Hey, I am on Matrubharti!

#જરૂરિયાતમંદ

સાવ અલગ હતી જીવિકા . પતિના એક પગારમાં ઘરની જરૂરિયાતોને પહોંચી વળવાની સાથે સાથે જરૂરીયાતમંદ ને મદદ પણ કરતી. બીજાની જ ખુશીઓ શા માટે? તે પોતાને પણ ખુશ રાખતી. પોતાને ખુશ રાખવા માટે જાત જાતની ઈતર પ્રવૃતિ ઓ પણ કરતી. તે હંમેશા માનતી કે ભવિષ્યમાં પોતાને એ વાતનો વસવસો ના રહી જવો જોઈએ કે બીજાની જરૂરિયાતો સંતોષવામાં અને સંતોષવામાં પોતાના ઉપર ધ્યાન જ ના અપાયું.

Read More

#માળો

શહેરના નવા વિકસતા વિસ્તારમાં નવો બંગલો ખરીદેલો આસ્થાએ. બાજુમાં જ એક મોટો પ્લોટ ખુલ્લો હતો. એ પ્લોટમાં ઘણાં ઝાડ હતાં અને ઝાડ પરનાં માળામાં અનેક પક્ષીઓ રહેતા હતા. પક્ષીઓના કલરવથી જ આસ્થાની સવાર પડતી. ઘરમાં મોટો ડાઈનીંગ હોલ હતો. પણ સવાર અને સાંજની ચા તો તે ઓટલા ઉપર જ પીતી. સવારની ચા માળામાંથી જતા પક્ષીઓને જોઈને અને સાંજની ચા માળામાં આવતા પક્ષીઓને જોઈને પીવાતી . પ્લોટ ના પગીએ કહેલું કે બે ભાઈઓને વારસામાં મળેલી આ જમીન છે. પણ બંને વચ્ચે જમીનની વહેંચણીને લઈને વિવાદ છે. કોર્ટમાં કેસ ચાલે છે. કોર્ટ કેસનો નિકાલ આવી જશે તો આ જમીન વેચાઈ ને અહીંયા મોલ બનશે. ખબર નહી કેમ પહેલી વાર આસ્થાને થયું કે આ કોર્ટ કેસનો નિકાલ ક્યારેય ન આવે?

Read More

#તોફાની

અંશુલ ખૂબ તોફાની હતો. ઉંમર માત્ર દસ વર્ષ પણ જ્યાં જાય તે જગ્યા માથે લેતો. અંશુલના તોફાનોની અસર તેના ભણવા પર પણ પડતી હતી. અંશુલની મમ્મી અવની અંશુલની ફરિયાદો સાંભળીને કંટાળી ગઈ હતી. અંશુલ તોફાનીની સાથે સાથે ખૂબ લાગણીશીલ પણ હતો. તેને ગરીબ લોકોની ખૂબ દયા આવતી. અવનીએ અંશુલ ની દુ:ખતી નસ પકડી. એક દિવસ અવની અંશુલ ને ગરીબોની ઝૂંપડપટ્ટીમાં લઇ ગઈ. અને કહ્યું કે જો તું નહી ભણે તો મોટો માણસ કઈ રીતે બની શકીશ? અને તું મોટો માણસ નહી બને તો આ લોકોને કઈ રીતે મદદ કરી શકીશ? એટલે હવે તોફાન બંધ કર અને ભણવામાં ધ્યાન આપ. અંશુલના મોં ના હાવભાવ જોતા અવનીને લાગ્યું કે પોતાનો દાવ કારગર નીવડ્યો છે. પણ અંશુલ જેનું નામ. તહેવારોના દિવસો નજીક આવતા હતા. એ થેલો ભરીને નવા કપડાં ગરીબોના બાળકોને આપી આયો. અને પાછો આવીને અવની ને કહે કે કોઈને મદદ કરવી જ હોય તો મોટા માણસ બનવાની શી જરૂર છે ? અને પોતાની તોફાની ગેંગ સાથે સાઇકલ ચલાવવા ભાગી ગયો. અવની બસ જોઈ જ રહી.

Read More

#નસીબ

કેટકેટલી દવાઓ કરી , કેટકેટલી બાધાઓ રાખી ત્યારે લગ્નના પંદર વર્ષ પછી માનસી ને ત્યાં દિકરી નિયાનો જન્મ થયો. અને પછીના થોડાક જ સમયમાં નજીવા કારણસર માનસી ના છૂટાછેડા થયા. આમાં કોને દોષ દેવો? નસીબ ને કે પછી ,,,,,? એવું માનસી ના મમ્મી મનોમન વિચારતા હતા.

