હું ફુલટાઈમ લેખક નથી. હું પોતે એન્જિનિયર છું. હું કોઈની સાથે હરીફાઈ માં નથી. વાંચકોને ખાસ કહેવું કે ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા લોકોને મારું લખાણ નહીં ગમે કારણ કે હું એ લોકો માટે લખી રહયો છુ જે લોકો વ્યવહારીક ઉપયોગ જેટલી જ ગુજરાતી ભાષા લખી-વાંચી જાણે છે. અતિશયોક્તિ(ચડિયાતા પણું દર્શાવતો શબ્દ), અદ્વૈત(એકપણું,તાદાત્મય), ઇજન(આમંત્રણ), ચારિત્ર્ય(આચરણ), ચરીત્ર(છબી) વગેરે શબ્દ ગુગલમાં શોધવા માટે પણ કષ્ટ પડે છે એટલે હું સીધેસીધી સરળ ભાષામાં લખવાનું પસંદ કરીશ જેથી લોકો માતૃભાષામાં સાથે જોડાયેલા રહે.

માન બહું ખરાબ ચીજ છે વ્હાલા...

બધા કરતા ઓછું મળે તો અભાવ નડે,
બધા જેટલું મળે તો ભાવ નડે,
અને
બધા કરતા વધારે મળેલું હોય તો સ્વભાવ નડે છે.
#માન

Read More

આત્મા તો જાણતો જ હોય છે સાચું શું છે સાહેબ,

માથાકૂટ તો મનને સમજવવા ની છે....!!!

નુકશાની, બદનામી વગેરેનો અનુભવ વિદ્યાર્થીઓને ક્યારેય થતો નથી એનું પહેલું કારણ એ જ કે પોતે વિદ્યાર્થી છે એમ એ સહજપણે સ્વીકારે છે. અને કારણ એ બીજું સામેવાળાને કેવું લાગશે? કેવું વિચારશે?મારી ઈમેજ ખરાબ થશે એવું વિદ્યાર્થી ક્યારેય વિચારતો નથી.
કોઈને પુછવું નથી એવા લોકો પોતાને ક્યારેય વિદ્યાર્થી તરીકે નથી સ્વીકારી શકતા માટે જ ઉંધા પડે છે.
માટે આપણે ગમે તેટલી મોટી માયા કેમ ના હોઈએ?
એકવાર પુછવું તો પડે જ.....
#પુછવું

Read More

નમવાનો મતલબ એ જરાય નથી કે આપણે આપણું સ્વમાન ખોઈ નાખ્યું. દરેક અમૂલ્ય વસ્તુ ઉઠાવવા નીચે નમવું જ પડે છે. જેમ કે ઈશ્વર અને વડીલના આશીર્વાદ.

Read More

અત્યાર સુધી લોકોની કામ કરવાની ક્ષમતા નજરમાં લેવામાં આવતી હતી.
કોણ રેસ્ટ લીધા વગર કેટલું કામ! કેટલા કલાક સુધી! કેટલી સારી રીતે કરી શકે?!
અત્યારના સમયમાં તો પોતાના ઘરમાં કલાકો સુધી ઉઘવાની-આરામ કરવાની ક્ષમતા પર ભાર મુકીને અને ઘરના સભ્યો સાથે ફ્રેશ રહીને વાત કરવાની ક્ષમતાની પરીક્ષા થઈ રહી છે.

Read More

5 એપ્રિલે, રવિવારે રાત્રે 9:00 કલાકે આપણા પ્રાઈમ મિનિસ્ટર ની સૂચના પ્રમાણે 9 મીનીટ સુધી જ્યારે દીવા અને મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલું રાખ્યા.
એ વખતે ખરેખર એવો અહેસાસ થયો કે...
અત્યારે જે ચાલી રહ્યું છે એ સહન કરવાવાળો પરીવાર મારો એકલાનો નથી..
આપણને સાથ આપવાવાળા ઘણા બધા ભારતીયો છે.
એ લોકો પણ આપણી જેમ લોકડાઉન માં ઘણું બધું સહન કરી રહયા છે.
🙏🏼🙏🏼 જય હિન્દ

Read More

ઉનાળો શરૂ થયો..
અત્યારે સારી કેરીઓ માંથી ખરાબ કેરીઓ અલગ થઈ રહી છે,
ઉનાળો પુરો થશે ત્યારે ખેડૂત જ સારી કેરીઓની અલગથી માવજત કરશે અને ખરાબ કેરીઓ અલગ કરીને ફેંકી દેવામાં આવશે.

શું સમજ્યા તમે???...

તમે બિલ્કુલ સાચું સમજ્યા
ચેતતા નર સદા સુખી..
Stay home
સુપ્રભાત્

Read More

"કદાચ એવું બને તો?" એક નાનકડો લેખ ફેબ્રુઆરી મહિનાના અંતમાં એપ્રુવલ માટે મુકી દીધો હતો.
૧ માર્ચ,૨૦૨૦ ના રોજ આ લેખ માતૃભારતી દ્વારા ઓનલાઈન અપલોડ કરાયો.
કેવા સંજોગો બેઠા છે આ લેખ આપણી વર્તમાન કફોડી પરીસ્થિતી સાથે ઘણો મળતો આવે છે.
એકવાર પોતાની એવેરનેસ માટે જરૂર વાંચજો.

VIKAT SHETH લિખિત વાર્તા "કદાચ એવું બને તો?" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19879940/kadach-aevu-bane-to

Read More

આ ફોટો સાચો હોય કે ના હોય આપડે તો આવું જ કરવું પડે તો જ પબ્લિક ઘરે પડી રહેશે