M always in cheerful mood

શીર્ષક - પ્રકાશની કેડી.

નવ મહિના માનાં ઉદરમાં અંધકાર વચ્ચે રહીને પ્રકાશમાં જવા માટે દિવસો ગણતાં ગણતાં વૃધ્ધિ પામતી રહી અંતે મારો જન્મ થયો પરંતુ આ શું? પ્રકાશનું તો કિરણ જ નથી.અંધારી ઓરડીનાં ખૂણામાં હું વિચારતી રહી,આમ અંધારામાં જ રહેવાનું!
એકાદ મહિનો થયો ત્યારે આછો આછો પ્રકાશ માનાં ખોળામાં હતી ત્યારે જોવા મળ્યો સાથે વાત પણ સાંભળી કે,નવ મહિના માનાં ઉદરમાં અંધારામાં રહીને તરત પ્રકાશમાં લાવે તો નવજાત શિશુની આંખને નુકશાન થાય,એટલે ધીમે ધીમે મારી સફર તમસથી પ્રકાશ તરફ પ્રયાણ કરશે.
સમય પસાર થતાં ભણવાની ઉંમર થતાં શાળામાં દાખલ કરી.કોરી પાટી જેવું મગજ, કશું જ ખબર ના પડે.કાળી પાટી પર એકડો ઘૂંટીને અક્ષર જ્ઞાન મળતાં જ અજ્ઞાનતાનો અંધકાર જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર થયો.
જિંદગીમાં આગળ વધતાં કંઈ કેટલીય વખત અંધકારનો સામનો કરવો પડ્યો પરંતુ માવતર અને શાળાનાં ગુરુજીનાં સંસ્કારથી અંધકારને દૂર કરી જિંદગીમાં પ્રકાશ મેળવી આગળ વધતી જ ગઈ.
અંધકારથી ડર્યા વિના એને દૂર કરી પ્રકાશ મેળવવાનો રસ્તો શોધવો એ વાત મેં આત્મસાત કરી લીધી.
લગ્નજીવનમાં પણ કેટલીક વખત તો એવું લાગતું કે,ઘોર અંધકાર જ છે, પરંતુ પ્રયત્ન કરી રસ્તો શોધતી.
મઝધારે પતિની માંદગી અને ચિર વિદાય તો જાણે અંધકારનું જ સામ્રાજય હોય એવી સ્થિતિ.એ સમયે ચોતરફ અંધકાર જ અંધકાર જ અંધકાર,એવા સમયમાં હિંમત અને સાસુમા તેમજ બાળકોનાં સાથ સહકારથી પ્રકાશની કેડી કંડારી.
અંધકારને વ્યાપક અર્થમાં લઈએ તો એવું કહેવાય કે જીવનમાં આવતી ‌મુશ્કેલી, સંઘર્ષ એટલે અંધકાર.આવે સમયે હિંમત,ધીરજ, મક્કમ મનોબળ અને સંપૂર્ણ આત્મવિશ્વાસથી વિચારીએ તો ઉકેલ મળે જ મળે.

✍‌ વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

સૌ મિત્રોને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ.

આવકારીએ
હૈયે ધરી ઉમંગ
ગણેશ પર્વ.

ગણેશ પર્વ
લાવે હર્ષ ઉલ્લાસ
આનંદાનંદ.

હર્ષ ઉમંગ
વ્યાપ્યો ગણેશ પર્વે
ચોગરદમ.

ગણેશ તેડું
પાવન અવસરે
કરું નમન.

ચઢાવું દુર્વા
ગણેશ થાય રાજી
પામું આશિષ.

સહુનાં પ્રિય
ગણેશજી આવશે
મૂષકે ચઢી.

હરશે વિઘ્ન
શિવ પાર્વતી પુત્ર
કરીએ ભક્તિ.

ગણેશજીને
રૂડાં બાજઠ કેરાં
આસન દઉં.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

શ્રાવણ પૂરો!
સુનાં પડ્યાં
મહાદેવ મંદિર!
કેમ સહેશે
એનો વિરહ!

ત્રિનેત્રધારી
લેતાં વિદાય-
થયાં મંદિરો સુનાં!
શિવ બિરાજે
સૌનાં હ્રદયમાં.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

દેવકી તણી
પ્રસવ પીડા
વિસરાઈ જ ગઈ!
તોયે આશિષ
આપે હંમેશા.

