જેમ ચૂપચાપ.
તારી સાથે કઈ ભાષામાં વાત કરવી તેની આજ લગી સમજ પડતી નથી. સુખની સોય આપે છે અને એમાં પરોવે છે દુઃખનો દોરો. દુઃખની સોય આપે છે અને એમાં પરોવે છે
સુખનો ધાગો.
સોય તારી, દોરો તારો, - જે કંઈ હોય તે - હું તો મારે તારું ધ્યાન ધરીને પુષ્પો પરોવ્યા કરું છું. ફૂલની આ માળા
તારા જ કંઠ માટે.
બધા જ પડદાઓ હટાવી નાખ્યા છે. બધી જ બંધ બારીઓ ખોલી નાખી છે. હવે ચંદ્ર અને ચાંદની આપમેળે પ્રવેશ કરશે. રાતની નીરવ શાંતિમાં હવાનો સ્પર્શ હું
ઓળખી શકીશ. એમાં સમાયેલી તમારી સુગંધને હું માણી શકીશ.
શાંતિની પણ એક ભાષા હોય છે.એની પણ વાણી બંધ કાને અને ખુલ્લી આંખે સાંભળી શકાય છે.
હું કેમ કહું કે તમે નથી? હવાના સ્પર્શમાં તમને અનુભવી શકું છું.
નિરવ શાંતિમાં તમને સાંભળી શકું છું.
ચાંદની લીંપ્યા અંધકારમાં
હું તમને અલપઝલપ જોઈ શકું છું.
આટલું હોય પછી કેમ કહી શકું કે તમે નથી ? હું છું એ પણ તમારા હોવાપણાની જ પ્રતીતિ છે.

ઘનશ્યામ વ્યાસ
સૌજન્ય મારું પ્રાર્થના વિશ્વ
સુરેશ દલાલ.

Read More

“काश! लग जाये हमे नज़र तुम्हारी
कब हूबहू देखे तुम्हे नजरें ये हमारी”
🙏

हम आदमी की तरह जी रहे हैं सदियों से
चलो 'सलीम' अब इंसान हो के देखते हैं
........सलिम सिद्दीक़ी

ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं
इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है
आती हैं आंधियां तो कर उनका खैर मकदम
तूफां से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है
ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं
इन मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है
.......उषा उथुप

Read More

“खुद को खुद सिमीत रखना है
बस दिल ना किसी से लगाना है।”
🙏

“कोइ पास नहीं कोइ दूर नहीं है,
अब इस दिल का यही फ़ासला है “

अकर्तव्यं न अकर्तव्यम्,
प्राणै: कंठगतैरपि।
कर्तव्यमेव कर्तव्यम,
प्राणै: कंठगतैरपि।

વિન્યાસ -- कंठगतै: अपि।

ભાવાર્થ -- જે કામનો નિષેધ (મનાઇ) કરવામાં આવ્યો હોય તે કામ મૃત્યુ સમયે પ્રાણ કંઠમાં અટવાયેલો હોય, મૃત્યુ સાવ સામે જ હોય, ત્યારે પણ ન કરવું જોઇએ તથા જે કર્તવ્ય બજાવવાનું છે એને જીવ બચાવવાની પરવા કર્યા વિના પણ કરવું જોઇએ.

🙏 શુભ શશિદિન! 🙏

Read More