Read More

#શીખો

"શીખો, કંઈક બાજુવાળા ગિરીશભાઈ પાસેથી કેટલાં બધા મિત્રો છે? એકની જરૂર પડે અને ચાર આવીને ઊભા રહે. તમે તો રહ્યા સાવ મૂંજી, બીજુ બધું તો ઠીક મિત્રો બનાવતા ય ન આવડ્યું." હીંચકાં ખાતા ખાતા સુભાષ ભાઈની પત્નિ સુભાષભાઈને સંભળાવી રહી હતી. પત્નિના આ વાક્યો સાંભળીને સુભાષ ભાઈએ હીંચકા પરથી ઊભા થઈ ને તરત જ ચાલવા માંડ્યું. પત્નિના પૂછવાથી બોલી પણ ગયા કે મિત્રો બનાવવા જઉં છું. 😊

Read More

#રાખવું

"આ ખનકને જ જોઈ લ્યો, એના ઘરે ગમે ત્યારે જાઓ ક્યારેય મોઢું કટાણુ ન કરે, હંમેશા હસતી ને હસતી નહીતર સંયુકત કુટુંબમાં રહે છે શું એના ઘરે બે વાસણો નહી ખખડતા હોય? અરે, એક વખત તો એના ઘરમાંથી જોર જોરથી ઝઘડાનો અવાજ સંભળાતો હતો. ધ્યાનથી સાંભળ્યું તો ખનકના સાસુ ખનકને સંભળાવી રહ્યા હતા. પણ બીજી જ મિનિટે ખનક બહાર મળી તો હસતાં હસતાં મારી ખબર પૂછી. ઘણીવાર તો લાગે છે કે ખનકે જાણે હાસ્યને જ પોતાનું ઘરેણુ બનાવીને ન રાખેલ હોય? " આ બધુ એક જ શ્વાસે ખનકના પાડોશી સવિતા માસી એમની બેનપણીને સવાર સવારમાં કહેતા હતા.

Read More

#પતંગ

પતંગ જેમ આકાશ ને આંબવાની ઇચ્છા સાથે વધારે કે ઓછા પવનમાં ઝંપલાવે તેવી જ રીતે માનસે પોતાના પપ્પાના સાવ પડી ભાંગેલા વ્યવસાયમાં પણ અનેક મહત્વાકાંક્ષાઓ સાથે ઝંપલાવ્યું અને પોતાની કુશળતાથી થોડાક જ વર્ષોમાં વ્યવસાયમાંથી ખૂબ નફો મેળવ્યો. આમ માનસે પોતાને આકાશમાં ખૂબ ઊંચે સ્થિર થયેલા પતંગની જેમ વ્યવસાયમાં સ્થિર કર્યો.

Read More

#ન્યાય

રાહતનો પતિ તો લીવ ઇન રીલેશનશીપ માં પરપ્રાંત ની યુવતી સાથે રહેતો હતો. આ બાજુ રાહત પણ પોતાના જીવનમાં આગળ વધવા માંગતી હતી. પણ છૂટા છેડા લીધા વગર એની સાથે લગ્ન પણ કોણ કરે? એથી જ તો ક્યારેક રીક્ષામાં તો ક્યારેક બસમાં , ક્યારેક તીવ્ર ગરમી તો ક્યારેક ઠંડી, છૂટા છેડાના કેસમાં મુદત પડે એ દિવસે રાહતને કોર્ટમાં પોતાની નાની દિકરી સાથે હાજર થઈ જ જવાનું. કોર્ટમાં કોઈક ને કોઈક કારણસર કેસ ખેંચાયા કરતો હતો. પણ રાહત જેનું નામ , એક દિવસ ચોક્કસ ન્યાય મળશે એ જ આશા સાથે એ છેલ્લા ત્રણ વર્ષથી આમ જ કોર્ટના ચક્કર કાપે છે.

Read More

#માત્ર

તારી રોજ રોજ ની હાજરી ક્યાં માંગી છે?
માત્ર તારા હોવાના પુરાવા જ કાફી છે.

#અંતર્મુખ

કશિષને ક્યારેય અંતર્મુખ રહેવું ગમતું ન હતું. એને તો બધા સાથે હળવું, મળવું, વાતો કરવી વગેરે ખૂબ ગમતું હતું. પરંતુ પોતાના સામાન્ય દેખાવ અને સામાન્ય પહેરવેશ ને કારણે કશિષ ને હંમેશા લોકો ટાળતા હતા. આથી કશિષ ને ખૂબ દુઃખ થતું. ધીરે ધીરે કશિષે પોતાનો સ્વભાવ બદલવાની કોશિષ કરી. એને પોતાનો લખવાનો શોખ કેળવ્યો અને પોતાને બધાથી દૂર કરી દીધી. પણ સ્વભાવ એમ કંઈ થોડો બદલાય હવે એની કલમ બર્હિમુખ થઈ છે.

Read More