આપણે આપણી જાતને જયાં ખોઈ પણ શકીએ અને શોધી પણ શકીએ તે જગ્યા એટલે "પુસ્તક" i like to reading...

ખરેખર આપણને અહેસાસ હોય કે આપણાં થી કોઈક નું ખોટું થયું છે જેનાંથી તેનાં આત્માને દુઃખ થયું છે.તો ત્યાં અંતઃકરણ પૂર્વક માફી માંગી જ લેવી જોઈએ.
અને કોઈ સાચા દિલથી પોતાની ભૂલ યા જાણી જોઈને કરેલાં કામ માટે થઇને પણ સ્વીકારતું હોય તો અંતઃકરણ પૂર્વક માફી આપી પણ દેવી જોઈએ.

Read More

જ્યાં જઈને આપણે ખુદને ખુદની ભીતર ભાળી શકીએ, એ આસ્થા અને શ્રધ્ધાની પ્રતિતિ કરાવતું મુકામ એટલે...
મંદિર... પછી એ મનમંદિર પણ હોઈ શકે અને મૂર્તિ સ્થાપિત દેવસ્થાન મંદિર પણ હોઈજ શકે...

#મંદિર

Read More

મળે નહીં કાંઈ એમ જ આસાનીથી સાચાં મોતી સ્નેહનાં,
લગાવવી પડે સંઘર્ષ કેરી ડૂબકી બની મરજીવો મોતનાં...
ના મળે ગમતો ઘાટ કુંદન તણા અલંકારમાં,
તપવું પડે ને ઓગાળવું સંઘર્ષ તણી અગ્નિમાં...
જોઈતી હોય જો સાચાં હીરા જેવી ચમક તો,
સહવો સંઘર્ષ તણો માર પડતો દરેક પાસા એ...

#સંઘર્ષ

Read More

જીવનમાં ક્યારેય કોઈપણ વ્યક્તિ સાથે સંપૂર્ણપણે નિખાલસતાથી સાચેસાચા ઉજાગર ના થઈ જવું, અમૂક આપણા સ્વભાવની પ્રાકૃતિકતા આપણા પૂરતી સિમિત રાખીને ગુપ્ત રાખવામાં સાચું જીવન જીવવાની મજા છે.

#ગુપ્ત

Read More

ભરમાવે તમ પ્રેમાળ હ્રદયની ભોળી વાતો,
હું ભળી જવું એમાં જણે કે ક્યાંનો નાતો!
એટલે જ લાગે છે આ પવિત્ર લક્ષણ પ્રેમનું... 😘


#લક્ષણ

Read More

કેવું લાગ્યું આજે તને! રોષે ભરાયેલો તું,
ને વધારે રોષે ભરી તને,એની મજા લેતી હું!

ચલ મન જીતવા જઈએ, હૈયે રાખી હામ,
આખરે થાકી પાકીને,થઈએ લોથપોથ તોય,
દોડીને પડીએ,ને પાછાં વળી થઈએ ઊભા,
ના કદી હારીએ મનથી, કે કરીએ પસ્તાવો,
મસ્ત જિંદગીની સફરને આમ જ માણીએ,
ને હસતાં રમતાં પહોંચીએ ગમતી મંજિલે,
ચલ મન જીતવા જઈએ, હૈયે રાખી હામ...


#પસ્તાવો

Read More

જ્યારે આપણે આપણું સર્વસ્વ માનીને તન, મનને ધનથી કોઈ વ્યક્તિને સ્વીકારી હોય છે, અને એ જ આપણી માનેલી વિશ્ર્વસનીય વ્યક્તિ વિશ્ર્વાસ તોડે પછી જીવનમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ પર 💯 વિશ્વાસ નથી જ આવતો.

#વિશ્ચવસનીય

Read More

ગમશે તને કાયમ મારી સાથે જ ઝઘડીને થાકવું,
આખરે થાકીને આરામ પણ મારા જ ખોળામાં!!
અજબ તારો ગુસ્સો ગજબ તારો પ્રેમ... 😘

#આરામ

Read More

કેમ કરીને જાવું! મારે સામે પાર,
અહીં તો આગળ પણ છે કતાર,
ને જ્યાં વળીને જોયું પાછળ,
તો ત્યાં પણ છે લાંબી કતાર!!!

#કતાર

Read More