વિભૂતિ દેસાઈ ઘાસવાળા બિલીમોરા

સ્વતંત્ર સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા.

સ્વાતંત્ર્ય દિને
યાદ કરીએ
વીર એ શહીદોને!
નમન કરું
દેશભક્તોને.

ભૂલાય ગયાં
વીર શહીદો-
પરિવાર સહિત
કરે નેતાઓ
તાગડ ધિન્ના!

લોક સેવકો
કરવી નહીં
સેવા,ભરે ગજવાં!
લૂંટે પ્રજાને,
દંભી નેતાઓ!

સ્વતંત્ર દિને
પ્રતિમાઓને
પહેરાવશે હાર!
ગુણલાં ગાશે
ભ્રષ્ટાચારીઓ!

ચંદ્ર શેખર
ભગતસિંહ
શહીદ થઈ ગયાં
લાભ સઘળાં
મળે નેતાને.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા. શુભેચ્છા

Read More

દિવાસાની શુભેચ્છા.

દિવાસાનાં દિવસે દેસાઈઓને ત્યાં દૂધપાક પુરી વડા કે પાત્રાનું જમણ હોય.પહેલાંનાં જમાનામાં દેસાઈઓને ત્યાં દૂઝાણું ઘરે ઘરે હતું.એમનાં ગોવાળો માલિકને ત્યાંથી દૂધ ,ચોખા, ખાંડ લઈ જઈ ભેગાં મળીને સીમમાં દૂધપાક બનાવીને ખાતાં.સાંજે નવા કપડાં પહેરીને ઢીંગલાની જાન કાઢી ઢીંગલી જોડે લગ્ન કરાવતાં આને અંતે પાણીમાં વિસર્જન કરવામાં આવે.બરાબર ગીતની રમઝટ પણ બોલાવતાં. મેં મારાં દાદી પાસે આ સાંભળેલું.વિશેષ માહિતી નથી.

આજે દિવાસો
લગ્ન કરાવું
ઢીંગલા ઢીંગલીનાં !
તળાવ કાંઠે
આપું વિદાય.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

શ્રધ્ધા

ઉદર માં તો દિવસની વૃદ્ધિ થતી હોય,
ઘટવા નો ક્રમ તો જન્મ પછી શરૂ થાય.
અંહી તો મને ઉદર‌માં જ દફનાવવાની વાત.
વાત સાંભળતાં જ મને તો ગભરાટ થઈ ગયો.
પરંતુ મને મારી મા પર શ્રધ્ધા હતી.
એ શ્રદ્ધાના જોરે જ હું શાંત થઈ ગઈ.
અંતે મારી મા પર‌ની શ્રધ્ધા ફળિભૂત થઈ,
એક સુંદર સવારે હું માના ખોળા માં હતી.
‌‌ વિભૂતિ દેસાઈ ઘાસવાલા
બિલીમોરા્

Read More

રૂમઝૂમતો અષાઢ આવ્યો,
પિયુ મિલનનો સંદેશ લાવ્યો.
મનડું મોર બની થનગનાટ કરે.
ચિત્તડું મધુર ટહુકો કરે.
નયન‌ બન્યાં બહાવરાં,
જોઈ પિયુ મિલનની વાટ.

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More

કેટ કેટલાં ઉપકાર છે તાત તણા
આંગળીના વેઢે તો ક્યાં ગણાય છે ?
દિ' આખો પરિશ્રમ કરી ઘરે આવતાં,
મુજ બાળને જોઈ ચહેરો મલકી ઉઠતો.
થાક્યાં પાકયા ઘરે આવી હાશ કરતાં,
ઘર પરિવાર માં દિ' આખાનો થાક વિસરાતો.
પ્રેમથી મુજને રમાડતાં
અને હું અબૂધ પિતાથી ડરતો રહેતો.
સમજણો થયો કિંતુ પિતાને ન સમજ્યો.
લાગણી પિતાની ઠુકરાવતો રહ્યો
મુજ પ્રેમ માટે તરસતા રહ્યા પિતા
ને એમની આંખોમાં એ તરસ જોઈ ના શક્યો.
વળાવી આવ્યા તાતને ત્યારે આવી સમજ.
પ્રેમ માટે ઝૂરતા પિતાની યાદમાં ઝૂરી રહ્યો છું આજ .

વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.

Read More