એ જ શબ્દો મને ગમે છે, જે લાગણીને રજૂ કરે છે.

કેમેરો તો તમને તસ્વીરમાં કેદ કરે છે,
મારે તો તમને હૃદયમાં કેદ કરવા છે.

કલ્પેશ વાસાણી 'મીત'

આ ચા પીવા પણ કોઈનો સાથ જોઈએ,
એકલા એકલા ચા પીવાની મજા ન આવે!

કલ્પેશ વાસાણી 'મીત'

આમ તો હું લાગણીનો વિશાળ સાગર છું,
છતાં તારી એક લાગણી માટે હું તરસું છું.

કલ્પેશ વાસાણી 'મીત'

એ અરીસો પણ ખુશ થઈ જતો હશે,
જ્યારે એની સામે તમે આવતા હશો.


કલ્પેશ વાસાણી 'મીત'

જો તમે આપો નિમંત્રણ હૃદયથી,
તો હું આવું સમીપ તમારા હૃદયની.

કલ્પેશ વાસાણી 'મીત'

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવ "રામનવમી" ની બધાં મિત્રોને હાર્દિક શુભકામના ⚘⚘

જય શ્રી રામ

જો તમે મને મળો ફક્ત મારા થઈને,
તો મારું હૃદય ખીલે ઉપવન થઈને.


કલ્પેશ વાસાણી 'મીત'

કાશ! હૃદય સુધી પહોંચે આ હૃદયની વાત,
તમે આવો ને પ્રણય સુધી પહોંચે આ રાત.

કલ્પેશ વાસાણી 'મીત'

જાણું છું છતાં પણ હું અજાણ બનું છું,
શાયદ એટલે જ તારા દિલને હું ગમું છું.


કલ્પેશ વાસાણી 'મીત'

સ્વપ્નમાં પણ શ્યામ આવે,
જો તમે રાધાનું સ્મરણ કરો.


કલ્પેશ વાસાણી 'મીત'