Hey, I am reading on Matrubharti!

આ કિનારો જાણે યોગાસન કરી બેઠો,
ઉલ્લાસિત લહેરીઓથી બેપરવા.
ક્યાં સુધી ચાલશે આ અભિસાર ?
ક્યારેક તો ખરશે સહેજસાજ,
ને નજર નાખવા જેવું કિનારો કરી લેશે

--વર્ષા શાહ

Read More

અસ્તિત્વ

અસ્તિત્વ અહીં વાદળો જેવું જ,
કયાં કેવી રીતે સર્જાય જણાય નહીં!
વિખેરાઈ અલોપ થઇ જાય,
ફરી કયું રૂપ લઈ મળીશું
કહેવાય નહીં.
-- વર્ષા શાહ

Read More

ધીરતા

અમારે ક્યાં કશું ય કહેવાનું છે?
રસ્તો મળે એમ વહેવાનું જ છે.
પથ્થરથી અફળાઇને કલકલવાનું છે,
વડવાનલથી ક્યાં ખળભળવાનુ છે?
નાના પડાવોથી આગળ ધપવાનું છે,
શિખર આબવા ના ધસી જવાનું છે.

-વર્ષા શાહ-

Read More

ઉજાગરે આંખો કરી છે લાલ,
શરમે ગુલાબી કર્યા છે ગાલ;
પગલું છબે મસૃણ લીલાશે,
નીલ કેસરી છોળઆકાશે.
વર્ષા શાહ

વિશ્વભરના અંતરંગ અને બહિરંગના
એ અદ્શ્ય ચીતારાને ખોબે,ખોબે નમન
વર્ષા શાહ

ઉછરતી આશા

કૃષ્ણસ્મરણરૂપ મુરલી વાગે,
રક્તવાહિનીઓમાં આ,
જો!યમુના વહેવા લાગે!

શાહી આરામ છે!
આજુબાજુ જે હોય તે,
આપણે ક્યાં સવાલ છે?

કાયાપલટ !
અણસમજણે નિર્મેલી ઉપેક્ષા,
રૂપ ધરી બેઠી હતી, સૂક્કા ઠુઠાનું;
પ્રેમનું જળ એટલું વહાવ્યુ તમે,
લીલાશ ફુટી છે અણુ અણુએ.
લો! માગે હવે સઘળી યે ભૂમિ,
તમ અસ્તિત્વની; તંતુજાળ આ કૂણી!
--- વર્ષા શાહ

Read More