All most every day I postone bite on MB.Thank you MB.

મારા ઘરની હું સૂરજમુખી,
પ્રેરણા મારી સૂરજ બને.
નજરે ચઢે નમી લઉં ત્યારે
રસરાજ એવા સોમને.
ચિત્રમાં જોઉં સાગર-સરિતા
ભીંજાઇ જાઉં જાણે છોળે!
નજર મારી બંધાઇ જાય,
બરફ-રેતીનાં અફાટ રણે.
દુર-સુદુર પથરાયેલી પર્વતમાળ
મીંચાય આંખો અદ્ભુત દર્શને.
પ્રકૃતિમાં પરમને પામું,
ચરાચર જગે, તે દેવાલયે.
--વર્ષા શાહ

Read More

ઓળખાણ..

ગમે મને ગરવાઈ,
અને ગમે મને નરમાઇ.
ગમે મને ગરબા,
ને ગમે છે ગજરા.
સાડીનો છેડો આગળ,
તો નથી કશાયમાં પાછળ.
પોળમાં જણાવું પટુતા,
ને સોસાયટીમાં સભ્યતા
ઢોકળાં,ઢેબરાંને હાંડવો,
સુખડી, મગસને લાડવો.
પણ ના એટલેથી અટકું,
રસોડે રાંધુ ઘણું અવનવું.
ઘરની કરું સાજ-સજ્જા,
લઉં ફેશનની પણ મજ્જા.
વસું ભલે શહેર કે ગામ,
શિક્ષિત થવાની રાખું હામ
ભરતગૂંથણ, ચાકળા-તોરણ
ઓળખો મને! હું ગુજરાતણ.
-- વર્ષા શાહ

Read More

અાઠ માસે અહીં આવે રે મેહુલા!
કંકુ ચોખે વધાવીએ રે અલબેલા !
વાદળાંને છોડે ગગનપારેથી ફુલેલાં,
અવનવી છટા કંઇ પાથરે, ઓ દેવલા !
આકાશે તરે શ્યામલ જે ગાભલાં,
ટપકે જળછોળ બની ઉડાડે તારલા!
પાંદડા ને પાતરાં, છાપરાં ને નેવલાં,
ઝણકાવી તું સંગીત પ્રગટાવે, રસીલા !
તરબોળ તારાથી થઈ ને સૌ હોશીંલાં
સ્વાગત તારું અમે કરીએ, રંગીલા!

-- વર્ષા શાહ

Read More

खूब लडी मर्दानी वो तो झांसीवाली रानी थी!

अगले जन्म में साथी बदलने का इरादा है क्या?
" बिलकुल नहीं "
सुनते ही हम खिल गये, दोनों तरफ ख़्वाहिश
जो, एक ही थी ।

--वर्षा शाह

Read More

લખી,લખીને રોજ પાનાં અહીં હજારો ભરાય છે,
અનુભવોનો કટોરો દુનિયામાં ક્યાં ખાલી થાય છે?
ગ્રંથ સનાતન કાળ, આયખું નવલિકા કે લઘુકથા
ભાગે પડતું પામીને ચૂપચાપ સૌ ચાલ્યા જાય છે.

Read More

અનેક વંટોળિયાનો સામનો કરનારા ઓ મન માઝી !
સમંદરની શાંતિ જોઈ કાં મૂંઝાઇ ગયા છો?
સદતું નથી વાતાવરણ ખુશનુમા!
બેખબરી પાલવે નહીં, સાવધાન રહેવા ટેવાઇ ગયા છો!
ચોમાસાની વર્ષાની મીઠી મસ્તી માણતા રહ્યા છો,
પણ
એક કમોસમી વાદળથી એવા ડરતા રહ્યા છો !
--વર્ષા શાહ
જીવનમાં સુખદુઃખ તો આવ્યા જ કરવાના પણ
ઘણી વાર માણસને ભૂતકાળના દુઃખદ અનુભવો
અને ભવિષ્યની ચિંતાઓ વર્તમાનનાં સુખને માણવા નથી
દેતાં.

Read More

ફુલ એક રાહ જોતું રહ્યું
એ પતંગિયાની,
રૂપાંતર ટાણે જે ચૂમીને
જીવનનો ઉન્માદ જગવી ગયું.
સંધ્યાએ ઢળી ગયું માટીમાં,
સપનામાં મિલનની આશ લઇ.
--વર્ષા શાહ

Read More

હરિ ! ના ધામે તેડાવો તમે ઉતાવળે,
કાયા માયા અહીં અંધાધૂંધ પ્રજળે.
બી, બીને બેઠા ઠાવકા ઘરની ગુફામાં,
પ્રસર્યા જંતુ બિન્ધાસ્ત જાણે હવામાં.
તાપણું સંબંધોનું ય હવે ઠરતું જાય,
વસમી વેળા જાણે ના ટળતી દેખાય!
--વર્ષા શાહ

Read More

મારું રસોડું મેં ફટ કરતાંને છોડી દીધું 👏

????🤔

ગરોળી દેખાઇ ગઈ 😯