નવું જાણવાને અજ્ઞાની બનો,પહેલાં ભણો તો ભણાવી શકો.

જેટલાં એને  દબાવો   એથી  બમણાં  દોડે,
નિત્ય એવા માય ઈચ્છાઓના  હરણાં  દોડે.

શે  કરીને  વાળવા  એને ? મથો આથમણાં,
ધણ મરજીનાં એથી ઉલ્ટાના ઉગમણાં  દોડે.

વાય   વા   વંટોળિયો   ઘોડે   ચડીને   ઉંચે,
એથી  ઉંચે ઊડતી ગપ  જેમ  તરણાં   દોડે.

માય ઉઠતો સ્નેહ સમજાવી  શકો  એ  રીતે,
ગીર  છોડી  સિંધુ  ઘેલાં  જેમ  ઝરણાં  દોડે.

આજતક આવ્યા બધા એ એક'દી સૌ સાથે,
સૌ  પડે  સાચા  નજરમાં  કેદ  શમણાં  દોડે.

-અશોક વાવડીયા

છંદ= રમલ મજનુન બહર નો ૨૫  માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન,ફઅલુન.............................................કવિની કલ્પના માત્ર

Read More

"રોચક..ગઝલ...!!!", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

ગઝલ..સ્નેહનું ઝરણું...!!!

હાર માની હાથ જોડી  હું  કદી  ઝૂકું  નહીં,
છે જરૂરતથી વધું આગળ  કદી  દેખું  નહીં.

આપણી રેખા સદા મોટી કરું હું શ્રમ  થકી,
ચીતરેલી   કોઈની   રેખા  કદી  ચેકું  નહીં.

ભૂલ મારી લઉં સુધારી શક્ય હો મારા થકી,
ટોપલો હો આળનો હું કોઈ પર  મેલું  નહીં.

હું પહેલાં એક મંજિલ,એક લક્ષ નક્કી કરું;
વ્યર્થ પથ્થરને ગમે ત્યાં  હું  કદી  ફેકું  નહીં.

સ્નેહનું ઝરણું  વહે મારા  મહીં, તારા મહીં;
કોઈને  ના રોકવા  દઉં  હું  કદી  રોકું  નહીં.  

-અશોક વાવડીયા

છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

Read More

શું લખું, શું ના  લખું  સમજાય  નહીં.!
એજ કારણ,લખવાનું મન થાય નહીં.

જાત  ઘસ્યાનો જ  આ  ચળકાટ  છે,
કોહિનૂર   સીધો  કદી  સર્જાય  નહીં.

ઓગળીને    એકરસ     થાવું     પડે,
સ્નેહ ઉપલકિયો  કદી  દેખાય   નહીં.

દ્રાર   ખખડાવે  ખુશી  આવી  ઊભી,
કોઈ  વાતે  આ  ઉદાસી  જાય  નહીં.

છે    કલમની     ધારની     કારીગરી,
શબ્દ  સોડમ  આફૂડી   ફેલાય  નહીં.

-અશોક વાવડીયા

છંદ= રમલ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુઈન

Read More

જુનાં  ઘા ખણું  છું  પ્રહારે  પ્રહારે,
ખણું એ  ગણું  છુું   પ્રહારે  પ્રહારે.

રચે  ઉર્ણનાભિ*  મહાજાળ એવું,
હું પણ ઘર ચણું છું  પ્રહારે  પ્રહારે.

પડે એ  ચડે  છે, ઉંચા  એ  મુકામે;
સતત એ ભણું  છું  પ્રહારે  પ્રહારે.

નથી ડર મરણનો હવે એ હિસાબે;
હું  ખુદ ને  હણું  છું  પ્રહારે પ્રહારે.

નવું  જાણવા ને અજ્ઞાની  બનું  હું,
નિરંતર  ભણું   છું   પ્રહારે  પ્રહારે.

લગાગા  બહરની   પ્રક્રિયા  કરીને,
ગઝલ હું  જણું  છું  પ્રહારે પ્રહારે.

-અશોક વાવડીયા

*ઉર્ણનાભિ= કરોળિયો
છંદ= મુતકારિબ ભુજંગી બહર નો ૨૦ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
લગાગા, લગાગા, લગાગા, લગાગા
અરબી શબ્દો
ફઊલુન, ફઊલુન, ફઊલુન, ફઊલુન

Read More

માય માંથી બહાર ખેંચી ને,
નિત્ય થોડું વિચાર બેસી ને.
-અશોક વાવડીયા

મુક્તક.. ભીંજાય મન વરસાદમાં...!!!

કાગળની એક હોડી  બનાવું  બાળપણની  યાદમાં,
ભીંજાય તન,ભીંજાય મન-આંગન ભલે વરસાદમાં.
જીવંત છે  આજેય  મારાં  બાળપણની  યાદ  એ,
સાખી,  નગારાં,  ઢોલ  ને   કડતાલ  વાગે  નાદમાં.

-અશોક વાવડીયા

છંદ= રજઝ બહરનો ૨૮ માત્રા
ગુજરાતી શબ્દો
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
અરબી શબ્દો
મુસ્તફઈલુન મુસ્તફઈલુન મુસ્તફઈલુન મુસ્તફઈલુન

Read More

દઈને કાન સાંભળજો ફકત,
જનારા કોઈ નહિ આવે પરત.

કરી લે પુણ્ય કામો જીવલા,
નહીં રે તાજ કે નહિ રે તખત.

ઘણાં સિકંદરો જાતાં રહ્યાં,
છતાં એવું ને એવું છે જગત.

સતત ભાવક સુધી પહોંચે કલમ,
મુડી પણ એજ છે મારી બચત.

સમયની ખોટથી મજબૂર હું,
નહીં તો થોડું હું આગળ લખત.

લખી "રોચક" વિચારોથી ગઝલ,
તમે પણ વાંચજો આપી વખત.

-અશોક વાવડીયા

છંદ= હજઝ બહર નો ૧૭ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
લગાગાગા લગાગાગા લગા
અરબી શબ્દો
મફાઈલુન મફાઈલુન ફઅલ

Read More

દઈને કાન સાંભળજો ફકત,
જનારા કોઈ નહિ આવે પરત.

કરી લ્યો પુણ્ય કામો થાયતો,
નહીં રે તાજ કે નહિ રે તખત.

ઘણાં સિકંદરો જાતાં રહ્યાં,
છતાં એવું ને એવું છે જગત.

સતત ભાવક સુધી પહોંચે કલમ,
મુડી પણ એજ છે મારી બચત.

સમયની ખોટથી મજબૂર હું,
નહીં તો થોડું હું આગળ લખત.

લખી "રોચક" વિચારોથી ગઝલ,
તમે પણ વાંચજો આપી વખત.

-અશોક વાવડીયા

છંદ= હજઝ બહર નો ૧૭ માત્રા લટકાના શેર સાથે
ગુજરાતી શબ્દો
લગાગાગા લગાગાગા લગા
અરબી શબ્દો
મફાઈલુન મફાઈલુન ફઅલ

Read More