હું કલાનો ઉપાસક છું. મને જેવું આવડે છે તેવું લોકોના મનોરંજન માટે લખું છું. મિત્રો આપને પસંદ પડે તો જરૂર વાંચજો.

આ ગહન અંધકારમાં બેઠો છું,
તારો પગરવ સંભળાયોને હૃદયમાં ઉજાસ થયો.
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

એ ક્ષણે મને શું થાય છે એ મને ખબર નથી,
તું સામે આવે ને હું કંઈ બોલી ના શકું અને તને જોયા જ કરૂં.
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Read More

શું થાય તારૂં વળગણ છે,
જે આસાનીથી છૂટે એમ નથી,
ને હું છોડવા પણ માંગતો નથી.
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

તમાકુનું વ્યસન છૂટી જાય,
પણ તારું વ્યસન ના છૂટે.

-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

મારૂં તારૂં એ શું છે?
પ્રેમમાં પડ્યાં પછી જ મારૂં તારૂં નહીં,
જે છે તે આપણું છે,
અને છેલ્લે બીજું કંઈ નહીં,
હું તો સંપૂર્ણ તારો જ છું તારી જેમ.

-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

Read More

એ ક્ષણનો વૈભવ અલગ જ હતો,
ઢળતી સાંજ ને સામે તું હતી.
-વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા

સત્ય એ નથી કે જે તમે સાંભળો છો, જુઓ છો, પણ સત્ય સમજવું પણ પડે.

જીંદગી જેવી આવે ન એવી જ વધાવી લેવી જોઈએ, બધા ને બધું જ ના મળતું હોય, આપણે મહેનત કરીને મેળવવું પડે છે.

મારી રીત-રસમ નોખા ને તમારાય નોખા,
તોય આપણે કેટલાય સરખા

સત્ય શું છે? અસત્ય શું છે? સત્ય અને અસત્ય સિક્કાની બે બાજુઓ જેવું છે. જે આપણા માટે સત્ય છે બની શકે તે બીજા માટે અસત્ય હોય અને જે આપણા માટે અસત્ય છે બની શકે તે બીજા માટે સત્ય હોય. માટે બધું જ સ્વીકારવું જોઈએ. સત્ય પણ અને અસત્ય પણ. કારણ જો તમે કોઈ સિક્કાની રૂપિયા લખેલી બાજુનો સ્વીકાર કરો તો આપોઆપ જ તે સિક્કાની બીજી બાજુનો પણ સ્વીકાર થઈ જાય છે. આ સત્ય છે તે અસત્ય છે. આ બધું જ મિથ્યા છે. સિક્કો હવામાં ઉછળે છે ત્યારે આપણને એ જાણ નથી હોતી કે તે સિક્કો નીચે આવશે ત્યારે સિક્કાની કઈ બાજુ આપણી સામે હશે. અને તે સિક્કો નીચે આવ્યા બાદ તેની બીજી બાજુ શું હશે તેની આપણને કેમ ખબર પડે? એતો તેને પલટાવ્યા બાદ જ જાણ થાય. આમ દરેક બાબતની બે બાજુ હોય છે. માટે જે બાબતની એક બાજુ આપણને દેખાય છે અને બીજી બાજુ જે આપણને નથી દેખાતી બની શકે તે બાજુ બીજા કોઈને દેખાતી હોય. આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે આપણા માનવા મુજબ જ સત્ય માનીએ છીએ. જ્યારે એ સત્ય બીજા માટે અસત્ય હોઈ શકે છે. પણ આપણે બંન્નેનો સ્વિકાર કરવો જોઈએ. જો ના સ્વિકારીએ તો એ જ ક્ષણથી જ વાદ-પ્રતિવાદ સર્જાય છે અને સંઘર્ષની શરૂઆત અહીંથી જ થાય છે. આ સંઘર્ષથી બચવા માટે આપણે સિક્કાની બંન્ને બાજુનો સ્વિકાર કરવો જોઈએ.

Read More